1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2012
Written By વેબ દુનિયા|

ધન ધાન્ય, વિદ્યા અને અનેક રીતે લાભકારી છે શ્રીયંત્ર

P.R
શ્રીયંત્ર શિવ અને શિવાનું વિવાહ યંત્ર છે. વિદ્યા અને ધનની પ્રાપ્તિ માટે શ્રી યંત્રની સાધના કરવામાં આવે છે. શ્રી યંત્રનામ પત્ર પર સપાટ અને રજત સુવર્ણ વગેરે પર કૂર્માકાર કે સુમેરુ પર્વતની જેમ ઉપરથી ઉઠેલા આકારનું મળે છે.

આ યંત્રમાં મુખ્ય રૂપે 18 શક્તિઓનુ અર્ચન હોય છે. આ શક્ત્તિઓ જ સંપૂર્ન બ્રહ્માંડને નિયંત્રિત કરે છે. સાધક આ શક્તિઓના અર્ચન પૂજનથી પોતાના શરીર, મન, બુદ્ધિ, ચિત, અહંકાર અને દસ ઈન્દ્રિયોની સાથે સાથે સમસ્ત બ્રહ્માંડ અથવા બ્રહ્મ જગતને પોતાના વશમાં કરી લે છે.

શ્રી યંત્રની કૃપાથી તેના બધા પાપનો નાશ થાય છે અને ચમત્કારી સિદ્ધિઓ, ધન ધાન્ય અને સુખની પ્રાપ્ર્તિ થાય છે.

શ્રી યંત્રના દર્શન માત્રથી બધા પાપ, શ્રાપ અને તાપનુ શમન થાય છે અને ધન ધાન્ય અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થય છે. આની સાધના વામ અને દક્ષિણ બંને માર્ગોથી કરવામાં આવે છે.

બૌદ્ધ કાળમાં આ વામ માર્ગી સાધનાનો દુરુપયોગ કરવામાં આવ્યો. તેથી આદિ શંકરાચાર્ય દ્વારા પરિષ્કૃત દક્ષિણ માર્ગી શ્રી યંત્રના સ્વરોપની સાધની પરંપરા આજે પણ પ્રચલિત છે. શ્રી યંત્રને દુકાનમાં રાખવાથી વેચાણમાં વધારો થાય છે.

P.R
પૂજા ઘરમાં રાખવાથી ધન ધાન્ય અને કારખાના કે અન્ય કોઈ વ્યવસાય ક્ષેત્રમાં રાકહ્વાથી વ્યવસાયમાં ઉન્નતિ અને વૃદ્ધિ થાય છે.

તેનુ સવારે ઉઠીને દર્શન માત્ર કરી લેવાથી દરેક પ્રકારનો લાભ મળે છે. વિનિયોગ મંત્રમાં ઉન્નતિ અને વૃદ્ધિ થાય છે. તેનો સવારે ઉઠીન દર્શન કરવાથી દરેક પ્રકારના લાભ મળે છે.

શ્રી યંત્ર સ્થાપિત કરતી વખતે લાલ રંગના વસ્ત્ર પહેરીને કોઈ શુભ મુહુર્તમાં તેને વિધિવત સ્થાપિત કરો. પછી ધ્યાન પૂજન વગેરે કરીને શ્રી વિદ્યા મંત્રનો અથવા રુદ્રાક્ષની માળાથી પાંચ માળા નિયમિત રૂપે જપો આ યંત્ર સિદ્ધ થઈ જશે.