1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2012
Written By વેબ દુનિયા|

નવ વર્ષ સંવત 2069ની રાશિ

P.R
મેષ : અ.લ.ઈ. (સ્વામી-મંગળ)

તમારી રાશિનો સ્વામી મંગળ છે. ટોચની રાશિ હોવાની સાથે સાથે જ પ્રકૃતિ ગરમ અને વિચારોમાં જોશ, ઉત્તેજના રહે છે. મેષ રાશિવાળા ખૂબ ઉત્સાહી, કર્તવ્યપરાયણ, નિયમિતતા અને કામકાજ પ્રત્યે જવાબદાર રહે છે. વ્યવ્હારિક બાબતોમાં ખુદને શ્રેષ્ઠ સિદ્ધ કરી શકે છે. તેમને પોતાના અધીનસ્થોથી વધુ લગાવ નથી હોતો. સહયોગ આપી શકે છે. ઉંચ-નીચ, વાતચીત-વ્યવ્હારમાં ક્રોધ બતાવે છે. મન, વિચાર, સ્વભાવ વિરુદ્ધ કાર્યને પણ સ્વીકાર નહી કરતે. સ્વાભિમાની અને સ્વાવલંબી હોય છે. સાહસ અને નિડરતા રાખે છે. સ્પષ્ટતા, ઉદારતાની સાથે ખુદને પરિશ્રમથી પ્રતિષ્ઠા અર્જિત કરે છે. મિલનસાર, ઉચિત માર્ગદર્શન અને તર્કસંગત કાર્યકુશળતાથી જાતિ, સમાજમાં પ્રતિષ્ઠા મેળવે છે. આ જ કારણે તમારી ચાહત ઉપયોગી બની રહે છે. અનુશાસન અને જવાબદારીનુ મહત્વ રાખે છે. કૌંટુબિક, આંતરિક પ્રેમ-સ્નેહ બરાબર રાખે છે. આ વર્ષ તમને ગુરૂ બારમો રહેશે જે મિશ્રિત, પરંતુ સામાન્ય અને સુખદ ફળદાયી રહેશે. ઈમાનદારી,નિષ્ઠા, જવાબદારી સંતોષનુ ફળ મળશે. મે-11થી રાશિ પર ભ્રમણ ઉત્તરોઉત્તર પ્રગતિ અને ઉત્સાહપૂર્વક શનિના છઠ્ઠા સ્થાનથી ગોચર ભ્રમણ વિરોધી, શત્રુપક્ષને માટે કમોબેશ નિરાશાજનક રહેશે. છતા પણ સાહસિક અથવા પારિવારિક દ્રષ્ટિથી પ્રતિકૂળ જે સંપૂર્ણ વર્ષભર જ રહી શકશે. રાહુનો સારો અને રાહત આપનારો પ્રભાવ પૂર્વાર્ઘમાં મળી જશે, મે થી આઠમો રહેશે જે વિશેષ પ્રતિકૂળ નિરાશાજનક પરિણામોની સ્થિતિમાં રહેશે. મંગળ અને અન્ય ગ્રહોના તાત્કાલિક ફળ અનુકૂળ મળશે. ટૂંકમાં વર્ષ ખૂબ સહયોગી અને હિતકારક રહેશે. ઉતાવળિયો સ્વભાવ ન રાખશો. વિશ્વાસ નિયમિતતા, પરિશ્રમ, સંતોષ, નિયમિતતા, જો રાખશો તો સુખદ, લાભપ્રદ વર્ષ રહેશે. તમારી ભૂલોથી કંઈક શીખજો, બીજાને કમજોર ન સમજશો. વિરોધમાં ક્રિયા-પ્રતિક્રિયાથી બચશો તો સફળતા મળશે. સ્થિતિઓ આનાથી જ પક્ષમાં રહેશે. નોકરીમાં યશ મળશે. ઈચ્છાઓ પૂરી થશે. પ્રાંસગિક લાભ, સ્થાનાંતર, યોગ્ય પદની પ્રાપ્તિ થશે. પારિવારિક સુખ શાંતિનો અનુભવ થશે. ખુદની વિનમ્રતાથી કાર્ય થશે. સંતાનની પ્રગતિ થશે. શિક્ષા કેરિયરમાં સફળતા મળશે. વિવાહ વગેરે કામોમાં લાભ મળશે. ખુદના મહત્વપૂર્ણ કામો થશે. પ્રોપર્ટી, વાહન વગેરેની ખરીદી થશે. આવક, સુખદ રોકાણ, બચત, ભવિષ્યની યોજના સાર્થક રહેશે. આવકના સાધનો વધશે. કોર્ટ-કચેરીના વિવાદોથી નુકશાન જ થશે. સમજૂતી કરવી પડશે. કાર્યકુશળતા સંયમ કાયમ રાખો. વિદ્યાર્થીઓને માટે આ વર્ષ સારુ. પોતાના ઉદ્દેશ્યની પૂર્તિ, પરિશ્રમ, લગનથી જ થશે. દ્રઢતા અને સમય પર માગદર્શનનો લાભ મળશે. વિશ્વાસ, આળસ, ભરોસામં નુકશાન શક્ય છે. વેપારમાં લાભ થશે. આર્થિક બાબતો સુધરશે. ખેતી, વેપાર, સંબંધી વ્યવસાયી લાભપ્રદ સ્થિતિમાં રહેશે. પરિશ્રમને મહત્વ આપવુ પડશે. અગાઉ કરેલ ભૂલચૂક વિશ્વાસથી લાંબુ નુકશાન ઉઠાવવુ પડે તે શક્ય છે. સ્ત્રીઓ માટે જવાબદારીનુ વર્ષ. કોઈ નવી જૂની બીમારીની તકલીફ રહેશે. નોકરી, ધંધાના સ્થાન પર ખુદને નિયંત્રિત અને જવાવદાર રહેવુ પડશે. પ્રતિષ્ઠા-પ્રતિભા છતા ખૂબ અસંતોષ અનુભવશો. ગુપ્ત વ્યવ્હાર, સંબંધ અને વધુ ભાવુક્તાથી બચો. મેષ રાશિવાળાઓએ શિવજી, હનુમાનજીની સેવા પ્રાર્થના, પૂજન કરવુ જોઈએ. અન્નદાન અને પિત્તરો અને વડીલોના આશીર્વાદ સેવાથી લાભ સંતોષ મળશે. કોઈ ગુરૂના સાનિધ્યમાં રહો.

વૃષભ : બ.વ.ઉ. (સ્વામી-શુક્ર)

શુક્રની રાશિ હોવાથી શારીરિક તેજસ્વિતા અને પ્રેમ, આકર્ષણ રહે છે. તમારી રાશિવાળામાં ઉત્સાહ ખૂબ રહે છે. વૈચારિક ઉમંગો અને યોજનાઓ સારી રીતે બનાવી લે છે. બુદ્ધિ, હોશિયારી ગંભીરતા પણ ખૂબ રહે છે. સ્થિતિઓ, વાતાવરણ, પ્રગતિમાં સહાયક એકદમ નથી બનતા. જેના કારણે મુશ્કેલી અને દુ:ખ થાય છે. સ્વભાવમાં સ્થિતિઓથી નિરાશા, ભાવુકતા જલ્દી બાનવી લે છે. જે કારણે કમજોરી, નિરાશા, હતોત્સાહ બની જાય છે. બીજા માટે ભલે તે વ્યક્તિ હોય, સંસ્થા હોય સારો સહયોગ-માર્ગદર્શન આપે છે. ખુદને તેનાથી લાભ નથી થતો. કેટલાક મામલા, અનુભવોમાં આ જીવન માટે પ્રભાવી બને છે. પ્રયત્નોમાં પરિશ્રમ, મહેનતમાં પાછળ નથી પડતા. વિપરિત સ્થિતિમાં પણ બીજા તમારા પર વધુ જવાબદારી, આશ્રિત રહે છે. તમારી આ પ્રકારની સ્થિતિઓ આ વર્ષે બની રહેશે. કડવા અનુભવ થશે. બધુ કર્યુ હશે/કરશો પણ સહયોગ, મદદ, લાભ નહી મળે. વૈચારિક વિવિધતા શક્ય છે. વિચારધારા બદલવા, કડવા અનુભવોને અકરણે જ આવી સમસ્યાથી મુક્તિ કે સ્વભાવમાં પરિવર્તન આવશે. કર્મ, મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિનો સમંવય બનશે. બીજાના બાબતમાં નિર્ણય એકદમ યોગ્ય બની શકે છે. યથાર્થવાદી પ્રવિત્તિ રાખો છો. જાતિ, સમાજ, પરિવાર, મિત્રતાના બાબતોનુ આકલન બનાવીને રાખો છો. દરેક સ્થિતિમાં પોતાની જાતને સાબિત કરો છો. પ્રતિષ્ઠા, સન્માન પ્રત્યે સજાગ રહો છો. આ જ કારણે પરિવાર અને અન્ય લોકો તમરા પર ભરોસો રાખે છે. જે કારણે કામકાજ ખૂબ કરવુ પડે છે. આ વર્ષ શનિ મહારાજ વર્ષભર પાંચમા રહેશે. જે કારણે પારિવારિક અથવા વૈવાહિક સમસ્યાઓ શક્ય છે. પોતાની બુદ્ધિ, હોશિયારી શિક્ષાનુ ગુમાન રહેશે જે નુકશાનપ્રદ રહેશે. રાહુ મે સુધી આઠમા પ્રતિકૂળ જ રહેશે. ગુરૂનો સતત સહયોગ, સંતોષ સમય પર મળશે. મોટાભાગના લાંબા વિચાર-વિમર્શ, ટાલમટોલ, આળસ ન રાખો. નહી તો તક નીકળી જશે. નુકશાન અને નિરાશા વધશે. સરકરી કોર્ટ-કચેરીના કામોમાં વધુ જવાબદારીથી રહો. પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવો કે ન બનવા દો. પ્રોપર્ટીમા સાવધાની, ખરીદ-વેચાણ કાગળની ખાનાપૂર્તિ રાખવી પડશે. નોકરીમાં પણ સંપૂર્ણ સમય, અનુશાસન અને કાર્યદક્ષ, પરિશ્રમથી જ પ્રગતિ થશે. સમસ્યા નહી આવે. આર્થિક યોગ મિશ્રિત ફળદાયી. આવકની સાથે ખર્ચ જોડાશે. લેવડ-દેવડ અથવા ભૂલચૂકમાં નુકશાન થશે. આર્થિક વિશ્વાસમાં દગો શક્ય છે. નિયમિત વ્યવ્હારમાં સતર્કતા રાખવી પડશે. વર્ષમાં દરેક કામ સમય પર થાય એવી સ્થિતિ નહી રહે. પરંતુ પરિશ્રમ , સંયમ, શાંતિથી પોતાનો અધાર જરૂર બનાવવો પડશે. ગુપ્તતા જાળવી રાખો. વિદ્યાર્થીઓને શરૂઆતથી જ નિયમિતતા અને લગન, ઉદ્દેશ્યથી કેરિયર અને શિક્

મિથુન : ક.છ.ઘ. (સ્વામી-બુધ)

રાશિ સ્વામી બુધ. સ્વભાવમાં સંયમ અને સહયોગથી પરિપૂર્ણ. સીધો અને સાફ-સૂથરો, સામાન્ય જીવન. વ્યર્થની ગેરસમજો, ખોટા આરોપોથી મોટાભાગના જીવનમાં સંકટ અને ચિંતાઓ બની રહે છે. કોઈનુ અપમાન અથવા ખોટો વ્યવ્હાર પસંદ નથી કરતા. સંયમ જેટલો, એટલો જ ગુસ્સો પણ રહે છે. સૈદ્ધાંતિક થઈ જાય છે. એકવાર જે ધારણા બની જાય છે તેના મુજબ ચાલો છો. માનસિકતા પાક્કી રહે છે. હંમેશા વિચારમા અને ચિંતનમાં રહો છો. વિરોધીઓમા નિકટના લોકો અને સંબંધીઓ હોય છે. યશ-સફળતા માટે રાહ જોવી પડે છે. સહજતાથી મહેનત વગર મોટાભાગના કામો નથી થતા. ધ્યેય,લક્ષ્ય, એક જ રાખો છો, કોઈપણ કાર્યમાં શાંતિપ્રિય રીતે કરવાનુ પસંદ કરો છો. તમારા આ સ્વભાવને બીજા લોકો સમજે છે, જેનો અંત તેમને નિરાશા સાંપડે છે. અવરોધો બન્યા રહે છે. કોઈ બાબતોમાં થાક, આળસ, પારિવારિક જવાબદારી કષ્ટપ્રદ રહે બને છે. આ કારણે બીજા તમને મહત્વ નથી આપતા, સમજી નથી શકતા. જીવનમાં નવા વિચાર, સહયોગ, ઉત્સાહ, આત્મવિશ્વાસ રાખો છો. તમારી સમસ્યાઓ તમારી પોતાની ઓછી બીજાઓની વધુ હોય છે. તમે ઈચ્છવા છતા પણ જવાબદારીઓ ઓછી નથી કરી શકતા. કાર્ય ક્ષેત્રમાં ફેલાવની સાથે નિર્વાહ કરવામાં જે ધૂર્તતા જોઈએ તે વધુ નથી રહેતી. અનુશાસિત અને નિયમિતતા પસંદ છે. અન્યોની ખોટી ચિંતા, મદદથી તકલીફ બની રહે છે. આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહપૂર્ણ રહેશે. તમારા લક્ષ્યની પ્રાપ્તિ થશે. પરિશ્રમનો વિશેષ સંતોષ રહેશે. રોકાયેલુ પરિણામ, સારા કેરિયર સંબંધી કાર્ય થઈ શકશે. આ બધુ મહેનત અને ગંભીરતા, એકાગ્રતાથી થશે. સમયનો યોગ્ય ઉદ્દેશ્ય, અભ્યાસ, પ્રતિસ્પર્ઘામાં જોડાઈને ઉપયોગ કરો. વ્યાપારિક ઉદ્દેશ્ય, પ્રગતિ, લાભની પ્રાપ્તિ થશે. નવુ કાર્યક્ષેત્ર બનશે. કામકાજનો વિસ્તાર કરી
શકશો. સાહસ, હિમંત કરી શકશો. જૂના અર્થપૂર્ણ પરિચય, મિત્રતા, સહયોગ અને વાસ્તવિક સત્યતાથી પ્રયત્નનુ પ્રતિફળ મળશે. વિપરિત અને સંઘર્ષપૂર્ણ સ્થિતિ વર્ષમાં રહેશે, જેનાથી પણ આ શક્ય છે. જો કે સ્વભાવ, વિચારનો દ્રષ્ટિકોણ બદલાય છે. જે નિયમિત લાભ ઉપરાંત અન્ય નાની-મોટી સફળતા મુજબ રહેશે. મહિલાઓ માટે શ્રેયસ્કર રહેશે. કોઈ બાબતોમાં પારિવારિક સહયોગમાં સંઘર્ષરત રહેવુ પડશે. છેવટે તમારા વિચાર અને કાર્યને પ્રશંસા મળશે. થોડો સમય તમને વર્ષમાં જવાબદારી અને અનિશ્ચિતતામાં પણ રહેવુ પડશે. ઈચ્છિત સ્થિતિઓ નિર્મિત કરવી પડશે. ઘર-પરિવાર, કાર્યક્ષેત્ર, સામાજિક દાયિત્વને એક સાથે જ સાચવવી પડશે. વાદ,વિવાદ, મતભેદ પણ વધુ રહેશે. નોકરી, રોજગાર, કાર્યક્ષેત્ર, અધિકારમાં પણ અસમાનતા અથવા મરજી મુજબની નહી જોવા મળે. કાર્યકુશળતા, જવાબદારીમાં કોઈ પરિવર્તન ન કરો. આ વર્ષ શનિ મહારાજને પનોતી (ચોથા)રહેશે. મિથુન રાશિવાળાને કોઈને કોઈ ચિંતા, કષ્ટ બની રહેશે. નોકરી, રોજગારમાં વધુ સાવધાની રાખો. ગુરૂ દસમા અને મે થી અગિયારમાં રહેશે. જેનો સુખદ અને શાંતિપ્રદ લાભ મળશે. રાહુ મે સુધી સાતમા પછી છઠ્ઠા ગોચરમાં રહેશે. જે સામન્ય પ્રભાવી રહેશે. ટૂંકમા ઈમાનદારીથી પરિશ્રમ, મહેનત કરશો તો સફળતા મળશે, અધિક લોભ-લાલચથી બચવુ પડશે. વિરોધી શત્રુપક્ષને કમજોર ન સમજશો. ભાઈ-બહેન, પરિવારમાં તમારો હક, ભાગ, કાયદા બાબતે બચો. શક્ય હોય તો દરેક વાત, કાર્ય, નિર્ણય સ્થિતિની માહિતી પરિવાર,પત્નીને આપવી હિતકર રહેશે. આનાથી જ જવાબદારી, સહયોગ, આનંદ-વિનોદ શક્ય છે. ઉન્નતિ-પ્રગતિ પણ દેખાશે. નોકરીમાં સ્થાયિત્વની કમી રહેશે. પરંતુ કોઈના કહેવા, સાંભળવાથી, લાલચમાં પરિવર્તનથી બચો. અસંતોષ, અસમાધાન, આખુ વર્ષ સામાન્ય બની રહેશે. આર્થિક, ફેલાવ, ખર્ચ, કર્જ, વગેરે વિચાર કર્યા વગર વધારશો નહી. વિપરિત ગ્રહ આ સચ્ચાઈ સામે લાવે છે. જેનુ ધ્યાન રહે. ભગવાન ગણેશની આરાધના કરો. પોતાના ઈષ્ટ, ગુરૂની સેવા-પૂજા લાભદાયક રહેશે. શારીરિક, માનસિક રૂપથી નબળા લોકો માટે દાન, સેવા યોગ્ય બનશે.

કર્ક : ડ.હ. (સ્વામી-ચંદ્ર)

રાશિ સ્વામી ચંદ્ર છે. ચંદ્રમાં જે રીતે પોતાની નિયમિત સ્થિતિ બદલે છે. કમોવેશ તમારી રાશિવાળામા ચંચળતા રહે છે. નિરંતર ચિંતન વિચાર કરતા રહો છો. એક જેવા જીવનયાપન અથવા બીજાના અનુરૂપ પ્રતિસ્પર્ઘાત્મક જીવનની ઈચ્છા રાખો છો. પ્રેમ, સૌહાર્દતા, ઈમાનદારીને કારણે બીજા તરફથી પશ્ચાતાપની સ્થિતિ બને છે. વાતાવરણનો પ્રભાવ જલ્દી પડે છે. માનસિક, સહિષ્ણુતા પણ રહે છે. આંતરિક, ક્રોધ, ચિડચિડાપણું ઘણી બાબતો તણાવ સુધી વિચાર બનાવી લો છો. સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણ અથવા વિચારો પર અડગ નથી રહી શકતા. વાસ્તવિકતાથી મોઢું ફેરવી લેવુ શક્ય નથી. તમારી ભાવના, ચેહરો, વિચારોથી બીજા તમને સહજતાથી ઓળખી લો છો. વ્યવ્હાર કુશળતા તો રહે છે. મિત્રતા અને શત્રુતા બરાબર જ રહે છે. તમને અંદરથી સમજવા સહેલા નથી. કાર્ય શૈલીમાં ફેરફાર રહે છે. જવાબદારી કાર્યનુ નિર્વહન સજગતાથી કરે છે. અપમાન સહન નથી થતુ. ચંચલતાવશ મોટાભાગની સ્થિતિમાં તમારો વૈચારિક સહયોગ બીજા લે છે. સામાજિક જાતિવાદ વ્યવ્હારિકતા રહે છે. ગુપ્ત શત્રુ ઘણા રહેવાથી કામકાજમાં માનસિક અવરોધ આવે છે. બીજાના સહયોગ ભલાઈમાં તમને નુકશાન ઉઠાવવુ પડે છે. બીજાને કષ્ટ, તકલીફ તમારે માટે સહજ નથી બનતી. ઘણીવાર આ જ કારણોથી પારિવારિક-પર્સનલ ગંભીરતા ઉભી કરી લે છે. ચંચલતાવશ ગભરાટ, ભય બેચેની અનુભવ કરો છો. બીજા પર આશ્રિત રહેવુ પણ સ્વભાવમાં નથી બેસતુ. આ વર્ષ શનિનો સંપૂર્ણ વર્ષમાં સહયોગ મળશે. ગોચરમાં ત્રીજા સ્થાન પર રહેશે. ગુરૂનુ ગોચર ભ્રમણ, ભાગ્ય સ્થાન નવમા અને મેથી દસમાં સ્થાનથી ખૂબ સારુ જ રહેશે. રાહુ-મે સુધી છઠ્ઠા અને પછી પાંચમાં સ્થાન ગોચરમાં રહેશે. મંગળની મોટાભાગની સ્થિતિ પક્ષમાં રહેશે. સામાન્યત કેટલાક ગ્રહયોગની પરસ્પર ની દ્રષ્ટિ-યોગ-કષ્ટ્પ્રદ શક્ય રહેશે. વર્ષમાં આમ તો સ્થિતિ હિતકર અને પ્રતિવર્ધક જ રહેશે. પારિવારિક સુખદ-જીવનજ્ઞાપન રહેશે. ઉત્સાહ, આત્મવિશ્વાસ રહેશે. સ્થાનીક કાર્યોની રૂપરેખા બનશે. માનસિક સંતોષ, પ્રસન્નતા, પ્રભાવી વાતાવરણ રહી શકશે. વ્યવ્હારિક સંપર્ક-મેળાપ વધશે. જાતિગત સમાજીક પ્રતિષ્ઠા વધશે. સહમતી બનશે. જૂની સમસ્યાઓથી મુક્તિ રહેશે. માનસિક, શારીરિક સ્વાસ્થ્ય ટૂંકમાં ઠીક રહેશે. જવાબદારી નિબહવી શકશો, સંતાન પક્ષની પ્રગતિ થશે. વિવાહ વગેરે કાર્ય થશે. નોકરીમાં જીવનજ્ઞાપન, પ્રતિષ્ઠા પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રનો વિશેષ લાભ મળશે. વ્યવસાયિક પ્રતિષ્ઠા, સાખ, નવુ પરિવર્તન, વિસ્તાર, વિશેષ કરી શકશો. આર્થિક યોગ વર્ષમાં ઘણા સારા રહેશે. આવક વધશે, રોકાયેલો પૈસો મળશે, ધન મેળવવાના અને પ્રોપર્ટીના યોગ આવશે. લેવડદેવડની સ્થિતિઓ સુધરશે. વાહનને ખરીદી શક્ય છે. બીજાને કારણે આર્થિક મુશ્કેલીઓ ઓછી થશે. સમયનુ યોગ્ય અને સાચુ માર્ગદર્શનથી નિર્ણય લઈને સ્થાયિત્વનો પ્રયત્ન વર્ષમાં કરવો પડશે. અનુભવોથી સ્વભાવની ઉણપો સુધારો. બોલચાલ, ધારણ, નિર્ણયોની ગુપ્તતા અવશ્ય રાખો. વિદ્યાર્થીઓને આ વર્ષ પ્રગતિ, સફળતામાં રાહત, સંતોષ રહેશે. થોડી મહેનત, પરિશ્રમ, લગન, એકાગ્રતા ખૂબ આગળ લાવશે. અને કંઈક કરી શકશો. જેનો અહેસાસ, સંતોષ રહેશે. કોઈના કહેવા કરતા યોગ્ય માર્ગદર્શનથી આગળ વધો. કોઈપણ વિષય, કે અભ્યાસને સામાન્ય ન સમજશો. સમય પર ખોટી, નાસભાગ અને તેના પરિણામોથી બચો. તમારી હોશિયારી અને યોગ્યતાને ઓળખીને આગળ લાવવી પડશે. વ્યવસાયિક ઉપક્રમ તો વર્ષામાં સારુ જ રહેશે. ફક્ત નિયમિતતા રાખો. બીજાથી દગો મળે તેવી તકો ન ઉભી કરો. મહિલાઓ માટે આ વર્ષ ઠીક છે. સ્વભાવમાં સામંજસ્યતા રાખવી પડશે. નવુ પરિશ્રમ, મિત્રતા, સૌહાર્દતા રહેશે. તર્ક સંગત, ન્યાયસંગત નિર્ણય લો. ભાવાવેશથી નુકશાન શક્ય છે. પારિવારિક વાતાવરણ પોતાના જ કાર્ય-ગુપ્ત વ્યવ્હાર લેવડદેવડ સંબંધોને બગડવા ન દો. ગ્રહોનો કુલ યોગ વિપરિત સંઘર્ષતા દર્શાવે છે. જો કે બધી બાબતો સત્યતાથી આગળ આવશે. આ રાશિવાળાઓએ શિવજીની વિશેષ આરાધના કરવી જોઈએ. વિષ્ણુ પૂજા ઉપાસના પણ યોગ્ય રહેશે. આ વર્ષભરમાં તીર્થ સ્થાન પર નિયમિત જઈને સ્નાન-દાન, જપ પૂજન કરવુ વિશેષ લાભદાયક રહેશે.

સિંહ : મ.ટ. (સ્વામી-સૂર્ય)

બીજા તમારાથી ભયભીત જ રહે છે. તમારા વિચાર કાર્યોની છાપ તેમમા પર બની રહે છે. કાયની પૂર્ણતા સુધી તમે ખુદ પર તનાવ, દબાવ બનેલ જ રહે છે. બીજને તમારા જીવનજ્ઞાપન મહેનત, પરિશ્રમની કોઈ કલ્પના નથી થતી. વૈચારિક જિદ્દતા, સૈદ્ધાન્તિક પ્રવૃત્તિ, સ્વાવલંબન અને સ્વાભિમાનવશ ઘણીવાર પરેશાની દુ:ખ ઉઠાવવુ પડે છે. માનસિક-શારિરીક થાક બનેલ રહે છે. કોઈપણ સ્થિતિમાં સાહસ, સંયજને મહત્વ આપો છો. વાસ્તવિકતા, સત્યતાથી મોઢુ ન ફેરવશો. ખુદને વિચાર-અનુભવ સ્થિતિને જોઈને જ કાર્ય કરો છો. પ્રતિષ્ઠા, સન્માન પ્રત્યે સજાગ રહો છો. આત્મવિશ્વાસનો ગુણ સ્વભાવમાં ખૂબ રહે છે. આ કારણે કોઈ પણ ક્ષેત્ર ભલે જ્ઞાન, આધ્યાત્મ, સંસ્કૃતિ, રાજનીતિ, પરિવારને જ નિર્ણય ક્ષમતા ઘણી સારી રાખે છે. બીજા મુદ્દા પર ઉત્તમ માર્ગદર્શાન આપવાની પ્રવૃત્તિ તમારામાં રહે છે. ખુદની બાબતોમાં ક્યારેક એકલતા અનુભવો છો. બીજાના મુદ્દા પર ઉત્તમ માર્ગદર્શન આપવાની પ્રવિત્તિ તમારામાં રહે છે. ખુદના બાબતોમાં ક્યારેય એકલતા અનુભવો છો. કોઈ સમય સ્થિતિમાં જીવનભરનુ કાર્ય સહયોગનુ માપદંડ સામે આવે છે. કડવા અનુભવ, બીજાનો સ્વાર્થ, મતલબનો પ્રેમ-સ્નેહ જુઓ છો. પરંતુ પછી તમારા કર્મો સાથે જોડાય જાવ છો. બીજાનુ કષ્ટ, ખુદની તકલીફ આગળ વધુ રાખો છો. કોઈ ગુણોને કારણે આંતરિક ક્રોધ, અસંયમ, પશ્ચાતાપ, દબાય જાય છે અને નવા કાર્ય પડકાર, જવાબદારી સ્વીકાર કરો છો. વ્યવ્હારિક અને ભૌતિક ઘરા પર તમારી સ્થિતિ, માનસિકતા શ્રેષ્ઠ રહે છે. વિવેક, ધૈર્ય, સામર્થ્યતાનો ઉપયોગ વધુ શક્ય છે. શનિની સાઢાસાતીનો છેલ્લો પડાવ ચાલુ છે. જે ઓક્ટોબર 2011 સુધી રહેશે. જોકે આનાથી લાભ થશે. વર્ષભર શનિનુ ગોચર ભ્રમણ હિતમાં રહેશે. પરંતુ અનિશ્વિતતાથી નહી રહી શકો. ધારણા-વિચાર સફળતા માટે તર્ક અને ઈમાનદારીથી પ્રયત્ન કરવા પડશે. ગુરૂ મે-11 સુધી આઠમા રહેશે, જે વ્યવ્હારિક દ્રષ્ટિથી કષ્ટપ્રદ રહેશે. આ વર્ષે મુશ્કેલીઓ ઓછી રહેશે, પરંતુ નવી બનશે. વધુ વિશ્વાસ, ભરોસો, બેફિકર થઈને નહી રહી શકો. પરિણામોની ચિંતા, વિચાર કરવાને બદલે મહેનત, પરિશ્રમ, ઈમાનદરી, સહયોગને મહત્વ આપવુ પડશે. વ્યવ્હારિક શ્રેષ્ઠતા સ્વભાવમાં પોતીકાપણું રાખો. તમારી મૂળ કાર્યકુશળતા, ઓળખને બ બદલશો. હિમંત, સાહસ, આત્મવિશ્વાસની કમી નહી રહે. આને જ આધાર બનાવો. બધુ મળીને આ રાશિવાળાઓએ સાવધા તો રહેવુ જ પડશે. સંઘર્ષને અપયશ નથી કહી શકતા. વેપારીઓ માટે આ વર્ષ ઘણા ઉતાર-ચઢાવવાળુ રહેશે. જવાબદારી, જમાનતના કામોથી બચો. સાહસ, લોભ,લાલચ રોકાનમાં સીમિત રાખો. વચનબદ્ધતા રાખવી પડશે. કાયદાના સરકારી કામકાજથી બચો. એકાએક વિકટ પરિણામને સમસ્યા ન બનવા દો. મહિલાઓને થોડી વધુ સક્રિયતા રાખવી પડશે આર્થિક બાબ્તે સાંમજસ્ય રાખવુ પડશે. પારિવારિક સ્થિતિને સાચવવી પડશે. વધુ સ્વાભિમાન, અથવા ખોટી પ્રતિષ્ઠાના પ્રદર્શનથી બચવુ પડશે. પરિશ્રમ, નોકરી, રોજગારમાં સંયમ, શાંતિ-સંતોષથી આગળ વધવુ યોગ્ય રહેશે. જેમા નિયમિતતા રહેશે. નુકશાન પણ ઓછુ થશે. વિદ્યાર્થીઓએ અત્યારથી જ પોતાનો અભ્યાસ નિયમિત યોજના મુજબ બનાવવો જોઈએ. ત્યારે જ ધારેલા પરિણામ અને પ્રતિસ્પર્ઘાત્મક યશ મળશે. ઉદ્દેશ્ય લક્ષ્યને મેળવી શકશો. આ વર્ષે ચંચળતા વધશે. ફક્ત વિશ્વાસ, ભરોસો કે આળસમાં સમય પસાર ન થાય તેનુ ધ્યાન રાખો. અંત સારો તો બધુ સારુ. શિવજી અને હનુમાનજીની આરાધના કરો. માતા-પિતા, વડીલોના નિયમિત આશીર્વાદ લ ઓ. જો સાત્વિકત રાખશો તો ગ્રહોની કૃપા પણ બરાબર કામ કરશે.

કન્યા : પ.ઠ.ણ. (સ્વામી-બુધ)

આ રાશિવાળાનો સ્વભાવમાં ગંભીરતા, આંતરિક સંકોચ પરંતુ સ્પષ્ટવાદિતા રહે છે. એકવાર કોકી કાર્યને જે રીતે શરૂ કરે છે, એ જ ઉદ્દેશ્યથી તેને પૂરો કરે છે. વ્યવ્હારિક રૂપે બીજા તમારાથી ઈર્ષા અને શંકા રાખે છે. જે કારણે તેમનો પોતાનો વિચાર વ્યવ્હાર બને છે, જે ઘણીવાર આ રાશિવાળાઓને ચિંતિત રાખે છે. છતા પણ તેમાંથી તમે તરત જ નીકળી જાવ છો સ્વભિમાન, સ્વાવલંબન, વિચારોની પ્રખરતા, જ્ઞનમ મુદ્દા, વિચાર-ધારના ખૂબ સ્પષ્ટ રાખો છો. ઘણી બાબતોમાં આ સ્વભાવ, વિચારોના જીવનમાં પ્રતિષ્ઠા-આદર્શ બની જાય છે, જેને મહત્વ આપવુ પડે છે. સહયોગ, કાર્યક્ષેત્રનો વિસ્તાર સારી રીતે કરી શકો છો. ભાવનાઓને દર્શાવી નથી શકતા. માનસિકતામાં મોટાભાગે તણાવ, ક્રોધ, ચિડચિડાપણું રાખો છો. સ્વાભિમાનને મહત્વ આપો છો. અનુભવોની સ્થિતિ અનુરૂપ પ્રાથમિકતા રહે છે. સમય-વ્યવ્હાર, સ્થિતિ-ત્યાગ, આદર્શથી વધુ પ્રસંગને માન આપો છો. સ્વભાવમાં સાધારણ ચતુરાઈ, બીજાના ભલુ-ખરાબ જેવી વાતોમાં ન ઈચ્છવા છતા પડી જાવ છો. ખુદની સમસ્યા, ચિંતા સ્થિતિમા બીજાનુ માર્ગદર્શન-સહયોગ નથી મળતો. વધુ મહેનત, પરિશ્રમ, સતર્કતા છતા સમય પર લાભથી વંચિત રહો છો. ત્વરિત નિર્ણય લો છો. આ વર્ષે શનિનો દ્વિતીય ભાગ (મધ્ય)સાડાસાતીનો ચાલી રહ્યો છે, જે આખુ વર્ષ રહેશે. ખુદની ચિંતા રાખવી પડશે. આર્થિક, શારીરિક, માનસિક કોઈપણ રીતે લાપરવાહ નહી રહો. નોકરીમાં અધિકારપદ, કાયદાપૂર્વક જવાબદારી ભજવવી પડશે. ગ્રહોના વિપરીત ક્યારેય લાંબા સમય સુધી નુકશાન, પરિણામકારક રહી શકશે. તેથી સચેતતાથી રહેવુ હિતમાં રહેશે. પારિવારિક, કૌટુબિક અથવા વૈવાહિક મતભેદને વધુ તૂલ ન આપો. સંતાન પક્ષ તેમની પ્રગતિ, વિચારોને મહત્વ આપો. આર્થિક બાબતે કર્જ, ગિરવી, લાભ, લોભ, વિશ્વાસના જોઈએ તેવા પરિણામ નહી આવે. વિદ્યાર્થી આ વર્ષે કોઈની લાલચમાં ન આવે. જે શક્ય હોય તે દિશામાં જ આગળ વધો. પરિશ્રમ, મહેનત, સફળતાને માટે શાંતિ-સંયમ સ્વભાવમાં રાખો. યશ બરાબર મળશે. પ્રતિસ્પર્ઘાની સ્થિતિ પક્ષમાં રહેશે. અન્ય ક્ષેત્રોમાં પણ ધ્યાન આપો. ગુપ્તતા રાખવી પડશે. વ્યવ્હારિક યશ મળતો રહેશે. નવુ કામકાજ, ચર્ચા, તક, ધારણાને બળ મળશે. અધીનસ્થોને સમય સ્થિતિ મુજબ મહત્વ આપવુ જ લાભપ્રદ માનવુ પડશે. સ્ત્રીઓએ આ વર્ષે ખૂબ જવાબદારીથી અને સહજતાથી રહેવુ પડશે. ઘર-પરિવારની સ્થિતિ-પ્રતિષ્ઠાને મહત્વ આપો. નોકરી-રોજગારથી કમોવેશ વધુ સફળત, લાભ સાર્થકતા ઓછી રહેશે. પક્ષપાતપૂર્ણ વાત રહેશે. છતા પણ તેને શાંતિથી જ લો. શ્રી ગણેશજી તેમજ વિષ્ણુની આરાધના, પૂજા સેવા કરો. ઘાર્મિક વૃક્ષોની પૂજા કરો. વસ્ત્રદાન અથવા પાત્રદાનથી પણ રાહત નિયમિત કરતા રહેવાથી મળશે.

તુલા : ર.ત. (સ્વામી-શુક્ર)

રાશિ મુજબ નિરંતર ન્યાયસંગત, ચોખ્ખી તેજસ્વીતા બની રહેશે. સ્વભાવમાં વિનમ્રતા રહે છે. તર્કસંગત નિર્ણય વિચાર રહે છે. ક્રોધ, ચિડાચિડાપણુ આદિથી દૂર રહો છો ક્રોધની સ્થિતિમાં શાંતિ પણ એ જ અનુરૂપ રાખી શકો છો. નૈસર્ગિક વાતાવરણ, મનોરંજન, કલાત્મકતા, બીજાના ગુણોની મહત્તા પણ રહે છે. કાર્ય પ્રત્યે ઈમાનદારી, લગન બનાવી રાખો છો. તમારા પ્રત્યે ઈર્ષા અને ખોટા વિચાર, ધારણા બીજાને જલ્દી આવી જાય છે. વાતાવરણનુ તાત્કાલિક શારીરિક માનસિક પ્રભાવ પડે છે. સમય પહેલા વધુ વિચારવુ અથવા ખોટો સમય ગુમાવવો સારો નથી લાગતો. ઘણા પરિશ્રમ-મહેનત કઠોરતા અને કુલ મળીને તકલીફોથી આગળ આવે છે. મોટાભાગના બીજા પ્રત્યે લગાવ, સહાનુભૂતિ રાખે છે. ફળની અથવા વ્યવ્હાર-લાભ, સારા-ખરાબની આશા નથી કરતા. પરિવાર, સમાજ, મિત્રમાં એક જેવો મિજાજ રહે છે. ઘર પરિવારમાં વિવાદ, મતભેદના કારણ પણ અહી બને છે. મોટાભાગે વિપરિત અને કડવા અનુભવો છતા વ્યવ્હારમાં પરિવર્તન નથી આવતુ. પશ્વાતાપ, ચિંતા, પરેશાની સહન કરશો. પરંતુ બીજાને પોતાની સ્થિતિની તકલીફ નહી બતાવવા માંગો. બધુ પોતાની પર લઈ લો છો. સ્વભવમાં પરિવર્તન, સ્થિતિ મુજબ નિર્ણય પરિવર્તનની જરૂરને સમજવી પડશે. સ્વાલંબી, સ્વાભિમાન, દરેક જગ્યાએ ઉપયોગી સાબિત નથી થતા. દક્ષતા રાખો છો. તમે ખુદનો આત્મવિશ્વાસ, પરિશ્રમ જ સૌથી મોટી જીવનની ઉપલબ્ધિ માનો છો. આ વર્ષે સાઢાસાતીની શરૂઆત વર્ષભર રહેશે. શનિ બારમા સ્થાને રહેશે. થોડી ચિંતા રહેશે. આ વર્ષે ખૂબ સાવચેતી અને સતર્કતા રાખવી પડશે. તણાવ, અવરોધ ઓછા નહી થાય. ફક્ત મહેનત,અને યોજનાઓનુ અમલીકરણ કરી શકશો. કોર્ટ-કચેરીમાં ગૂંચવાશો. વધુ જવાબદારીઓ રહેશે. તમારી શાખને જાળવી રાખજો. માનસિક પશ્ચાતાપ થશે. વિરોધીઓ અને શત્રુઓને તક ન આપો. પારિવારિક મતભેદોનુ જોર વધશે. વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. પ્રોપર્ટી, ભાગલા, ભાગીદારીમાં નુકશાન થશે. આવક મળવાના ભરોસે કર્જ, લેવડ-દેવડ, કોઈ કાગજી કામકાજ ન કરશો. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અનુકૂળ નથી. પોતાના ઉદ્દેશ્ય, કેરિયર અને વિષયોની કમજોરી અથવા પ્રતિસ્પર્ઘા, લક્ષ્ય પ્રાપ્તિ માટે મહેનત કરવી પડશે. આળસુ ન બનશો. કોઈપણ પ્રકારની ભાવુકતા, વિશ્વાસ અથવા સમય પર બધુ કરી લેશો એવા વિશ્વાસમાં ન રહો. નુકશાન થશે. મહિલાઓ માટે આ વર્ષ સંઘર્ષવાળુ રહેશે. બધી બાબતોમાં સમજદારી, જવાબદારી રાખવી પડશે. ખર્ચ, લેવડ-દેવડ, ખરીદીનો શોખ, મોજ-મસ્તીમાં બચત કરવી પડશે. ખોટા કર્જ ભૌતિક સુખો પ્રતિ ઓછો મોહ યોગ્ય રહેશે. કામકાજ પછી થવુ અને પક્ષઘર સુખદ હોવુ સારુ રહેશે. રોકાણ સીમિત રાખો. બજેટ કરતા વધુ ખર્ચ, લેવડ-દેવડ, રોકાણ-લોભથી બચો. શ્રી શક્તિ દેવી, શંકરજીની આરાધના, પૂજા કરવી હિતમાં રહેશે. અન્નદાન અથવા નિશક્ત લોકોની સંસ્થામા દાન-પુણ્ય કરવુ સાર્થક રહેશે. હનુમાનજી, શનિનુ વ્રત, જાપ કરવુ પણ સંતોષકારક રહી શકશે.

વૃશ્ચિક : ન.ય. (સ્વામી-મંગળ)

જીવનની મોટાભાગની સ્થિતિમાં આ રાશિવાળાઓને તકલીફ પોતાના સ્વભાવથી જ થાય છે. ભલે સ્પષ્ટતા, પ્રામાણિકતા, નિર્ભયતા રાખતા હોય. નજીકના સગા સંબંધી કે સામાન્ય વ્યક્તિ તમારાથી સહજતા નથી રાખતુ. રાશિનો સ્વામી મંગળ છે. કઠોરતાથી પરિશ્રમથી જ કામકાજ થાય છે. હંમેશા જાગૃત રહો છો. કોઈને કોઈ કાર્યમાં લાગ્યા રહેવુ તમરી વિશેષતા છે. જીદ રાખો છો. તમારી વાત, નિર્ણય પર અડગ રહો છો. બીજા તમને એકદમ સમજી નથી શકતા. ત્વરિત વિચારથી ધારણા બનાવી લો છો. બેજાની દખલગીરી પણ સારી નથી લાગતી. સ્વાવલંબન અને સ્વાભિમાની તર્ક રહે છે. આમ તો પ્રેમ દયા, મમતા પણ બની રહે છે. આ રાશિવાળાઓએ કોઈને પણ સારુ ન માનવુ જોઈએ અને કોઈને પણ મહત્વ ન આપો. દેખીતુ પ્રદર્શન શક્ય નથી હોતુ કોઈપણ ઉદ્દેશ્ય ધ્યેય બનેલ રહે છે. જવાબદારીઓનુ વહન કરવાનુ હોય છે. સહયોગની કમી રહે છે. પારિવારિક વાસ્તવિક સુખ શાંતિ, મર્યાદાનો અભાવ, ચિંતા રહે છે. માનસિક ચંચળતા, ક્રોધ અને અધિકારવશ કાર્યમાં સમર્પણ રાખો છો. ખુદનો ઉદ્દેશ્ય, લક્ષ્ય ગુપ્ત રાખો છો. આ વર્ષે વિદ્યાર્થીઓને સફળતા, અવસર, સ્થિતિમાં પક્ષધર બનશે. તમારા ઉદ્દેશ્ય, લક્ષ્ય પ્રત્યે સજગ અને સમર્પિત ભાવથી પરિશ્રમ કરો. વિશેષ યોગ્યતા, દક્ષતા પણ શક્ય રહેહ્સે. અન્ય ક્ષેત્રમાં વિશેષતા મેળવી શકશો. બધા વિષયો, રૂચિમાં ધ્યાન આપો. મહિલાઓ માટે આ વર્ષ ઉત્તમ. પારિવારિક જીવનને સહજતાથી આગળ લાવી શકશો. પોતાની ઈચ્છા, ઉદ્દેશ્ય અને શાંતિ સ્થાયિત્વની પૂર્તિ થશે. જવાબદારી નિભાવી શકશો. આનંદ, ઉત્સાહની અનૂભૂતિ થશે. નોકરી, રોજગરમાં પદ-સહયોગ,પ્રતિષ્ઠા વધશે. જાતિગત, સામાજિક યોગ, અનુભવ સંતોષદાયક રહેશે. વેપારીઓ માટે આ વર્ષ સારુ રહેશે. પ્રગતિ, સફળતાનો લાભ વિશેષ મળશે. ભાગીદારીના કામોમાં સફળતા મળશે. વ્યવસાયનો વિસ્તાર કરી શકશો. દુકાન-સ્થાનની સમસ્યા ઉકેલાશે. શનિ મહારાજ અગિયારમાં લાભમાં રહેશે. બધી દ્રષ્ટિએ લાભમાં રહેશો. મહેનત પરિશ્રમનુ ફળ મળશે. નિરાશાનુ વાતાવરણ નહી રહે. પ્રવાસ, યાત્રા, વૈદેશિક યોગ બનશે. જૂની ઈચ્છા, આંકાક્ષાઓની પૂર્તિ થશે. જન્મ કુંડળીન અન્ય યોગ જ વર્ષની આરાધના, પૂજા શ્રેષ્ઠ રહેશે. તળેલી વસ્તુઓનુ દાન યોગ્ય રહેશે. હવન સંકલ્પથી પૂજા લાભપ્રદ રહેશે. મંત્ર-તંત્રથી પણ પ્રગતિ, સંતોષ, સમાધાન મળશે.

ધનુ : ભ.ધ.ઢ.ફ. (સ્વામી-ગુરુ)

તમારી રાશિનો સ્વામી ગુરૂ છે. વાસ્તવમાં જીવનની સ્વભાવગત વિશેષતાઓ જ્ઞાન, આદર, સંયમ, ગુરૂથી જ પ્રાપ્ત થાય છે. વૈચારિક સજાગતા, ઉત્તમ ભાવનાઓનુ સ્થાન જુદુ જ રહે છે. આ રાશિવાલા સંયમ, શાંતિ, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા, કાર્યદક્ષતાને મહત્વ આપે છે. ત્યાગ અને એકાગ્રતાની સ્થિતિઓ બનાવે છે. વિચારોમાં પરિવર્તન પણ ત્વરિત આવે છે. નિયમિતતા સમન્યવથી કાર્ય કરે છે. પોતાને વાત, યોજના, કાર્યના બીજાને સહજતાથી જાણ નથી થતી. ગુપ્તતા, ધૂર્તતા, ઉંડાણથી વિચાર છે. અમલીકરણ, ગતિશીલતામાં વિશ્વાસ રહે છે. વિચારોની ગંભીર્તા લાંબા સમય સુધી એક જેવી રહે છે. અંદરથી ગુસ્સો અધિક હોય છે. જેમા માનસિક અશાંતિ, પશ્ચાતાપ રહે છે. ઘણી બાબતોમાં સારા-ખરાબનુ પરિણામ જાણ થાય છે. આમ તો એકદમથી હાર નથી માનતા. સંઘર્ષ, વિપત્તિમાં એકદમ વિચલિત નથી થતા. સહજતા અને હિમંત, સાહસથી આગળ વધે છે. પારિવારિક પરિશાનીઓ, ચિંતા, ભાવુકતા અધિક રહે છે. સ્વતંત્રતા ન્યાયસંગત, કાર્ય તર્કસંગત નિર્ણય પસંદ કરે ક હ્હે. પોતાની પર એ માટે આત્મવિશ્વાસ પણ કાયમ રહે છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે.સંતાનસુખમાં વધારો થાય. વડીલોનું માર્ગદર્શન મળી રહેશે.જીવનમાં ન ધારેલી સફળતા મળતી જણાય. શરીરસુખ સારું રહેશે. વેપારમાં ફાયદો.આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થઇ જશે. છુપા દુશ્મનોથી સંભાળવું.ઇચ્છિત કાર્યોમાં સફળતા મળશે. આપના ઉધાર લીધેલા નાણાકીય ટેન્શન રહ્યાં કરશે. લક્ષ્મીયોગ ખૂબ જ સારો થશે, પરંતુ આવક કરતાં જાવક વધે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે શરૂઆતથી જ ખૂબ જ સારું રહેશે. આપને શરૂઆતના સમયમાં શ્રમ પડ્યો કરશે. મિત્રોથી, સ્ત્રીમિત્રોથી લાભ મળશે. સ્વયંના વિચાર, પરિશ્રમ ઉપયોગી રહેશે. વિશ્વાસ ભરોસે ન રહો. અધીનસ્થોથી સતર્કતા રાખો. બેજવાબદારીમાં વિશ્વાસઘાત અને મોટુ નુકસાન સંભવ છે. નવી કાર્યયોજના, ભાગીદારીમાં યશ મળશે. સ્થાન-દુકાનમાં પણ લાભ અથવા સ્વયંની માલિકી થશે. શ્રેષ્ઠ સહયોગ, સંપર્ક-ઓર્ડર મળશે. આવક, લાભ, ધારણા-રોકાણ ઉચિત રહેશે. સ્વભાવમાં પરિશ્રમ વધારવો પડશે. નોકરીમાં ઉન્નતિ થશે. પદોન્નતિ, સ્થાનાંતરણ થશેવિદ્યાર્થીબંધુની એકાગ્રતા, ધ્યાન, મનન, ચિંતનમાં વધારો. આ વર્ષમાં કોઇ મોટી બીમારી ન આવે તેનું ધ્યાન રાખવું. સ્ત્રીઓ માટે ખૂબ જ લાભદાયી રહેશે. આપને નોકરી-વેપારમાં ખૂબ જ સફળતા મળી શકે છે. રોકાયેલાં નાણાં પરત મળી શકે છે. શિવજી હનુમાનજીની પૂજા-આરાધના કરો. તમારા ઈષ્ટ ગુરૂની કૃપામાં રહો. અપંગ, માનસિક, શારીરિક દુર્બલ લોકોને મદદ કરવી યોગ્ય રહેશે. વર્ષના ઉત્તરાર્ઘમાં સેવા-પૂજન, મદદ, દાન અધિક જરૂરી રહેશે.
મકર : ખ.જ. (સ્વામી-શનિ)

તમારી રાશિનો સ્વામી શનિ છે, જે કર્મપ્રધાન રાશિ છે. કર્મ તો જીવનનો આધાર છે. નિરંતર વિચાર, ચંચલતા, કાર્ય કરવાની શક્તિ, બધા કર્મ સાથે જોડાયેલા છે. કર્મનો આધાર જ વિચાર છે. સ્થાયિત્વ અને સ્થાયી નિર્ણયોની માન્યતા રાખો છો. જે પણ કામમાં હાથ નાખો છો તેને પૂર્ણ કરવી, લગન અને મહેનતથી તેમા લાગ્યા રહો છો. મહેનત પરિશ્રમ સંઘર્ષ, સાવધાએને, દક્ષતા, ભય, પરાશ્રમ કરવા પર પણ જે સફળતા મળે છે તેનો શ્રેય નથી મળતો. બીજાના વ્યવ્હાર ઠીક નહી મળતો જેનો અફસોસ રહે છે. તમારા કાર્ય પ્રત્યે નિર્ણય મૂલ્યાંકન યોગ્ય હોય છે. તેને પણ સંતોષ સમાધાન માનો છો. સ્વયં કષ્ટ સહન કરીને બીજાને મદદ કરો છો. વ્યવ્હારિક અનુભવોની કમી નથી રહેતી. સિદ્ધાંત અને નીતિથી ચાલો છો. સહનશીલ પ્રવિત્તિ વધારો છો. બીજાને પોતાના દુ:ખમાં ભાગીદાર નથી બનાવતા. સમય પર જ વિચારમાં જ તક નીકળી જાય છે. નિયમિતતા, વચનથી શત્રુ પણ કમજોર થઈ જાય છે. સમાજની રૂઢિયોથી વિપરિત પણ રહો છો. મનન-ચિંતન બનેલ રહે છે. આશાવદની સાથે વ્યવ્હાર, કર્તવ્યોને પ્રાથમિકતા આપો છો. આ વર્ષ શનિ નવા ગોચરથી ભાગ્ય સ્થાન પર બન્યા રહેશે. જે ઘણા અનુકૂલ રહેશે. સમય શુભ ફળદાયી બની રહેશે. આર્થિક પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્યની કાળજી રાખવી.નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. વેપાર ક્ષેત્રે પ્રગતિદાયક સમય. ધાર્મિક કાર્યોમાં રુચિ વધતી જણાશે.મુશ્કેલીઓનો અંત આવતો જણાશે.સામાજિક જવાબદારીમાં વધારો થશે.વેપાર, નોકરીમાં સમય પ્રગતિદાયક. વિદેશ પ્રવાસની શક્યતા.આકસ્મિક ધનલાભ થઇ શકે છે. મુશ્કેલીઓનો સામનો થઇ શકે. ઇચ્છિત કાર્ય પૂર્ણ થતાં જણાશે. આવકના સ્ત્રોતમાં વધારો થતો જણાશે, પરિણામે આવક વધશે. મહિલાઓ માટે વર્ષ ઉત્તમ, તમારા કાર્ય ક્ષેત્ર, જાતિ સમાજ, પરિવારમાં સફળતા સંતોષ રહેશે. નોકરી, રોજગાર, વ્યવસાયના સ્થાન પર પણ પ્રતિષ્ઠા સન્માન વધશે. તમારા ગુણો, સ્વભાવ, કામકાજ, કર્તવ્યોને ઈચ્છા રહેશે. આર્થિક પક્ષ, ખરીદી, બચત, રોકાણ, વિચાર-ઈચ્છા અનુરૂપ શક્ય બનશે. વિદ્યાર્થીઓની વાત કાર્ય ટાળવાથી દૂર રહેશો તો સફળતા મળશે. તમે પ્રયત્ન પરિશ્રમ તો કરો, સમય યોગ બરાબર તમને યશ સહયોગ આપશે. તમારી જાતને સાબિત કરી શકશો. પ્રશંસા, પ્રતિષ્ઠાના પાત્ર બનશો. ખોટી ધારણા, સંબંધ, મિત્રોથી બચવુ પડશે. વર્ષના ગ્રહ થોડી ભૂલો પણ કરાવશે. જેનાથી લાંબો નફો-નુકશાન થવાની શક્યતા છે. સચેત રહો. હનુમાનજી, શિવજીની સેવા-પૂજા કરો. મંત્ર જાપ એકાગ્રતાથી કરો. પાલતૂ જાનવરોને તેમનો ખોરાક આપો. જળચર જીવ-જંતુઓને તેમનો ખોરાક આપવો યોગ્ય રહેશે.

કુંભ : ગ.શ.સ. (સ્વામી-શનિ)

શનિ પ્રધાન રાશિ. સાહસી અને સ્પષ્ટવાદી રહો છો. સ્વભાવમાં તર્ક-વિતર્કતા, આંતરિક ક્રોધ, સ્વાવલંબન રહે છે. શાંતિ, સમજદારી ઉતાવળ કર્યા વગર કાર્ય કરવામાં વિશ્વાસ રાખો છો. જે કારણે પ્રતિસ્પર્ઘાત્મક સ્થિતિઓમાં ખેંચતાણ રહે છે. બીજાની પરવા નથી કરતા. સંઘર્ષ, જવાબદારીથી નથી ગભરાતા. બુધ્ધિમત્તા, આત્મ અનુશાસન રહે છે. કામકાજ વ્યક્તિનો નિર્ણય બીજાને સમજી શકવા સહેલા હોય છે. જેટલો પ્રભાવ, સન્માન, પ્રતિષ્ઠા બહાર મળે છે, તેટલો જ ઘર-પરિવારમાં નથી મળતો. ચિંતનની એકાગ્રતા, લગન અને કાર્યદક્ષતા પર ધ્યાન રહે છે. ગુણોના મુજબ સ્વભાવમાં કેટલા અવગુણ પણ બની જાય છે. જીવનમાં એક ને એક કષ્ટ, ચિંતા બની રહે છે. ઈચ્છાશક્તિ, સ્વાભિમાન, નિડરતાથી સફળતા મળે છે. આમ પણ કર્મ, પરિશ્રમ, પ્રયાસમાં જ વિશ્વાસ રહે છે. આડંબર પસંદ નથી કરતા. વ્યર્થના તામઝામ, વાત, પ્રચાર-પ્રસાર નથી માનતા કે ખુદને દૂર રાખો છો. પરિશ્રમ. પ્રયાસમાં કમી નથી કરતા. કામકાજના યશ અપયશ, સારા-ખરાબ પરિણામોની ચિંતા નથી રહેતી. કોઈપણ સ્થિતિમાં પાછળ હટવુ સારુ નથી લાગતુ. નિરાશા, પશ્ચાતાપ. ઓછો રહે છે. ભાવુકતા, પ્રેમ, સ્નેહ એકદમ નથી બનતો. તમને ઘણીવાર સુખ, દુ:ખના પરિણામોને લાંબા સમય સુધી સહન કરવા પડે છે. ગંભીરતાથી બોલવા પર બીજાને દસ વાર વિચાર પડે છે. વાત, કાર્યમાં ગંભીરતા અને પરિશ્રમ દેખાય છે. ગુરૂના બીજા સ્થાનથી શુભ ભ્રમણ આપશે. મે 2011થી ગુરૂ ત્રીજા સ્થાન પર રહેશે. એ પણ ખૂબ સહાયક અને પ્રગતિવર્ઘક રહેશે. રાહુનો અગિયારમો લાભ સ્થાનથી ભ્રમણ પણ અનુકૂળ રહેશે. મે થી રાહુ પણ દસમાં રાજ્ય ગોચરમાં રહેશે. આ વર્ષમાં આ રાશિવાળાઓને ચિંતા, સંઘર્ષની સ્થિતિ ઓછી રહેશે. નવું વર્ષ આપના માટે ખૂબ જ લાભદાયી-સુખદાયી અને ધનદાયી સાબિત થશે. સ્થાવર મિલકતમાં વધારો થશે. મુશ્કેલીઓ દૂર થતી જણાશે. ધારેલાં કાર્યોમાં સફળતા મળશે. વેપાર કે નોકરીમાં પ્રગતિદાયક સમય રહે. આરોગ્યની કાળજી રાખવી પડશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પણ સફળતા મળશે. દાંપત્યજીવન ખૂબ જ સુખમય રહેશે. નાની-મોટી વિદેશયાત્રાઓનો યોગ પણ રહેલો છે. મહિલાઓ માટે આગામી સમય આપના માટે ખૂબ જ લાભદાયી છે. ધનયોગ મધ્યમ રહેશે. આપને નોકરી-વેપારમાં ખૂબ જ સારો ફાયદો મળશે. તબિયતમાં સાંધાની, વાળની, ચામડીનાં, કમરનાં દર્દ થાય. પેટના ઓપરેશન આવશે. વિદ્યાર્થી માટે આગામી સમય આપના માટે ખૂબ જ સારો છે, પરંતુ આપના મિત્રો કે સ્ત્રીમિત્રોથી દગો કે ફટકો ન મળે તેની ખાસ તકેદારી રાખવી પડશે. આગામી સમયમાં આપને શારીરિક મુશ્કેલી આવશે નહીં. હનુમાનજી, શનિદેવની આરાધના કરો. વિષ્ણુ પૂજા, દર્શન-અર્ચના લાભદાયક રહેશે. વડીલોના નિયમિત આશીર્વાદ સહાયક રહેશે.

મીન : દ.ચ.ઝ.થ. (સ્વામી-ગુરુ)

તમારા રાશિનો સ્વામી ગુરૂ છે. સામાન્ય શાંતિ, સહિષ્ણુતા, ગંભીરતા રહે છે. કામકાજ-જવાબદારી પ્રત્યે સજાગતા રહે છે. નિયમિતતાવાળુ જીવન ઉપયોગી અને યોગ્ય માને છે. શંકા, તર્ક-વિતર્કતાથી તમારા નિર્ણયોમાં પરેશાની હોય છે. કોઈપણ પ્રકારના સ્થાયિત્વ નથી મળતુ, ખૂબ પ્રયાસ પરિશ્રમ અને ભાગદોડ કરવી પડે છે. આવેશ, ક્રોધ, ચિડચિડાપણું વધે છે. બીજા અથવા પરિવાર પ્રત્યે જવાબદારી રાખો છો. છતા તેનો સમય પર સહયોગ નથી મળતો, બહારી સ્થિતિઓમાં વિરોધ, શત્રુતા, ઈર્ષા, બીજા બરાબર રાખે છે. ચિંતન, મનન, વિશ્વાસ, સાહસ-ત્યાગની સ્થિતિઓને સાચવો છો. ક્રોધ અથવા કોઈ વાતનુ ખોટું લાગતા કામકાજને પરિણામ વિચાર્યા વગર વચ્ચે જ છોડી દો છો. વાસ્તવમાં પ્રેમ, ધર્મ, ધ્યાન, દર્શનથી ફરી સામાન્ય થઈ જાય છે. બીજા તમારા પર ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધા રાખે છે. પરંતુ સમય આવતા સુધી તેઓ બતાવી નથી શકતા. યોગ્યતા, અનુભવ, જ્ઞાનથી જીવનમાં દરેક સ્થિતિમાં પ્રગતિ કરી શકો છો. તમારી રાશિનો સ્વામી ગુરૂ છે જે વિનમ્રતા, ઈમાનદારી, વિદ્ધતા અને શાંતિના ગુણોથી પૂર્ણ છે. ગુરૂના ભૌતિક સુખો સાથે કોઈ સંબંધ નથી. તેનો સંબંધ, શાંતિ ઉન્નતિ અને ઉદ્દેશ્ય, ધ્યેયપૂર્ણ જીવન છે. આ કારણે ખુદની ઉન્નતિની કામના રહે છે. કોઈના પર આશ્રિત કે આધીન રહેવુ પસંદ નથી કરતા. આડંબર, પ્રદર્શનથી દૂર રહો છો. આ વર્ષ ગુરૂ તમરી રાશિ પર ભ્રમણ કરશે. મે 11થી બીજા સ્થાન પર રહેશે. સારા પરિણામ, સ્થિતિની આશા કરી શકો છો. શનિનો વર્ષના અંત સુધી સાતમા સ્થાન પર ગોચર બન્યો રહેશે, જે સામાન્ય રહેશે. રાહુના દસમા રાજ્યમાં હોવુ અનુકૂળ છે. મે થી નવમા ભાગ્યમાં રહેશે. આ વર્ષ આપના માટે ખૂબ જ ફાયદાકારક છે, જે નોકરી કે વેપાર માટે ખૂબ જ પ્રગતિદાયક સાબિત થશે. વર્ષના શરૂઆતના સમયમાં નોકરી કે વેપારમાં ખૂબ જ મોટી વૃદ્ધિ થાય તેવા યોગ છે. તમારા આત્મવિશ્વાસમાં સારો એવો વધારો થશે. નોકરીમાં બદલી-બઢતી થતી જોવા મળશે. ૧૨-૧-૨૦૧૧ના પછી ધારેલી સફળતા મળવા લાગશે. આપના હિતશત્રુઓ કાંઇ પણ કરી નહીં શકે. હા, આપની પ્રગતિ અવરોધવાના પ્રયત્નો કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે આગામી સમય તમને સહનશક્તિ, ધીરજ અને આત્મવિશ્વાસમાં વધારો કરી જશે. માત્ર તમારે તમારા મિત્રોને ઓળખવા પડશે. ઘમંડી કે અભિમાની બનવું નહીં, સમયની કિંમત કરવી પડશે. માતા-પિતા કે વડીલોથી સહકાર મળશે સ્ત્રીઓ માટે આગામી સમય ખૂબ જ લાભદાયી-સુખદાયી સાબિત થશે. આગામી સમયમાં તબિયત જ બગડી શકે છે. કુટુંબમાં સારો પ્રેમ મળી શકશે. આપના મિત્રોથી, સંતાનોથી સારો ફાયદો મળી શકશે. આ વર્ષમાં ઓછી મહેનતે સારી સફળતા મળશે. શિવજી વિષ્ણુજીની આરાધના કરો. તમારા ગુરૂ સેવા-સત્સંગ અને અધ્યાત્મ દર્શનથી લાભ થશે. પાણીમાં રહેતા જીવ-જંતુઓને તેનો ખોરાક આપો. વિવિધ ધાર્મિક વૃક્ષોની પૂજા નિયમિત કરવી હિતમાં રહેશે.