શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2012
Written By વેબ દુનિયા|

સર્વગ્રહની શાંતિ માટે ગણેશજીની ઉપાસના

P.R
ગજાનનજીને જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ સાથે સાંકળવામાં આવે છે. . તેમની ઉપાસના નવગ્રહોને શાંત કરનારી શાંતિકારક અને વ્યક્તિને સાંસારિક અને આધ્યાત્મિક બંને રીતે લાભ આપનારી છે.

અઘર્વશીર્ષમાં તેમને સૂર્ય અને ચંદ્રના રૂપમાં સંબોધિત કરવામાં આવે છે. સૂર્યથી વધુ તેજસ્વી પ્રથમ વંદનદેવ છે. તેમની શક્તિ ચંદ્રમાંના સદ્રશ્ય શીતળ હોવાથી અને તેમની શાંતિપૂર્ણ પ્રકૃતિના ગુણ શશિ દ્વારા ગ્રહણ કરીને પોતાની સ્થાપના કરવાથી વક્રતુંડમાં ચંદ્રમાં પણ સમાહિત છે.

પૃથ્વી પુત્ર મંગળમાં ઉસ્તાહનું સર્જન એકદંત દ્વારા જ કરવામાં આવ્યુ છે

બૃદ્ધિ, વિવેકના દેવતા હોવાને કારણે બુધ ગ્રહના અધિપતિ તો તેઓ છે જ, જગતનું મંગલ કરવા, સાઘકને નિર્વિઘ્નતા પૂર્ણ કાર્ય સ્થિતિ પ્રદાન કરવામાં, વિધ્નરાજ હોવાથી ગુરૂ પણ તેમની ઉપાસનાથી તૃષ્ટ થાય છે.

ઘન, પુત્ર, એશ્વર્યના સ્વામી ગણેશજી છે. જ્યારે કે આ ક્ષેત્રોના ગ્રહ શુક્ર છે. આ તથ્યથી તમે પણ એ જાણી શકો છો કે શુક્રમાં શક્તિના સંચાલક આર્દિદેવ છે.

P.R
ઘાતુઓ અને ન્યાયના દેવ હંમેશા કષ્ટ અને વિઘ્નથી સાધકની રક્ષા કરે છે, તેથી શનિ ગ્રહ સાથે તેમનો સીધો સંબંધ છે.

ગણેશજીના જન્મમાં પણ બે શરીરનો મિલાપ (પુરૂષ અને હાથી)થયો છે.

આ જ રીતે રાહુ-કેતુની સ્થિતિમાં પણ આ સ્થિતિ વિપરિત પરિસ્થિતિમાં છે. અર્થાત ગણપતિમાં બે શરીર અને રાહુ-કેતુના એક શરીરના બે ભાગ છે.