મંગળવાર, 5 ઑગસ્ટ 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

શ્રીમંત થવાનો અને પૈસો ટકાવી રાખવાનો સરળ ઉપાય

જ્યોતિષ 2013
P.R
શ્રીમંત થવાની ઈચ્છા દરેકની હોય છે. પણ ઘણીવાર એવુ બને છે કે ઘણા પ્રયત્નો કરવા છતા પૈસો મળતો નથી. મહેનત કરીને પણ તેના જેટલો પૈસો મળતો નથી એ આજે અનેક લોકોની સમસ્યા છે.

કેટલાય લોકો આવ સમયે એવુ વિચારે છે કે નસીબમાં પૈસો જ નથી. આવત વધી કે અચાનક મોટા ખર્ચા આવીને ઉભા થઈ જાય છે. અને આવેલા પૈસા ક્ષણવારમાં નીકળી જાય છે. આ માટે અમે તમને અહી ઉપાય બતાવીએ છીએ જેનાથી તમારી પાસે પૈસો આવશે પણ અને ટકશે પણ.

સવારે વહેલા ઉઠીને નિત્યકામથી પરવારીને ઘઉંના લોટની 108 નાની ગોળીઓ બનાવો. આ ગોળીઓ બનાવતી વખતે 'ૐ લક્ષ્મી લક્ષ્માયે નમ:' આ મંત્ર બોલતા રહેજો. ગોળીઓ બની ગયા પછી તેને એકાદ નદીમાં કે પછી એવા તળાવમાં જ્યા માછળીઓ હોય તેમને ખાવા માટે નાખી દો. આવુ રોજ કરવાથી જલ્દી તમારી આર્થિક પરિસ્થિતિમાં તમને સુધાર જોવા મળશે.