1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2014
Written By વેબ દુનિયા|

હિન્દુ પંચાંગ પ્રમાણે આ વર્ષે નવ મહિના લગ્નની મોસમ છે

P.R
રાજકીય, આર્થિક કે અન્ય કોઈ મોરચે ર૦૧૪નું નવું કેલેન્ડર વર્ષ ભલે ગમે તેવું બને પરંતુ લગ્નવાંચ્છુઓ તથા ગોરમહારાજ અને લગ્નના આયોજનો ગોઠવનારા વેડિંગ પ્લાનરો માટે તો નવું વર્ષ ટનાટન બને તેમ છે. ર૦૧૪ના વર્ષમાં ભરચક્ક લગ્નગાળો છે. ૧રમાંથી ૯ મહિનામાં લગ્નના મુહૂર્તો છે. હિન્દુ પંચાંગ પ્રમાણે નવા વર્ષમાં ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓકટોબર એમ ત્રણ મહિનાને બાદ કરતા તમામ નવ મહિનામાં લગ્નના મુહૂર્તો છે. આખું વર્ષ લગ્નના મુહૂર્તો નીકળતા હોય તેવી ગ્રહદશા ભાગ્યે જ સર્જાતી હોય છે. પંડિતના કહેવા પ્રમાણે સામાન્ય રીતે કોઈ પણ વર્ષમાં ૩-૪ મહિનામાં જ લગ્નના મુહૂર્ત નીકળતા હોય છે. પરંતુ આવતા વર્ષમાં ૯-૯ મહિનામાં લગ્નના સારા મુહૂર્તો હોય તે આશ્ચર્યજનક છે. આ પ્રકારના ગ્રહયોગ બહુ ઓછા અને ભાગ્યે જ સર્જાતા હોય છે.

નવા વર્ષમાં લગ્નના ઢગલાબંધ મુહૂર્તોથી માત્ર ગોરમહારાજ જ નહીં પરંતુ ડેકોરેટર, લગ્ન પાર્ટી પ્લોટ, હોલધારકો, મંડપ સર્વિસ, કેટરર્સ તથા લગ્નો યોજી દેતા વેડિંગ પ્લાનરોને ધંધામાં તડાકો પડે તેમ છે. વેડિંગ પ્લાનરો જો કે એવી પણ ભીતિ સેવી રહ્યા છે કે ઢગલાબંધ મેહૂર્તોને કારણે નીતનવા આયોજનો ઘડવામાં પર્યાપ્ત સમય નહીં મળી શકે એટલે કવોલિટી સાથે બાંધછોડ કરવી પડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ચોમાસના ગાળામાં પણ લગ્નના અનેક મુહૂર્તો છે અને ત્યારે ખાસ કાળજી રાખવી પડે. કારણ કે લગ્ન વખતે જ વરસાદ ત્રાટકે તો બધુ વેરણછેરણ થઈ શકે છે.