ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 8 જાન્યુઆરી 2025 (16:39 IST)

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Accident
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, મુંબઇ જતાં એક પરિવારની કારે કાબૂ ઘૂમાવતા ટ્રકની પાછળ ઘૂસી ગઈ, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

 
સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચના અંકલેશ્વર પાસે પરોઢે પુરપાટ ઝડપી જાતા અર્ટિગા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. અજમેરથી પરત મુંબઇ જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારના 7 પૈકી 3ના ઘટના સ્થળે જ મોત થયા છે.  અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.