આ ભાગદોડ ભરેલી જીંદગીમાં આપણે બધા રાત દિવસ મહેનત કરીને ધન એકત્ર કરીએ છીએ. જેથી આપણી જરૂરિયાત અને ઈચ્છાઓ પૂર્ણ કરી શકો . રોટી અને કપડાની જરૂરિયાત પૂરી થતા દરેકની ઈચ્છા થાય છે કે તેમની પાસે એક નાનું વાહન હોવું જોઈએ. જો વાહન નથી તો બાઈક લેવાનું વિચારો છો અને જો વાહન છે તો ફોરવ્હીલર લેવાનો પ્લાન બનાવો છો. વાહન આપણી લાઈફને ફાસ્ટ કરે છે. ઓછા સમયમાં આપણે વધારે કામ કરી શકીએ છીએ. જ્યારે તમે વાહન ખરીદવાનું વિચારો છો. તો પહેલા મનમાં સવાલ આવે છે કે કયાં રંગનું વાહન લેવાય અને બીજો સવાલ આવે છે કે તેનો નંબર શું હોવો જોઈએ. આવો અમે તમને જણાવીએ છે કે અંક જ્યોતિષ મુજબ તમે તમારા વાહનના રંગ અને વાહનના નંબરની પસંદગી કેવી રીતે કરશો ?
જો તમે શનિવારે જન્મયા છે, તમારો જ્ન્મ કોઈ પણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે તો તમારા વાહનના નંબરનો કુલ યોગ 1, 4, અને 7 હોવો જોઈએ પીળા, સોનેરી અને હળવા રંગના વાહન ખરીદવા નહી. નહી તો કોઈ હાનિ થઈ શકે છે.
જે લોકોનો જન્મ 02, 11, 20 અને 29 તારીખે થયો છે તે લોકોનો ગાડી નંબરનો કુલ યોગ 1, 2, 4 અને 8 છે. તમે 9 નંબર વાળા વાહન ના રાખશો. તમે સફેદ અને હળવા રંગના વાહન રાખો. લાલ અને ગુલાબી રંગના વાહન ન ખરીદવા.
જો તમે 03, 12, 21 અને 30 તારીખે જન્મયા છો તો તમારી ગાડીના નંબરનો કુલ યોગ 3, 6, કે 9 હોવો જોઈએ અને તમારી માટે પીળા, જાંબલી કે ગુલાબી રંગના વાહન શુભ રહેશે .તમે 5 કે 8 નંબરવાળા વાહન ન ખરીદશો અને હળવા લીલા રંગ, સફેદ અને ભૂરા રંગના વાહન ખરીદવાથી બચવું.
જે લોકોનો જ્ન્મ કોઈ પણ મહિનાની 04, 13, 22 અને 31 તારીખે થયો છે તે અંકવાળા લોકોનો ગાડી નંબરનો કુલ યોગ 1 અને 4 હોવો જોઈએ. તમે 9, 6 અને 8 નંબર વાળા વાહન ન ખરીદશો. આસમાની અને ભૂરા રંગના વાહન ખરીદો. ગુલાબી અને કાળા રંગના વાહન ન ખરીદવા.
જો તમે 05 ,14 કે 23 તારીખે જન્મયા છો તો તમારી ગાડીનો નંબરનો કુલ યોગ 5 રાખવો જોઈએ. 3 ,8 અને 9 અંકવાળા વાહન ન ખરીદવા. હળવા લીલા રંગ અને સફેદ રંગના વાહન ખરીદવા.
મૂલાંક 6 વાળા લોકોએ પોતાના વાહનનો નંબરનો યોગ 3 ,6 અને 9 રાખવો જોઈએ. 4 અને 8 નંબર વાળા વાહન લેવાથી બચવું. તમને હળવા આસમાની, પીળા અને ગુલાબી રંગના વાહન લાભ પહોંચાડશે. કાળા રંગના વાહન ખરીદવાથી બચવું જોઈએ. આસમાની અને સફેદ રંગના વાહન ખરીદો. પીળા અને કાળા રંગના વાહન ન ખરીદશો.
જો તમે 7, 16 કે 25 તારીખે જન્મયા છો તો તમારી ગાડીનો વાહન નંબરનો કુલ યોગ 1, 4, અને 7 રાખો. 8 અને 9 અંકવાળા વાહન ન ખરીદવા. આસમાની અને સફેદ રંગના વાહન ખરીદવા.
જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 08, 12, અને 26 તારીખે થયો છે તો મૂલાક 8 વાળાએ પોતાના વાહનના નંબરનો કુલ યોગ 8 રાખવો જોઈએ. તમે 1 અને 4 નંબરવાળા વાહન ન ખરીદવા. તમે કાળા આસમાની અને વાદળી રંગની ગાડી ખરીદી શકો છો. લાલ કે ગુલાબી રંગના વાહન હાનિકારક હોઈ શકે છે. જો તમે 09, 18 કે 27 તારીખે જન્મયા છો તો તમારી ગાડીનો નંબરનો કુળ યોગ 3, 6, અને 9 રાખો . 5 અને 7 નંબરવાળા વાહન હાનિ પહોંચાડી શકે છે. તમે ગહરા લાલ ,ગુલાબી અને વાદળી રંગના વાહન ખરીદવું અને તમે કાળા અને નીળા રંગના વાહન ન ખરીદવું.