મેષ - આ મહિનો તમારે માટે સામાન્ય રૂપથી લાભદાયક કહી શકાય છે. આર્થિક મામલે ઉન્નતિના પ્રયાસ સફળ રહેશે. પણ ખર્ચ પણ કાયમ રહેશે. આવામાં બજેટનુ ધ્યાન રાખતા થયેલ કામ કરો તો તમાર હિતમાં રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે તમારે સજાગ રહેવુ પડશે. ખાવા પીવા બાબતે બેદરકારીથી બચો. ગરમીને કારણે થનારી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.
પારિવારિક જીવનમાં પરસ્પર મતભેદ અને સહયોગમાં કમીથી માનસિક તનાવ વધશે. જે લોકો નોકરીમાં ફેરફાર માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પોતાના પ્રયાસને યોગ્ય દિશા આપવી જોઈએ. સફળતા મળવાની શક્યતા છે.
વૃષભ - આ મહિનો સ્વાસ્થ્ય મામલે તમારે માટે અનુકૂળ રહેશે. કોઈ મોટી પરેશાનીનો સામનો નહી કરવો પડે. નોકરી વ્યવસાય મામલે પણ આ મહિનો તમને અનુકૂલ પ્રતીત થશે પણ સલાહ છે કે તમારી બુદ્ધિ અને આંખો ખુલ્લી રાખો. બીજાની વાતોમાં આવીને કોઈ મોટો નિર્ણય લેવાથી બચો. પૂર્વમાં જે કામ અધૂરા રહી ગયા હતા તે પૂરા થઈ શકે છે. આર્થિક મામલે તમારે સાચવીને ચાલવુ પડશે. આર્થિક રોકાણ કરવાનુ વિચારી રહ્યા છો તો દરેક પહેલુને સારી રીતે સમજીને કોઈ નિર્ણય પર આવો. આ મહિને સૌથી સારી વાત એ છે કે તમને પરિવારનો સહયોગ મળશે. પારિવારિક જીવનમાં પરસ્પર સહયોગથી નાની-મોટી પરેશાનીઓને તમે સહેલાઈથી નિકાલ કરી શકશો. જેમના પ્રેમ સંબંધ શરૂઆતના સમયમાં છે તેમની વચ્ચે મતભેદ વધવાથી તકલીફ થઈ શકે છે.
મિથુન - આ મહિનો તમારે માટે સામાન્ય રૂપથી સુખકારી રહેશે. ખાનપાનમાં તમારે સંયમ રાખવો પડશે કારણ કે પેટમાં તકલીફ થઈ શકે છે. ગળામાં ને માથામાં સામાન્ય તકલીફની આશંકા રહેશે. ચલ સંપત્તિ ખરીદવાની યોજના બની શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખો. નહી તો બજેટ બગડી જશે. તમારે માટે સલાહ છે કે આવકના નવા સ્ત્રોતની શોધ કરો. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ સાથે મતભેદ વધી શકે છે. સલાહ છે કે સંયમથી કામ લો અને પરસ્પર તાલમેલ કાયમ રાખવાનો પ્રયત્ન કરો. દાંપત્ય જીવનના સુખની પ્રાપ્તિ થશે. પતિ પત્ની વચ્ચે સંબંધ સારા બની રહેશે. ક્રોધ પર કાબૂ રાખશો તો નાના-મોટા વિવાદોથી પણ બચી શકો છો.
કર્ક - આ મહિનામાં સ્વાસ્થ્ય મામલે તમારે સજાગ રહેવુ પડશે. ઋતુમાં થનારો ફેરફારથી સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આર્થિક
બાબતોમાં મામલાને સાચવીને નિર્ણય લો ત્યારે જ બચત કરી શકશો. કાર્યક્ષેત્રમાં અનેક પ્રકારની ગૂંચવણોનો સામનો કરવો પડશે. તમને સલાહ છે કે તમે તમારા કામ પર ધ્યાન આપો અને લોકો સાથે વાદવિવાદથી બચો. વ્યવસાયિઓ માટે સપ્તાહ સામાન્ય રહેશે. પારિવારિક જીવનમાં સંતાન પક્ષ તરફથી ખુશી મળશે. જીવનસાથી સાથે સારા સંબંધો કાયમ રહેશે. ટૂંકમાં આ મહિનાની શરૂઆત તમારે માટે સારી છે. આ દરમિયાન સગા સંબંધીઓ અને મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત કરી શકશો.
સિંહ . તમારી રાશિ પર મંગળ અને શનિની દ્રષ્ટિ હોવાથી ક્યાકથી અચાનક ધન લાભ મળવાની આશા બની છે. પણ કોઈ શુભ કાર્યમાં તમને ધન પણ ખર્ચ કરવુ પડી શકે છે. ઉત્તરાર્ધની અપેક્ષા પૂર્વાર્ધ તમારે માટે અનુકૂળ રહેશે. સલાહ છે કે લેવડ દેવડ મામલે સાવધ રહો. નોકરીમાં લાભ અને સ્થિતિ સારી થવાની આશા છે પણ પરિશ્રમ વધુ કરવો પડશે. પરિવારમાં જીવનસાથી પ્રત્યે તમારે તમારી જવાબદારીઓનું ધ્યાન રાખવુ પડશે. શત્રુઓથી સજાગ રહો. તમને નુકશાન પહોંચાડી શકે છે. ખાવા-પીવામાં બેદરકારીથી બચવુ તમારા હિતમાં રહેશે.
કન્યા - આ મહિને નોકરી અને વ્યવસાય સંબંધી યોજનાઓમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. વરિષ્ઠ લોકો સાથે ઓળખ અને સંપર્ક વધશે. માન-સન્માન વધશે. કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળી શકે છે. ક્યાક તમારુ ધન રોકાયેલુ છે. તો તેને પરત મળવાની આશા કરી શકો છો. પણ ક્યાક આર્થિક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સમજદારીથી કામ લો. કાર્યક્ષેત્રમાં વ્યવહારિક કામ લો. સ્વાસ્થ્ય પ્રત્યે પણ તમારે સજાગ રહેવુ પડશે. વ્યવસાયમાં ઉન્નતિની તક મળશે. પણ પારિવારિક જીવનમાં તણાવનો સામનો કરવો પડી શકે છે.
તુલા - આ મહિનો તમારે માટે અનુકૂળ અને સુખદ રહેશે. ગ્રહોની સ્થિતિનું આંકલન કરવાથી જ્ઞાત થાય છે કે મિત્રો અને નિકટ સંબંધીઓના સહયોગથી તમારા અધૂરા કામ પૂરા થશે. ક્યાકથી અચાનક ધનનો લાભ મળી શકે છે. નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિના સંકેત છે. પણ શુભ કાર્યો પર તમારુ ધન ખર્ચ કરવુ પડી શકે છે. કોઈ નવી યોજના પર કામ શરૂ કરી શકો છો. સફળતા મળશે. વિરોધીઓ સાથે થોડી પરેશાની થઈ શકે છે. તેથી તેમનાથી સાવધ રહો. પારિવારિક જીવનમાં પરસ્પર વિવાદ રહી શકે છે. સ્વાસ્થ્ય મામલે મહિનો કષ્ટદાયક હોઈ શકે.
વૃશ્ચિક - વર્તમાન દિવસોમાં શનિ તમારી રાશિમાં ચાલી રહ્યો છે. જેનાથી તમે સાઢેસાતીના પ્રભાવમાં છો. શનિના પ્રભાવને કારણે તમને ખૂબ સંઘર્ષ કરવો પડશે અને બનતા કાર્યોમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. પણ ગુરૂ મંગળ અને બુધની શુભ દ્રષ્ટિને કારણે તમારી પરેશાનીઓમાં થોડી કમી આવી શકે છે. આર્થિક મામલે આવક કરતા ખર્ચ વધવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં વધુ પરિશ્રમ કરવો પડશે. સહયોગીઓની સાથે તાલમેલ કાયમ રાખવાથી તમને લાભ મળશે. લાંબા અંતરની યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો પણ મુસાફરીમાં સજાગ અને સાવધ રહો.
ધન - મહિનાની શરૂઆત અનુકૂળ ભલે ન લાગે પણ ધીરે ધીરે સ્થિતિમાં સુધાર જોવા મળશે. આર્થિક મામલે સલાહ છે કે મૂડી રોકાણ સમજી વિચારીને કરો. ખર્ચ વધવાનો છે. સમજી વિચારીને કામ કરો. ગુપ્ત શત્રુઓથી ખતરો રહેશે. તેથી તેમનાથી સાવધ રહેવામાં જ તમારી ભલાઈ છે. પારિવારિક જીવનમાં પરસ્પર સહયોગ અને તાલમેલ વધશે. કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો વ્યવ્હાર નિરાશાજનક રહેશે. તમારે તમારા કામ પર ધ્યાન આપવુ જોઈએ. આળસથી બચો અને ખાવા પીવા પર ધ્યાન આપો. સ્વાસ્થ્ય એકંદરે સારુ રહેશે.
મકર - જૂનનો મહિનો સામાન્ય રૂપથી અનુકૂળ અનુભવશો. સામાજીક અને કાર્યક્ષેત્રમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કોઈ નવા કામની યોજના બનાવી શકો છો. પ્રયાસ કરવાથી કામમાં સફળતા મળશે. નોકરીમાં સ્થિતિ સારી રહેશે તમને અનેક નવી જવાબદારીઓ મળી શકે છે. જો તમારા પૈસા ક્યાક અટકાયા છે તો મળવાની શક્યતા પ્રબળ છે. પણ માંગલિક કાર્યોમાં ધન ખર્ચ પણ થશે તેથી બચતની આશા નથી કરી શકતા. ભાગીદારીમાં જો કોઈ કામ કરો છો તો કામમાં સફળતા મળવાની શક્યતા ઓછી છે.
કુંભ - જૂન મહિનાનો પ્રથમ ભાગ તમને અનુકૂળ નહી લાગે. આ દરમિયાન તમારા સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ કારણથી માનસિક તનાવમાં રહેશો. બનતા કાર્યોમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. આ મહિને તમારો ખર્ચ વધાવાનો છે. સમજદારીથી કામ લો નહી તો જમા ધનમાંથી પણ ખર્ચ કરવો પડી શકે છે. મહિનાના વચ્ચે મતલબ 15 જૂન પછી સ્થિતિમાં સુધાર અનુભવી શકશો. આર્થિક સ્થિતિ સુધરશે અને નવા કામની યોજના પણ બનાવશો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રૂપે અનુકૂળ અનુભવી શકશો. પારિવારિક જીવનમાં સામાન્ય સુખ અને સહયોગ કાયમ રહેશે.
મીન - મહિનાની શરૂઆત તમારે માટે વધુ અનુકૂળ રહેશે. કામમા જે પણ મુશ્કેલી ચાલી રહી હતી તેનુ સમાધાન થશે અને કાર્ય પ્રગતિ પર રહેશે. તંદુરસ્તી પ્રત્યે બેદરકાર ન રહો. વિરોધી પક્ષ વધુ સક્રિય રહેશે તેથી તેમનાથી સાવધ રહેવામાં જ તમારી ભલાઈ છે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ બધુ મળીને સામાન્ય રહેશે. નોકરી કરનારાઓએ પોતાના કામ પર ધ્યાન આપવુ જોઈએ. બીજાના કામમાં ન
ખુદ દખલ કરો કે ન તો પોતાના કામમાં બીજાને દખલ કરવા દો. વ્યવસાયિઓને આ મહિને લાભ માટે વધુ પરિશ્રમ કરવો પડશે.
ખર્ચ વધશે જેનાથી ઘરનું બજેટ બગડી શકે છે. સંપત્તિનુ ખરીદ વેચાણ કરો તો દરેક વાત પર જાતે નજર રાખો નહી તો નુકશાન થઈ શકે છે. પારિવારિક જીવનમાં પરસ્પર તાલમેલ અને સહયોગમાં કમી આવવાની આશંકા છે.