ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : શનિવાર, 30 મે 2015 (16:54 IST)

શુભ સમય પર સ્નાન કરશો તો લાંબા સમય સુધી સુંદર અને યુવાન દેખાશો

સ્વસ્થ તન અને મન માટે દરરોજ નહાવું જરૂરી છે પણ શુભ સમય પર નહાવાથી ઘણા લાભ મળે છે.  પુરાણો મુજબ બ્રહ્મમૂહૂર્તમાં કરેલુ  સ્નાન ઉત્તમ હોય છે. 
 
સ્નાન કરતા પહેલા તેલ માલિશ કરવી જોઈએ. જે માણસ બ્રહ્મ મૂહૂર્ત એટલે કે સૂર્યોદય પહેલા  સ્નાન કરે છે એને દેવી-દેવતાઓની કૃપાની સાથે અક્ષય પુણ્યોની પણ પ્રપ્તિ થાય છે. 
 
શ્લોક- ગુણા દસહ સ્નાન પરસ્ય સાધો રૂપજ્ઝ તેજ્સ્વ બલં ચ સૌચમ 
આયુષ્યમાઅરોગ્ય્મલોલોપત્યં દ : સ્વપ્રનાશ્ચ્વ યશસ્વ મેધા 
 
આ શ્લોક મુજબ બ્રહ્મમૂહૂર્તમાં ઉઠીને સવારે જલ્દી નહાવાથી 10 લાભ મેળવી શકાય છે. 
 
1. સદાબહાર અને સુંદર ચિરકાલ સુધી યુવાન રહો છો. 
 
2. આથી ત્વચા પર ક્રાંતિ આવે છે અને ત્વચા સંબંધિત રોગ નથી થતા.  
 
3. ત્વચામાં યુવાવસ્થાનું તેજ અને આક્રર્ષણ કાયમ રહે છે. 
 
4. વિચારોમાં પવિત્રતા આવે છે. ખોટા વિચારો તરફથી મન હટે છે. 
 
5. રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. 
 
6. માનસિક શાંતિ અને બુદ્ધિનો વિકાસ થાય છે. 
 
7. વધારે પડતા ખરાબ સપના બ્રહ્મમૂહૂર્તમાં જ આવે છે. જો તમે આ સમયે પથારીના ત્યાગ કરી નાક હશો તો ખરાબ સપનાના દુષ્પ્રભવાથી બચી શકાય છે. 
 
8. આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ બની રહે છે આળસનો નાશ થાય છે. 
 
9. સ્વસ્થ શરીરના નિર્માણ થશે જેથી દીર્ઘજીવન જીવી શકાય છે. 
 
10 માન અને યશની પ્રપ્તિ થાય છે.