શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : મંગળવાર, 19 નવેમ્બર 2019 (19:17 IST)

Daily Astro રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (26/06/2017)

મેષ (અ,,ઈ) : આજનો દિવસ આપની માટે સોનાનો સૂરજ લઈને ઉગશે. દિવસ દરમિયાન લગભગ તમામ દિશામાંથી આનંદના સમાચાર પ્રાપ્ત થાય. નોકરિયાતને પ્રમોશનનો યોગ છે. પ્રવાસનો પણ નાનકડો યોગ છે.

વૃષભ (બ,,ઉ) : આ દિવસ દરમિયાન સાંજ પછી કોઈ દુઃખદ સમાચાર પ્રાપ્ત થાય. સ્ત્રી વર્ગ માટે તથા વિદ્યાર્થી વર્ગ માટે રાહતના સમાચાર છે. મન આખો દિવસ ઉદ્વિગ્ન રહે. ક્યાંયથી સારા સમાચાર પ્રાપ્ત ન થાય.

મિથુન (ક,,ઘ) : આનંદ તથા હતાશા આવતી કાલે આપના માથે ઝૂલ્યા કરે. સવારે આનંદ તો બપોર પછી હતાશાના તોરણ બંધાય. ચેન ક્યાય પડે નહીં. હોઠે આવેલો કોળિયો દૂર થઈ જતો લાગે.

કર્ક (ડ,હ) : કોઈ વિજાતિય વ્યક્તિ તરફથી આપને પ્રેમ પ્રસ્તાવ પ્રાપ્ત થાય. ન ઈચ્છવા છતાં કોર્ટ-કચેરીમાં ફસાવવાનું થાય. સંતાન તરફથી આનંદના સમાચાર મળે તો સામે પક્ષે પત્ની તરફથી કોઈ અણગમતા સમાચાર મળે.

સિંહ (મ,ટ) : આવતી કાલનો દિવસ આપના માટે સોનેરી શોહલાં લઈને ઉગશે. દિવસ દરમિયાન આનંદના સમાચાર પ્રાપ્ત થાય. વિદ્યાર્થી વર્ગ તથા સ્ત્રી વર્ગને મિશ્ર ફળદાયક િદવસ રહે. સાંજ પછી સિંહના રાશિના તમામ જાતકોને આનંદના સમાચાર પ્રાપ્ત થાય.

કન્યા (પ,,ણ) : ન ધારેલું બને તો મૂંઝાઈ જતા નહીં. કારણ કે આવતી કાલનો દિવસ આપના માટે અનેક આશ્ચર્ય સર્જે તેવો હશે. તમને કલ્પના પણ નહીં હોય તેવા પ્રસંગો સર્જાય. કોઈને કોઈ કારણસર તમને સુખદ સમાચાર પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : આ રાશિના જાતકોને િદવસ દરમિયાન આઘાતજનક સમાચાર મળે. સાંજ પછી નાનકડો પ્રવાસ અથવા લાંબા ગાળાના પ્રવાસનું આયોજન થાય. શક્ય છે કે કોઈ ધાર્મિક સ્થળે યાત્રાનું આયોજન પણ થાય. વિદ્યાર્થીઓને આનંદ પ્રાપ્ત થાય તેવા સમાચાર મળે.

વૃશ્ચિક (ન,ય) : આ રાશિના જાતકો તેમના સ્વભાવ મુજબ થોડા ડંખીલા હોઈ શકે, પરંતુ તેમનો સ્વભાવ અંતરથી કોઈને નુકસાન પહોંચે નહીં તેવો હોવાથી કોઈને માઠું લાગ્યું હોય તો પણ તેમના સ્વભાવને કારણે સારું લાગી શકે છે.

ધન (ભ,,ફ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ અનેક નવા આયોજનો લઈને આવે. તેમાં નવા મકાનનું આયોજન હોય કે પછી ફોર વ્હિલર લેવાનું પણ આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ તથા સ્ત્રી વર્ગ માટે આનંદના સમાચાર પ્રાપ્ત થયા તેવો દિવસ રહે.


મકર (ખ,જ) : આવતી કાલનો દિવસ આપના માટે સુખ તથા દુખના સાગરમાં ઝોલા ખવડાવે તેવો હોઈ શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં પૂરતી કાળજી રાખવી. વાહન સંભાળીને ચલાવવું.



કુંભ (ગ,,સ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો િદવસ મિશ્ર ફળદાયક છે. ન ધારેલા તથા અણધાર્યા બનાવ બને. કોઈ પ્રિયજન સાથે મુલાકાત થાય. અવિવાહિત માટે સગાઈના સમાચાર પણ આવે.

મીન (દ,,,થ) : માછલી જેવો ચંચળ ધરાવતા મીન જાતકો માટે આવતી કાલનો િદવસ ખૂબ આનંદજનક બને, પરંતુ આવેલી તકને સંભાળી ન શકવાથી. તક જતી રહે તેવું પણ બને.