શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : મંગળવાર, 18 એપ્રિલ 2017 (08:04 IST)

જ્યોતિષ - પતિ કે પત્નીમાં હોય આ એક દોષ તો આ રીતે કરો અશુભ અસરને દૂર

માન્યતા છે કે કોઈ વ્યક્તિની કુંડળીમાં જો મંગળ દોષ(માંગલિક) હોય તો તેના લગ્ન કોઈ માંગલિક સાથે જ થવા જોઈએ. આવુ ન થાય તો લગ્ન પછી અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  જો પતિ કે પત્નીમાં થી કોઈ એક માંગલિક છે તો તેના અશુભ અસરને ઓછી કરવા માટે અહી બતાવેલ જ્યોતિષિય ઉપાય કરી શકાય છે.  તેનાથી સકારાત્મક ફળ મળી શકે છે. 
 
1. પતિ-પત્ની માટે ઉપાય - તમારા જીવનસાથીને રોજ ગોળનો એક ટુકડો તમારા હાથે ખવડાવો. આ માટે મંગળવારે ગોળ લઈને આવો અને તેના નાના-નાના ટુકડા કરીને કોઈ ડબ્બામાં મુકી દો. ત્યારબાદ રોજ આ ઉપાય કરો. 
 
2 જો સ્ત્રીની કુંડળીમાં મંગળ દોષ છે તો તેને મંગળા ગૌરીની પૂજા કરવી જોઈએ. 
 
3. માંગલિક વ્યક્તિ મંગળવારે ગૌશાળામાં પોતાના વજન બરાબર ગોળનું દાન કરે. 
 
4. જે વ્યક્તિ માંગલિક છે તેણે વર્ષમાં એકવાર લોહીનું દાન કરવુ જોઈએ. 
 
5. માંગલિક વ્યક્તિએ ઉજ્જૈનના મંગલનાથ મંદિરમાં ભાત પૂજન કરાવવુ જોઈએ.