લાલ કિતાબ રાશિફળ 2017 - લાલ કિતાબ મુજબ કેવુ રહેશે તમારુ વર્ષ 2017

Last Modified શનિવાર, 31 ડિસેમ્બર 2016 (15:01 IST)
લાલ કિતાબ 2017 તમારા જીવન સાથે સંકળાયેલા બધા પહલૂઓ ઉકેલે છે. જેની તમને સૌથી વધારે જરૂર છે. તમે એના દ્વારા
તમારા સાથે સંકળાયેલી બધી જાણકારી જાણી શકશો. આ પૂર્ણત: વૈદિક જયોતિષ પર આધારિત છે. તેમાં શનિ સાઢેસાતી , શનિ ઢૈય્યાના નકારાત્મક અને સકારાત્મક પ્રભાવથી સંકળાયેલી બધી જાણકારી જાણી શકશો. આ સિવાય પણ તેમાં તમારી બીજી સમસ્યાઓના સમાધાન પણ છે. નક્કી જ એને વાંચીને તમે તમારા નવા વર્ષ 2017ને વધારે શાનદાર બનાવવામાં સફળ રહેશો.

મેષ - Mesh lalKitab rashifal 2017- આ વર્ષ તમારા
માટે આનંદકારી રહેશે. પરોપકારના કામમાં તમે વધી-ચઢીને ભાગ લેશો. છાત્રોને અભ્યાસમાં ખાસ સફળતા મળી શકે છે. કામ-ધંધામાં તમને મોટી સફળતા મળવાના અવસર મળી શકે છે. જીવનસાથી સાથે તમારો તાલમેલ ઉત્તમ બન્યું રહેશે. પણ જો તમે તમારા આરોગ્યના ખ્યાલ પણ રાખવું પડશે. પ્રેમ-પ્રસંગ માટે આ સમય ખૂબ સરસ નજર આવી રહ્યો છે. પ્રેમી સાથે મુલાકાત થતી રહેશે.

ઉપાય- ભોજન પછી વરિયાળી-ખાંડ કે શાકરનો પ્રયોગ કરવો તમારા માટે સારું રહેશે.

વૃષભ - Vrish lalKitab rashifal 2017 - આ વર્ષ તમે તમારા જોર પર પ્રગતિ કરશો અને બીજાની પ્રગતિમાં પણ સહાયક થશે. આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની શકયતા છે. મોટા અધિકારીઓથી તમારા સંબંધ સારા રહેશે જેનો લાભ તમને આગળ ચાલીને મળી શકે છે. આ સમયે તમારા ધંધામાં પરિવર્તન શકય છે. છાત્રોને શિક્ષામાં પૂર્ણ સફળતા મળશે. તમારુ દાંમ્પત્ય સુખ ઉત્તમ રહેશે. પ્રેમ જીવન માટે તમે આ સમય ખુશનુમા રહી શકે છે. આરોગ્યના પ્રત્યે બેદરકાર ન રહેવું.

ઉપાય- અત્તર કે સેંટ તમારા કપડા પર લગાવવું તમારા માટે શુભ રહેશે.

મિથુન- આ વર્ષ નોકરીમાં તમારી મહેનતથી તમે ઊંચાઈઓને અડી શકશો. ધંધામાં કોઈ મોટો લાભ તમારી રાહ જોઈ રહ્યુ છે. શિક્ષા પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ રહેશે અને તે વિદેશ પણ જઈ શકે છે. વૈવાહિક સુખ ખૂબ સારું રહેવાની શકયતા રહેશે. જીવનસાથીની મદદથી તમને આર્થિક મદદ મળી શકે છે. પ્રેમજીવન માટે સમય સંઘર્ષમય રહેશે. આ સમયે સારા આરોગ્યની મજા તમે મળતી રહેશે.

ઉપાય- બગીચાનુ કામ કરવું તમારા માટે સારું રહેશે.

કર્ક- આ વર્ષ તમારા માટે આર્થિક રૂપથી સંપન્નતા લાવતું રહેશે. તમને ધન-સન્માનની પ્રાપ્તિ થશે. નોકરી અને ધંધા બન્નેમાં તમારી કિસ્મત ખૂબ ચમકશે. પારિવારિક સુખ સારું રહેશે અને ઘરમાં અતિથિઓની ભરમાર રહેશે. વિદ્યાર્થીઓને રેકાર્ડ તોડ સફળતાનો
સંકેત છે. તમારો વૈવાહિક જીવન શાનદાર રહેવાની શકયતા છે. આ સમયે પ્રેમ જીવન અને નીરસતા વધી શકે છે. તમારુ સ્વાસ્થય ખૂબ સારુ રહેવાની શકયતા છે.

ઉપાય- ચોખા કે દૂધનું દાન કરવુ તમારા માટે લાભકારી રહેશે.

સિંહ - આ વર્ષ તમે તમારા બુદ્ધિબળથી ધન કમાવવામાં સફળ રહેશો. નોકરી અને ધંધામાં તમે પ્રમોશન કરવા માટે કોઈ કમી નહી મુકો. કેટલાક લોકોની નોકરીમાં પરિવર્તન શકય છે. વિદ્યાર્થી શિક્ષાના ક્ષેત્રમાં ખૂબ ઉન્નતિ કરી શકે છે. સંતાન તરફથી ખુશી મળશે. દાંમ્પત્ય જીવનનું ભરપૂર સુખ આ સમયે તમે ઉઠાવી શકશો. તમારી માતાને આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. પ્રેમ જીવન માટે આ સમય મીઠાસ ભર્યો રહેશે. તમારી પ્રકૃતિ નિરોગી બની રહેશે અને માનસિક પ્રસન્નતા પણ વધશે.

ઉપાય- કોઈ પણ કાર્ય માટે જતા સમયે ગોળ ખાઈને નીકળવું તમારા માટે ફાયદાકારી રહેશે.

કન્યા- નોકરીમાં તમારા વરિષ્ટ અધિકારીઓ તરફથી લાભ મળવાની શકયતા છે. આર્થિક દ્ર્ષ્ટિથી આ સમસ્યા તમારા માટે અનૂકૂળ રહેશે. વ્યાપરી બંધુઓને કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા સમજી-વિચારી લેવું જોઈએ. વૈવાહિક જીવનમાં તમારા જીવનસાથીની ભાવનાઓને સમજીવાની કોશિશ કરો એ તમને પૂર્ણ સહયોગ આપશે. પ્રેમ સંબંધોમાં પ્રેમી માટે સમય કાઢી તેણે કોઈ કીમતી ભેટ આપી પ્રસન્ન રાખવાની કોશિશ કરો. તમારા સ્વાસ્થય સારું રહેશે.

ઉપાય- લીલી મગનું દાન કરવું તમારા માટે લાભકારી રહેશે.

તુલા- આ સમયે તમારા માટે નોકરીની દ્ર્ષ્ટિએ એક ઉપહારથી ઓછો નથી.
બન્ને જ ક્ષેત્રોમાં તમે સફળતાના ઝંડા ગાઢી શકશો. વિદ્યાર્થીઓને
અભ્યાસમાં ખૂબ મન લાગવાની જરૂર રહેશે. વૈવાહિક જીવનમાં તાલમેલ બેસાડીને ચાલવું પડશે. આ સમયે તમારું આરોગ્ય કઈક નરમ-ગરમ રહી શકે છે. પ્રેમ-પ્રસંગ સામાન્ય રૂપથી ચાલતુ રહેશે. દરરોજ વ્યાયામ અને યોગાભ્યાસ કરવું તમારા માટે ફાયદાકારી રહેશે.

ઉપાય- ઘી, દહીં અને સફેદ બરફી કોઈ ધર્મ સ્થાનમાં દાન કરવી તમારા માટે સારું રહેશે.


વૃશ્ચિક- આ વર્ષ નોકરીયાત લોકોના પ્રમોશનના યોગ છે. ધંધાની બાબતમાં કોઈ મોટુ રોકાણ કે જોખમ ઉઠાવવાથી બચવું. વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. જીવનસાથી પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. તમારું સ્વાસ્થય ઉત્તમ રહેશે અને પોતે ઉર્જાવાન અનુભવ કરશો. પ્રેમ-પ્રસંગમાં મતભેદ થવાની શકયતા છે. તમારા પ્રેમી પર વગર કારણ શંકા કરવાથી બચવું.

ઉપાય- નિયમિત મધનું સેવન કરવું તમારા માટે લાભકારી રહેશે.

ધનુ- નોકરીયાત લોકો આ સમયે ખૂબ મેહનત કરશે પણ કામ કરતા લાભ ઓછા મળવાની શકયતા છે. છાત્ર વર્ગ શિક્ષા માટે વિદેશ ગમન કરી શકે છે. પારિવારિક જીવનમાં ખુશીઓ વધશે અને તમે તમારા જીવનસાથી સાથે કોઈ યાત્રાનો આનંદ પણ લઈ શકો છો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરવી, ફૂડ પૉઈજિનિંગ થવાની શકયતા છે. પ્રેમી યુગલના પ્રેમમાં વધારો થશે. તમારા પાર્ટનર તરફથી તમને કોઈ કિમતી ઉપહાર મળવાની આશા રાખી શકો છો.

ઉપાય- હળદરનું તિલક માથા પર કરવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે.

મકર- આ વર્ષ નોકરીમાં તમને ખૂબ મેહનત કરવી પડશે પણ અંતિમ પરિણામ તમારા અધિકારમાં રહેશે. વ્યાપારીઓને તમારા ધંધામાં લાભ મળવાની શકયતા છે. વિદ્યાર્થી વર્ગને શિક્ષામાં થોડી પરેશાનીઓના સામનો કરવી પડી શકે છે. પારિવારિક જીવનમાં તમે ખુશીઓ મેળવશો. ઑફિસ તરફથી તમે તમારા જીવનસાથી સાથે કોઈ યાત્રા પર જઈ શકો છો. સ્વાસ્થ્યની બાબતમાં સારું રહેશે અને તમે ખૂબ જોશમાં રહેશો. પ્રેમ પ્રસંગમાં ગર્મજોશી બની રહેશે. તમારા પ્રેમી સાથે તમે કોઈ સારી ક્ષણ વિતાવવાની તક મળશે.

ઉપાય- માંસાહારના ત્યાગ અને શરાબના સેવનથી બચવું તમારા માટે હિતકારી રહેશે.

કુંભ- નોકરીયાત લોકો માટે આ સમય સારો છે. જો તમારું કોઈ પ્રમોશન રોકાયેલુ છે તો તે આ સમયેમાં થઈ શકે છે. વ્યાપારી બંધુઓને તમારા ધંધામાં કોઈ મોટી સમસ્યા હાથ લાગી શકે છે. ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓની વિદેશ જવાની શકયતા છે. વૈવાહિક જીવનમાં થોડી પરેશાની રહેવાની શકયતા છે. તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. પ્રેમ પ્રસંગથી ખુશીઓ મળશે. જો તમે કોઈને પ્રપોઝ કરવા ઈચ્છો છો તો બાજી તમારા હાથમાં છે.

ઉપાય- કોઈ ગરીબ માણસની મદદ કરવી તમારા માટે ફાયદાકારી રહેશે.

મીન-
આ વર્ષ નોકરી અને ધંધાકીય ક્ષેત્રમાં ખૂબ સફળતા આપનારુ રહેશે.વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે. તેમને શિક્ષામાં પૂર્ણ સફળતા મળશે. પારિવારિક જીવનમાં થોડા તનાવ શકય છે. તમારા જીવનસાથીની ભાવનાઓનો આદર કરવો. આ સમયે તમને તમારા સ્વાસ્થ્યના પ્રત્યે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. પ્રેમી યુગલ માટે સમય ખૂબ ઉત્તમ રહેશે. કોઈ જૂની મિત્રતા પ્રેમ સંબંધમાં બદલી શકે છે.

ઉપાય- ઘરે સૂર્યમુખી કે પીળા ફૂલ લગાવીને તેની સારવાર કરવી તમારા માટે શુભ રહેશે.


આ પણ વાંચો :