મંગળવાર, 13 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : રવિવાર, 26 માર્ચ 2017 (10:10 IST)

આવા પગવાળા પુરૂષ ખૂબ ધનવાન હોય છે.

આવા પગવાળા પુરૂષ ખૂબ ધનવાન હોય છે.

jyotish
ધનવાન લોકોના શરીરની બનાવટ કઈક ખાસ હોય છે. . સમુદ્ર્શાસ્ત્રમાં આવા જ કેટલાક અંગ લક્ષણની જાહેરાત કરી છે જેથી કોઈ પણ માણસ જાણી શકે કે તેની આર્થિક સ્થિતિ કેવી રહેશે. 
 
સમુદ્રશાસ્ત્રમાં એ પણ જણાવ્યું છે કે પુરૂષોના પગની બનાવટ જોઈને આ ખબર પડી જશે કે આ માણસ ભવિષ્યમાં ધનવાન બનશે કે આર્થિક મુશ્કેલી આવશે. 
 
જે પૂરૂષોના પગના તળિયા નરમ, લીસા અને લાલ હોય તે ધનવાન હોય છે. 
 
અહીં એ પણ ધ્યાન રાખો કે પુરૂષોના પગમાંથી પરસેવો આવવો આ લક્ષણને ઓછો કરે છે. પગમાં લીટીઓ પણ ઓછી હોવી જોઈએ. 
 
સમુદ્રશાસ્ત્રમાં જણાવ્યુ છે કે જે     પુરૂષોના પગના પંજાના ઉપરનો ભાગ કાચબાની પીઠ જેવો ઉંચો  હોય છે . તેની  સાથે જ પગની આંગળીઓ સંકળાયેલી હોય તે પણ ખૂબ જ શુભ ફળદાયી હોય છે. આવા પુરૂષો ખૂબ જ ધનવાન હોય છે અને સુખી જીવન વ્યતીત કરે છે.તે પોતાની યોગ્યતાથી ઉંચુ પદ પ્રાપ્ત કરે છે અને સન્માનિત હોય છે. 
 
જેના પગ આગળથી સૂપડા સમાન પહોળા અને નાના હોય છે તેને આર્થિક મુશ્કેલીઓનું સામનો કરવો પડે છે. પગના નખ પણ ભૂરા રંગના હોવું અને પગ ઉપર બહું નાડિયો દેખાય તે પણ શુભ નથી હોતુ.