ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 13 જાન્યુઆરી 2026 (13:26 IST)

ઉંધિયાની સીઝન આવતા જ સિંગતેલના ભાવમાં 120 રૂપિયાનો વધારો

Rajkot News
Groundnut Oil Price Hike: ગુજરાતમાં આ વર્ષે મગફળીનો પાક વિપુલ પ્રમાણમાં થયો હોવા છતાં ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું છે. રાજકોટ માર્કેટયાર્ડમાં  દરરોજ બે-બે લાખ મણ મગફળીની આવક થઈ રહી છે છતાં પણ બજારમાં સિંગતેલના ભાવ ઘટવાને બદલે સતત વધતા જઈ રહ્યા છે. વેપારીઓ અને બજારના જાણકારોમાં ચર્ચા છે કે સટોડિયાઓ અને મોટા સ્ટોકિસ્ટ્સ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરીના કારણે ભાવ ઉચકાયા છે.
 
 
ચાર દિવસમાં ગુજરાતમાં સીંગતેલના ભાવમાં આટલો વધારો નોંઘાયો 
 
ગુરુવાર: રૂ. 20નો વધારો
શુક્રવાર:  રૂ 40નો વધારો
શનિવાર:  રૂ20નો વધારો
સોમવાર:  રૂ30નો વધારો
 
15 કિલોના સીંગતેલના ડબ્બાનો ભાવ જે બુધવારે  રૂ 2565-2615 હતો, તે આજે ચાર દિવસ પછી   2685-2735  સુધી પહોચી ગયો છે  ખાદ્યતેલના ભાવમાં આવેલા આ વધારાથી સામાન્ય ગ્રાહકોની ચિંતા વધી છે. ઘરેલુ રસોઈમાં વપરાતું મુખ્ય તેલ મોંઘું થતાં મધ્યમ વર્ગ પર વધારાનો આર્થિક ભાર પડી રહ્યો છે. બજાર નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં પણ ખાદ્યતેલના ભાવમાં વધુ તેજી આવવાની શક્યતા નકારી શકાય નહીં.