શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: શનિવાર, 27 મે 2017 (00:01 IST)

Love and Astro - નામના પ્રથમ અક્ષર પરથી જાણો તમારો પાર્ટનર Romantic છે કે નહી

દરેક કોઈને પોતાના પાર્ટનરથી આશા હોય છે કે તે દરેક ક્ષણને યાદગાર બનાવે. આ માટે પાર્ટનરનુ રોમાંટિક હોવુ ખૂબ જરૂરી હોય છે. શુ તમે જાણો છોકે કયા નામના પ્રથમ અક્ષરના લોકો કેટલા રોમાંટિક હોય છે. 
 
 
A અક્ષરવાળા પ્રેમ અને સંબંધોની જીવનમાં મહત્વની ભૂમિકા સમજે છે. આ આકર્ષિત જરૂર હોય છે પણ રોમાંટિક હોતા નથી.  
B અક્ષરવાલા હિમંતવાળા હોય છે. આ અક્ષરવાળા લોકોમાં રોમાંસ ખૂબ ભરેલો હોય છે. 
C અક્ષરવાળાને મિત્રો કરવા પસંદ હોય છે. આવા લોકો પોતાના પ્રથમ પ્રેમને યાદ રાખે છે. મીઠુ મરચું લપેટ્યા વગર બોલવુ તેઓ પસંદ કરે છે. 
D અક્ષરવાળા લોકો જે વસ્તુઓ મેળવવા માંગે છે તેને મેળવી જ લે છે. 
E અક્ષરવાળા લોકો મજાકિયા સ્વભાવના હોય છે. તેઓ જીવનને જીંદાદિલી સાથે જીવવાની ઈચ્છા રાખે છે. 
F અક્ષરવાળા લોકો પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલને જુદી જુદી મુકે છે. આવા લોકોને સારો લાઈફ પાર્ટનર મળે છે. 
G નામના લોકો સ્પષ્ટ દિલના હોય છે. આ તેઓ પોતાના મનમાં કશુ રાખતા નથી અને ન તો ક્કોઈના વિરુદ્ધ કોઈ ષડયંત્ર રાખવામાં વિશ્વાસ કરે છે. 
H અક્ષરવાળા લોકો પોતાની વાત બીજાને શેયર કરતા ગભરાય છે. તેમને સમજવા મુશ્કેલ હોય છે 
I અક્ષરવાળા મગજ કરતા વધુ દિલથી વિચારે છે.  જો કે તેમનો પ્રેમ સાચો હોય છે. પોતાની ભાવુકતાને કારણે તેઓ મોટાભાગે તેમને નુકશાન ઉઠાવવુ પડે છે. 
J અક્ષરવાળા સ્વભાવથી ઈમાનદાર અને વફાદાર હોય છે. જો તમારા પાર્ટનરનુ નામ J અક્ષરથી શરૂ થાય છે તો તમે ખૂબ ભાગ્યશાળી છો. 
K અક્ષરવાળા મુંહફટ હોય છે. કશુ પણ સમજ્યા વિચાર્યા વગર કોઈને પણ કંઈ પણ કહી શકે છે.  પોતાના ફાયદા માટે કંઈ પણ કરી શકે છે. 
L અક્ષરવાળા ક્યારેય કોઈને દુખી જોઈ શક્તા નથી. 
M અક્ષરવાળા સ્વભાવથી ખૂબ ભાવુક, જીદ્દી અને અને સંકોચી હોય છે.  મોટાભાગે આ નાની-નાની વાતોને દિલથી લગાવી લે છે. 
N અક્ષરવાળા ખુલ્લા વિચારોને સમર્થન આપનારા આપનારા હોય છે અને ખૂબ જલ્દી બોર થઈ જાય છે. 
O અક્ષરવાળા લોકો પ્રેમ લગ્ન કરે છે અને પરિવારને સાથે લઈને ચાલે છે. 
P અક્ષરવાળા ઘર દેશ દુનિયાને સાથે લઈને ચાલવામાં વિશ્વાસ કરે છે.  આ લોકોના કેટલાક ઉસૂલ હોય છે અને તેઓ પોતાના માન સનમાનની રક્ષા માટે કશુ પણ કરવા તૈયાર  રહે છે.  પણ સાથે જ કેટલીક હદ સુધી તાનાશાહી વિચાર રાખનારા હોય છે. 
Q અક્ષરવાળા ખુદની અંદર જ ખોવાયેલા રહે છે અને બીજાથી તેમને કોઈ લેવા દેવા હોતી નથી. તેમને ગુસ્સો પણ ઓછો જ આવે છે. 
R અક્ષરવાળા મનમૌજી હોય છે અને દુનિયા સાથે તેમને કોઈ લેવા દેવા નથી હોતી. તેઓ ઓછુ બોલે છે. પોતાની દુનિયામાં જ વ્યસ્ત રહે છે. 
 S અક્ષરવાળા બહુમુખી પ્રતિભાના માલિક હોય છે. તેમનો સ્વભાવ સમજાતો નથી. તેઓ પોતાની અંદર જ સિમટાયેલા હોય છે અને પોતાની ચારે બાજુ એક રહસ્યમય વાતાવરણ બનાવી રાખે છે. 
T અક્ષરવાળા લોકો સંબંધો અને ભાવનાઓને લઈને ખૂબ જ ભાવુક હોય છે. 
U અક્ષરવાળા ખૂબ જ અશ્લીલ હોશિયાર અને દિલના ચોખ્ખા હોય છે. તેઓ નાની નાની વસ્તુઓમાંજ ખુશી શોધવાનો પ્રયાસ કરે છે. 
V અક્ષરવાળા ન તો કોઈનુ સાંભળે છે કે ન તો કોઈને કશુ કહે છે. પણ જો તેમના મનને કોઈ વાત ગમી જાય તો તેઓ તેને કરવાથી ચુકતા નથી. 
W અક્ષરવાળામાં બીજાને દબાવીને પોતાનો રોફ જમાવવાની ટેવ હોય છે. 
X અક્ષરવાળા લોકોમાં એક ખાસ ટેવ હોય છે કે તેઓ જેને મેળવવા ઈચ્છે છે તેને મેળવીને જ દમ લે છે. પછી ભલે એ માટે જીવ દાવ પર કેમ ન લગાવવો પડે. 
Y અક્ષરવાળા સમજૂતી પસંદ કરતા નથી અને જેને કારણે તેમને મુશ્કેલીઓથી ભરેલુ જીવન જીવવુ પડે છે. 
Z  અક્ષરવાળા સ્વભાવથી ખૂબ સીધા અને ભાવુક હોય છે. આ મોટામાં મોટી મુશ્કેલીઓને પણ હસતા હસતા સહન કરી જાય છે.