બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By

કાલથી રહેશે પંચકની અશુભ ઘડી... ન કરશો કોઈપણ શુભ કાર્ય

15 ઓગસ્ટથી એક એવા દિવસની શરૂઆત થઈ ચુકી છે જેને જ્યોતિષની નજરમાં અશુભ માનવામાં આવે છે. તેને પંચક કહેવામાં આવે છે. તેને બધા અશુભ નક્ષત્રોનો યોગ માનવામાં આવે છે. 
 
ઉલ્લેખનીય છે કે જ્યારે નક્ષત્રોનો મેળ થાય છે તો તેમાથી કે વિશેષ યોગ બને છે. જેને પંચક કહેવામાં આવે છે. આ એક એવો સમય હોય છે જ્યારે ચન્દ્રમાં કુંભ અને મીન રાશિ પર સ્થિત રહે છે. 
 
આ વખતે પંચક 17 મે 10 વાગ્યાથી શરૂ થઈને 23 તારીખની સવારે 8 વાગીને 24 મિનિટ સુધી ચાલશે. 
 
સાવધાનીઓ 
 
-  એવુ માનવામાં આવે છે કે આ દરમિયાન ઘાસ લાકડી વગેરે એકત્ર ન કરવુ જોઈએ. કારણ કે તેનાથી આગનો ભય રહે છે. 
 
- પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ. કારણ કે આ દિશાને યમની દિશા માનવામાં આવે છે. 
 
- એવુ પણ માનવામાં આવે છે કે આ સમયે કોઈ શબના અંતિમ સંસ્કાર કરવાથી તેની આસપાસના પાંચ લોકોનુ મૃત્યુ થઈ જાય છે. 
 
- ટૂંકમાં આ સમયને સૌથી અશુભ મુહુર્તમાં ગણવામાં આવે છે. તેથી આ 5 દિવસોમાં કોઈપણ કરેલુ કાર્ય અશુભ કાર્ય સમાન માનવામાં આવે છે.