સંબંધિત સમાચાર
- IND vs ENG, T20 World Cup 2026 Semifinal: વાનખેડેની પિચ પર હોબાળો: પિચ ક્યુરેટર સાથે કરી ઉગ્ર ચર્ચા, જાણો શું છે સમગ્ર વિવાદ!
- SA vs NZ: કોલકાતામાં સેમિફાઇનલ મેચની મજા વરસાદ બગાડશે? જાણો શું કહે છે હવામાન વિભાગ
- સૌથી મોટી લાઈબ્રેરી પછી ગાંધીનગરને એક વધુ ભેટ, ગુજરાતની રાજધાનીમાં બનશે નવું ક્રિકેટ સ્ટેડીયમ
- IND vs ENG: સેમીફાઈનલ પહેલા ઈગ્લેંડનાં ખેલાડીએ કર્યું મોટું એલાન, બોલ્યા - મને વિશ્વાસ છે કે અમે ઈન્ડીયન ફેંસને ખામોશ કરી દઈશુ
- T20 વર્લ્ડ કપમાં ફ્લોપ પ્રદર્શન બાદ બાબર, શાહીન અને સલમાનને વિચિત્ર સજા, PCBએ લાખોનો ફટકાર્યો દંડ
સાનિયા ચંડોક સાથે લગ્નના બંધનમાં બંઘાયા અર્જુન તેંદુલકર, ક્રિકેટ જગતની હસ્તિયોએ આપી હાજરી
Arjun Tendulkar wedding_Devendra Fadnavis X
Arjun Tendulkar-Saaniya wedding: સચિન તેંદુલકરના પુત્ર અજ્રુન તેંદુલકરે લગ્નના બંધનમાં બંઘાય ગયા છે.અર્જુને ૫ માર્ચે મુંબઈમાં સાનિયા ચાંડોક સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ક્રિકેટ જગત અને ફિલ્મ ઉદ્યોગ બંનેની હસ્તીઓ હાજર રહી હતી. લગ્નના ફોટા અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સચિન તેંડુલકર અને તેની પત્ની અંજલિ તેમના પુત્ર અને પુત્રવધૂને આશીર્વાદ આપતા જોવા મળે છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ અર્જુનના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, અને તેમને તેમના લગ્ન માટે અભિનંદન આપ્યા છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ અર્જુન તેંડુલકર સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં લખ્યું છે, "અર્જુન તેંડુલકરને ખુશી અને આનંદથી ભરેલું જીવન મળે તેવી શુભેચ્છા. સચિન તેંડુલકર અને તેના સમગ્ર પરિવારને અભિનંદન." આકાશ ચોપરા દ્વારા શેર કરાયેલા અર્જુનના લગ્નના ફોટામાં સચિન તેંડુલકર ઉપરાંત, સુરેશ રૈના અને તેની પત્ની પણ જોવા મળી રહ્યા છે. રૈના અને ચોપરા ઉપરાંત, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ તેની પત્ની સાથે અર્જુન તેંડુલકરના લગ્નમાં હાજરી આપી હતી.
નોંધનીય છે કે અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંડોક લાંબા સમયથી પારિવારિક સંબંધો ધરાવે છે. તેમના પરિવારો વર્ષોથી એકબીજાને ઓળખે છે, અને સચિન તેંડુલકર સાનિયાના દાદા રવિ ઘાઈને દાયકાઓથી ઓળખતો હતો. અર્જુન ક્રિકેટમાં કારકિર્દી બનાવી રહ્યો છે, જ્યારે સાનિયા એક ઉદ્યોગસાહસિક છે અને એક સફળ પાલતુ સ્પા ચેઇન ચલાવે છે.
બહેન સારાએ મુખ્ય ભૂમિકા ભજવી
એવું માનવામાં આવે છે કે બંનેનો પરિચય અર્જુનની બહેન સારા તેંડુલકરે કરાવ્યો હતો, જે ઘણીવાર તેની નજીકની મિત્ર સાનિયાને જીમ સત્રો, બ્રંચ અને વેકેશન પર લઈ જતી હતી. ઓળખાણ તરીકે જે શરૂ થયું તે ધીમે ધીમે મિત્રતા અને પછી સંબંધમાં પરિણમ્યું. બાદમાં બંનેએ 13 ઓગસ્ટ, 2025 ના રોજ મુંબઈમાં એક ખાનગી સમારંભમાં સગાઈ કરી, જેમાં ફક્ત નજીકના પરિવાર અને થોડા મિત્રો જ હાજર રહ્યા. સચિન તેંડુલકર સચિનના દાદા રવિ ઘાઈને ઘણા મહિનાઓ પછી ઓળખી કાઢ્યા જ્યારે સચિને રેડિટ પર એક પ્રશ્નમાં તેની પુષ્ટિ કરી.
