બુધવાર, 31 ડિસેમ્બર 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

સોમવારે છે શિવ સાથે શક્તિના મિલનની રાત દુર્ભાગ્યને સૌભગ્યમાં ફેરવો

મહાશિવરાત્રિ
મહાશિવરાત્રિ ભગવાન શંકરના લગ્ન ઉત્સવના રૂપમાં ગણાય છે. શાસ્ત્રોમાં આ રાત શિવ સાથે શક્તિના મિલનની રાત પણ કહેવાય છે. એટલે આ રાત્રે પૌરૂષથી પ્રકૃતિના મિલનની રાત પણ કહેવાય છે. આ રાત્રે આપણે  કઈક ખાસ  ઉપાય કરીને ભગવાન શંકરને ખુશ કરીને આપણું  ભાગ્ય ઉજ્જવળ કરી શકીએ છીએ.  
રાશિ મુજબ આ ઉપાય કરીને તમે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી શકો છો. 
 
મેષ- સંતાન સુખ માટે શિવલિંગ પર લાલ કનેરના ફૂલ ચઢાવો. 
 
વૃષભ- ગૃહ કલેશથી મુક્તિ મેળવવા શિવાલયમાં નારિયળના તેલનો  દીપક કરો. 
 
મિથુન- વિવાદથી મુક્તિ માટે શિવલિંગ પર સાકરથી  અભિષેક કરો. 
 
કર્ક -ધનમાં સફળતા માટે શિવલિંગ પર ધતૂરાના ફૂલ ચઢાવો. 
 
સિંહ- મેટલ ટેશનથી મુક્તિ માટે નારિયેળમાં લાલ દોરો  બાંધી શિવલિંગ પર ચઢાવો. 
 
કન્યા- આર્થિક  હાનિથી બચવા માતે શિવલિંગ પર પીપળના પાન ચઢાવો. 
 
તુલા- ધન પ્રાપ્તિ માટે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરો. 
 
વૃશ્ચિક - પ્રમોશન માટે શિવલિંગ પર બિલ્વ પત્ર ચઢાવો. 
 
ધનુ- સૌભાગ્ય માટે શિવલિંગ પર પીળા કનેરના ફૂલ ચઢાવો. 
 
મકર- દુર્ભાગ્યથી બચવા માટે શમીપત્ર મિક્સ જળથી શિવલિંગનો  અભિષેક કરો. 
 
કુંભ- સુખી દાંપત્ય માટે તલના તેલથી શિવલિંગનો  અભિષેક કરો. 
 
મીન- શત્રુઓથી મુક્તિ મેળવવા માટે કેસર મિક્સ જળથી શિવલિંગનો  અભિષેક કરો.