બુધવાર, 13 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (11:13 IST)

Todays Good Luck - આજનું ગુડલક ત્રણ જન્મોના પાપનો નાશ કરશે બિલિપત્ર

આજે શ્રાવણ શુક્લ તેરસ છે. અર્થાત શ્રાવણ પ્રદોષ. પ્રદોષ દર મહિનના કૃષ્ણ અને શુક્લ પક્ષની તેરસે ઉજવાય છે. તેથી તેને વાર મુજબ પૂજન કરવાનુ વિધાન શાસ્ત્ર સમ્મત માનવામાં આવે છે. દરેક વારના પ્રદોષ વ્રતની પૂજન વિધિ જુદીજુદી માનવામાં આવે છે.  દરેક વારના પ્રદોષ વ્રતની પૂજન વિધિ જુદી જુદી માનવામાં આવી છે. શ્રાવણ મહિનામાં પ્રદોષની મહત્વતા દસ ગણી વધી જાય છે.  પુરાણો મુજબ શ્રાવણ માસમાં પ્રદોષ શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવવાથી ત્રણ જન્મોના પાપોનો નાશ થાય છે. શ્રાવણના શુક્રવારે પ્રદોષ વ્રતથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. પ્રદોષમાં શિવ સાથે પાર્વતીનુ સંયુક્ત પૂજન કરવામાં આવે છે. પ્રદોષ વ્રતને કરવાથી દરેક પ્રકારના દોષ મટી જાય છે. 
 
વિશિષ્ટ પૂજન - સાંજે શિવલિંગની વિધિવત પૂજા કરો.. શુદ્ધ ઘીનો દીપ કરો.. ચંદન ધૂપ કરો. ચંદનથી ત્રિપુંડ બનાવો બિલ્વપત્ર ચઢાવો ખીરનો નૈવેદ્ય લગાવો અને રુદ્રાક્ષની માળાથી 108 વાર આ વિશિષ્ટ મંત્રનો જાપ કરો.. પછી આ ખીર કોઈ સુહાગનને આપી દો. 
 
વિશિષ્ટ શિવ મંત્ર - ૐ પાર્વતીપ્રિયાય નમ: 
 
વિશેષ પૂજન મુહૂર્ત - સાંજે 18:52 થી સાંજે 19:42 સુધી 
 
અભિજીત મુહૂર્ત - દિવસે 12.00થી દિવસે 12.53 સુધી 
 
અમૃતકાળ - દિવસ 13.53 થી સાંજે 15.41 સુધી 
 
યાત્રા મુહુર્ત - દિશાશૂળ - પશ્ચિમ - નક્ષત્ર શૂળ - નહી.. રાહુકાળ વાસ - અગ્નેય. તેથી અગ્નેય અને પશ્ચિમ દિશાની યાત્રા કરો.. 
 
આજનુ ગુડલક જ્ઞાન 
 
ગુડલક કલર - ગુલાબી 
ગુડલક દિશા - ઉત્તર 
ગુડલક ટાઈમ - સાંજે 18.52 થી સાંજે 19.42 સુધી 
ગુડલક મંત્ર - ૐ બ્રહ્માંડમંડલાય નમ: 
ગુડલક ટિપ - સૌભાગ્ય પ્રાપ્તિ માટે શિવલિંગ પર શતાવરી ચઢાવીને તિજોરીમાં મુકો 
ગુડલક ફોર બર્થ ડે - દેવી લક્ષ્મી પર લક્ષ્મી કોડી ચઢાવવાથી નોકરીમાં સફળતા મળશે. 
ગુડલક ફોર એનિવર્સરી - દહીમાં ખાંડ મિક્સ કરીને ગાયને ખવડાવવાથી દાંમ્પત્ય જીવનમાં આવેલ કડવાશ દૂર થશે.