સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ? (19-03-2017 થી 25-03-2017 સુધી)

Last Updated: રવિવાર, 19 માર્ચ 2017 (13:02 IST)

મેષઃ
ર્ચ કરવાનો અને આનંદપ્રમોદ કરવાનો તબક્કો હજુ પણ ચાલુ જ છે. આપ તેને પાત્ર પણ છો. આપના પરિવાર માટે મોજશોખની ઘણી બધી વસ્તુઓ પાછળ છુટા હાથે પૈસા ખર્ચશો. આ સપ્તાહે થોડા સંવેદનશીલ પણ બનશો. જૂનાં સ્મરણો માનસપટ પર ઊભરશે. ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે, પરંતુ તે આપના પર પકડ ન જમાવી લે તે જોજો. તેમાંથી કંઇક શીખો. સંબંધોની બાબતે ધ્યાન રાખવું.

વૃષભઃ
આપનું આ સપ્તાહ સખત પરિશ્રમ અને મજૂરી કરવાનું સપ્તાહ પુરવાર થશે, પરંતુ માત્ર કઠોર પરિશ્રમ કરવાથી જ ઇચ્છિત પરિણામ મેળવી શકાતું નથી. બળજબરીથી વશ થઇને તો કોઇ પણ વ્યક્તિ મહેનત કરશે, તેથી આપ જે ગુણવત્તા અને સર્જનાત્મકતા દર્શાવશો તેને જ ગણતરીમાં લેવાશે. આથી આપે કામમાં ઉત્કૃષ્ટતા મેળવવા પ્રયત્નો કરવા પડશે અને તે ગંભીરતાથી તેમજ હૃદયપૂર્વક કરેલા પ્રયાસોથી જ પ્રાપ્ત થશે.

મિથુનઃ
ફરી વખત પૈસો એ તમારું મુખ્ય ધ્યેય રહેશે. નાણાકીય બાબતે તમે સદ્ધર થશો અને તમારામાં ધૈર્ય અને રોમાન્સના ગુણોમાં વધારો થાય. કાનૂની અને વારસાઇને લગતી બાબતોનો આનંદદાયક ઉકેલ આવે. ધિરાણ મેળવવા અને આપવામાં તથા સામાજિક મેળાવડાની પ્રવૃત્તિઓમાં આનંદ અનુભવશો. તમે જે કંઇ પણ કરશો તેમાં તમારા ઉત્સાહી મિજાજનો પરિચય થશે. તમારે જીવંતતા જાળવી રાખવાની જરૂર પડશે.

કર્કઃવેપારમાં આવકની વૃદ્ધિ થશે. નાણાં વ્યવહાર જળવાઇ રહેશે. પ્રવાસ દ્વારા નાણાંની ઉઘરાણીમાં સફળતા જણાય છે. કોર્ટ-કાનૂની સવાલો માટે જરૂર માર્ગદર્શન મેળવશો. મહિલાઓનો સહોદરોમાં વિવાદ હળવો થશે. વિદ્યાર્થીઓની અભ્યાસની સમસ્યા હળવી થશે. પેટનાં દર્દોમાં રાહત થશે. કુટુંબમાં યશ મેળવશો. કાર્યક્ષેત્રે સફળતાનાં ચિહ્ન સ્પષ્ટ થશે. શેરબજારમાં આત્મવિશ્વાસ અને આવડત ઉપયોગી પુરવાર થશે.
સિંહઃજીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપ મક્કમતાથી સામનો કરશો અને એ જ રીતે મિત્રો અને પરિચિતોને પણ સંજોગો સામે ઝઝૂમતા શીખવશો તથા તેમની આપત્તિમાં તેમને મદદરૂપ બનશો. તેમના શ્રેય અને રક્ષણનો હંમેશાં ખ્યાલ આપના મનમાં રહેશે. આપ તેમના માટે સ્વૈચ્છિક રીતે બધું સમર્પિત કરવા તૈયાર હશો, પરંતુ આવા બિનજરૂરી જોખમોને આમંત્રણ ન આપવું હિતાવહ છે, કારણ કે તેનાથી તમારો હેતુ સરવાનો નથી.


કન્યાઃઆ સપ્તાહે આપ સામાન્યપણે હો છો તેનાથી કંઇક અલગ હશો. ભૌતિક જીવનથી આધ્યાત્મિકતા તરફ વળશો. આપનું ધ્યાન વ્યક્તિગત જરૂરિયાતોથી હટીને બીજી તરફ કેન્દ્રિત થશે. દુઃખી અને વૃદ્ધ લોકોની વધુ કાળજી લેશો. તેનાથી આપને માનસિક શાંતિ અને સંતોષ મળશે. આશ્ચર્યની વાત છે કે હાલમાં નાણાં ઓછી મહત્ત્વની બાબત બની ગઇ છે. ચંદ્રની અસર હેઠળ આપ સ્વપ્નદૃષ્ટા બન્યા છો.

તુલાઃ
નાણાંકીય લાભ માટે અનુકૂળ સમય છે. રાજકારણ સામાજિક જીવનમાં પ્રસિદ્ધિ શકય છે. મહિલાઓ કુટુંબમાં પ્રગતિ થવાથી ઉત્સાહનો અનુભવ કરશે. નાણાંની સગવડતા સચવાશે. મહિલાઓએ ટીકા ટિપ્પણી ટાળવી જરૂરી છે. અપે‌િક્ષત કળા, હુન્નર જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી શકશો. કુટુંબના કોઇ સભ્ય કે વડીલના આરોગ્ય અંગે ચિંતા ઊભી થાય તેવી શકયતા છે. બિનજરૂરી જોખમોને આમંત્રણ ન આપવું હિતાવહ છે,


વૃશ્ચિકઃ
આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય ફરી એક વાર બગડવાની સંભાવના દેખાઇ રહી છે. એ માટે કદાચ થોડી ચિંતાઓ પણ રહેશે. છતાં તમારી ક્ષમતાઓ વિકસિત થવાની બાબતમાં તમે શ્રેષ્ઠ રહેશો. તમે તમારી ક્ષમતા તો વિકસિત કરશો જ. એનો પ્રયોગ પણ કાર્ય સફળતા માટે કરીને સફળતા મેળવી શકશો. આપ પ્રેરક બળ છો અને શાંતિના ચાહક પણ છો. આપના આ ગુણો થકી કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકશો. વેપારમાં આવક વિશે સુખદ અનુભવ થાય.

ધનઃ
કાર્યક્ષેત્રે સફળતા અનુભવશો. નોકરીની પ્રવૃત્તિઓ યશ અપાવશે. વેપાર માટે સફળતા જણાશે. નાણાં વ્યવહાર જળવાઇ રહેશે. પ્રવાસથી આર્થિક લાભ થાય તેમ છે. કોર્ટ-પ્રશ્નો માટે સફળ માસ છે. ગૃહિણીઓનો પડોશી સાથેનો સંબંધ વધુ સરળ બની રહેશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસની સુખદ અનુભૂતિ પ્રાપ્ત થાય તેમ છે. છાતીના દર્દોમાં રાહત થશે. કુટુંબમાં મતભેદો હળવા થશે. પરસ્પર સંપ અનુભવાય.

મકરઃનોકરીમાં પરિવર્તનો શકય છે, પરંતુ સફળતા પણ સહજ બની રહેશે. વેપારમાં આવક જળવાય. ધાર્યા મિત્રોની મદદ મળશે. મહિલાઓને પરિવારજનોથી સુખદ અનુભવ પ્રાપ્ત થશે. નોકરીમાં યશ મેળવશો. પ્રવાસ દ્વારા વેપારના મિત્રોની વૃદ્ધિ થાય તેમ છે. ઉઘરાણીના નાણાંની વસૂલી પણ આ સપ્તાહમાં શકય છે. મહિલાઓને કીમતી રત્ન આભૂષણની ખરીદીમાં અનુકૂળતા જણાશે.

કુંભઃ
તમે નવા અભિગમ સાથે તમારા દરેક કાર્ય હાથ ધરી શકશો. તમારી પ્રાથમિકતાઓ બદલાય. તમે વર્તમાન મહિનામાં તમારું સમગ્ર ધ્યાન આરોગ્યની જાળવણીમાં અને આનંદ પ્રાપ્તિ માટે કેન્દ્રિત કરી શકશો. પ્રાથમિકતાઓ બદલાતા તમને દરેક ક્ષેત્રે લાભ થાય. જેમ કે તમારું વ્યકિતગત અને પારિવારિક જીવન વધુ સારું બને. કામમાંથી ફાયદો મળે. સહ કર્મચારી સાથેના તમારા સંબંધો સારા બને. તમે નવા ધંધાકીય સાહસો ખેડી શકશો.

મીનઃજિંદગી નિષ્ઠાવાન અને પ્રામાણિક લોકોને જ સાથ આપે છે. તેથી આપ મહેનતથી જેટલા વધારે સારાં કામ કરશો એટલી વધુ સફળતા મેળવી શકશો. હકીકતમાં આ સપ્તાહની વ્યકિત તરીકેનું બિરુદ અને પ્રશંસા મેળવશો. એમ છતાં પરિવારજનો સાથે ગાળેલો સમય અત્યંત આનંદદાયક હશે. કુટુંબના
કોઇ સભ્ય કે વડીલના આરોગ્ય અંગે ચિંતા ઊભી થાય તેવી શકયતા છે. તેમાં આપ આપના સાબદા વલણથી બહાર આવી શકશો.


આ પણ વાંચો :