શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: શનિવાર, 31 માર્ચ 2018 (17:37 IST)

એપ્રિલ 2018 રાશિફળ - જાણો કેવો રહેશે એપ્રિલ મહિનો તમારે માટે

મેષ - મેષ રાશિના જાતકો માટે એપ્રિલનો મહિનો સામાન્ય રહેશે. પોતાના પરિવારને પર્યાપ્ત સમય આપશે તો સારુ રહેશે. પરિવાર સાથે સારો સમય વીતશે. આ મહિને તમારા કામ યોજનાબદ્ધ રૂપે પાર પડવાની કોશિશ કરો  મહિનાના અંત સુધી મેષ રાશિના જાતકો ને આવક સારી રહેશે. પેટ સાથે સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. બિઝનેસ કરનારાઓ લોકો માટે આ મહિનો સારો છે. ઉધાર આપવાથી બચો. પ્રેમ સંબંધો માટે સમય ઉત્તમ છે. 

વૃષ રાશિ -  પેટ વિકારની શક્યતા છે. જૂનો રોગ પરેશાન કરશે. ધનની અવરજવર રહેશે. બનતા કાર્ય રોકાય શકે છે. નવુ વાહન આવવાની શક્યતા છે. માતા પક્ષ તરફથી લાભ થશે. શત્રુ પક્ષ કમજોર રહેશે. જમીન મિલકતનો મામલો પરેશાન કરશે. આ મહિનામાં કોઈ નવા કાર્ય શરૂ ન કરો. સકારાત્મક વિચાર બનાવો. 
 
મિથુન રાશિ - સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. તનાવ વધશે. ધન લાભ થશે. માતા પક્ષ તરફથી ચિંતા થશે. વેપાર મઘ્યમ રહેશે.  સંતાન કર્યો પર ખર્ચ થશે. યાત્રા થશે અને લાભ પણ થશે. પતિ પત્ની વચ્ચે ભેદભાવ થઈ શકે છે. તમારુ માન સન્માન વધશે. દૈનિક કાર્ય ગતિ અનુકૂળ રહેશે. 
 
કર્ક રાશિ - સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. કાર્યોમાં લાભ અને સફળતા પ્રાપ્ત થશે. માન યશ પ્રાપ્ત થશે. મિત્રોની મદદ મળશે.  શત્રુ હારી જશે. ક્રોધથી બચો. વિરોધી કાર્યોમાં અવરોધ નાખશે. સાહસ અને ઉત્સાહ વધશે. લેવદેવડમાં સાવધાની રાખો. વાણીમાં થોડી મઘુરતા રાખો. લાભ થશે. 
સિંહ રાશિ - સ્વાસ્થ્યની ચિંતા રહેશે. ખર્ચ વધુ થશે. કાર્યગતિ સામાન્ય રહેશે. ઘર્મ કર્મમાં રસ વધશે. વેપારમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહેશે. મહેનતથી કાર્ય પુર્ણ થશે. વાહન વગેરે પર ખર્ચ થશે. રોકાયેલ કાર્ય પ્રયાસથી પુર્ણ થશે. સમય સંઘર્ષનો રહેશે. અવિવાહિતોએ હાલ રાહ જોવી પડશે.  
 
કન્યા રાશિ - તબિયત સારી રહેશે.  ધનલાભ થશે. તમારુ મનોબળ વધશે. મનોરંજન કાર્યોમાં ખર્ચ થશે. ઘરમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. વર્તમાન દિવસોમાં કોઈ નવુ કાર્ય શરૂ ન કરો. શત્રુ હારી જશે અચાનક યાત્રાના યોગ છે. કાર્યોમાં અવરોધ આવશે. ઘર્મ કર્મમાં રૂચિ વધશે. દૈનિક કાર્ય ગતિ અનુકૂળ રહેશે. 
 
તુલા રાશિ - તબિયતના પ્રત્યે સચેત રહો. આર્થિક સ્થિતિ ઉતાર ચઢાવની રહેશે. મિત્રોનો સહયોગ મળશે. ઉત્સાહ વધશે. શુભ અને માંગલિક કાર્ય સંપન્ન થશે. યાત્રા દ્વરા લાભ થશે. ભવિષ્યની ચિંતા લાગેલી રહેશે. મનોરંજન કાર્યો પર ખર્ચ થશે. વાહન વગેરે પર ખર્ચ થશે. શત્રુ હારી જશે. દૈનિક કામની સ્થિતિ સામાન્ય રહેશે. વેપાર ઠીક ઠીક રહેશે. 
 
વૃશ્ચિક રાશિ - આરોગ્ય મઘ્યમ રહેશે. ઘન લાભ થશે. લેવડદેવડમાં સાવધાની રાખો. પારિવારિક ખર્ચ વધશે. કાર્યોમાં અવરોધ આવશે. માતા પિતાની ચિંતા રહેશે. ભવિષ્યની ચિંતા લાગી રહેશે. શત્રુ હારી જશે. ધર્મ કર્મમાં રસ વધશે. બિઝનેસ સામાન્ય રહેશે. મિત્રોની મદદ મળશે. દૈનિક કાર્ય ગતિ સંઘર્ષમય રહેશે. 
ધન રાશિ -  તમે અસ્વસ્થ્ય થઈ શકો છો. ધનની કમી અનુભવશો. મનોરંજન કાર્યો પર ખર્ચ થશે. ઘરમાં વાતાવરણ અશાંત થઈ શકે છે. અચાંક યાત્રા થઈ શકે છે.  તમારા કાર્યો પ્રત્યે ઉત્સાહ વધશે. સમય થોડો પ્રતિકૂળ થઈ શકે છે. કુંવારાઓને હાલ રાહ જોવી પડશે.  રોજના કાર્ય ગતિ અનુકૂળ રહેશે. કોઈ અજનબી પર વિશ્વાસ કરવો નુકશાન પહોંચાડી શકે છે. ક્રોધ બિલકુલ ન કરો નહી તો કામ બગડશે. 
 
મકર રાશિ - શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો. આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ રહેશે. વાહન પર ખર્ચ થશે. ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે. મિત્રોનો સહયોગ મળશે. અચાનક કોઈ મુશ્કેલી આવી શકે છે. વેપાર સામાન્ય રહેશે. તમારો ઉત્સાહ વધશે. કાર્યોમાં સફળતા અને લાભ મળશે. શત્રુ હારી જશે. સંતાનના કાર્યો માટે દોડભાગ રહેશે. 
 
કુંભ રાશિ - તબિયતનુ ધ્યાન રાખો. ધનની કમી અનુભવશો. વાહન વગેરેની સમસ્યા આવી શકે છે. પરિશ્રમ દ્વારા વેપારમાં સુધાર થશે. ધર્મ-કર્મમાં મન લાગશે. શત્રુ પર વિજય મળશે.