ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: શનિવાર, 14 એપ્રિલ 2018 (17:43 IST)

જ્યોતિષ શાસ્ત્ર - સૂર્યએ બદલી ચાલ, જાણો કોની બદલશે કિસ્મત અને કોન થશે બરબાદ

જ્યોતિષ મુજબ સૂર્યના રાશિ પરિવર્તનથી બધી રાશિયો પર વિશેષ પ્રભાવ પડશે. આગળની સ્લાઈડ્સમાં જાણો સૂર્યના રાશિ પરિવર્તનથી રાશિયો પર શુ પ્રભાવ પડશે. 
 
મેષ - સૂર્યની તમારા રાશિમાં સંક્રમણથી આ સંક્રાંતિની અવધિમાં મહેનત વધુ કરવી પડશે. આ ગોચરની અવધિમાં તમારા ગુસ્સા પર વધુ નિયંત્રણ રાખવુ પડશે.  યાત્રામાં પૂર્ણ સાવધાની રાખવાની જરૂર છે. બિનજરૂરી ખર્ચથી તનાવ વધશે. 
 
વૃષભ - સૂર્યનુ ગોચર તમારે માટે થોડાક મામલે શુભ સાબિત થવાનુ છે. આ ગોચરની અવધિમાં તમારા કાર્યોમાં અવરોધ આવશે. સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સચેત રહેવુ પડશે. તમારા વિરોધી દરેક શક્ય પ્રયાસ કરશે.  ધન-હાનિની પણ શક્યતા છે. 
 
મિથુન - સૂર્યના ગોચરથી તમારી નોકરી વગેરેમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થશે. સરકારી સહાયતા પ્રાપ્ત થઈ શકે છે. ધનના ખર્ચ પર કાબુ રાખો. શત્રુ પક્ષ પરેશાન રહેશે.  લાંબા સમયથી અટકેલા જરૂરી કાર્ય આ ગોચરની અવધિમાં પૂરા થશે. 
 
કર્ક - સૂર્યના ગોચરથી તમારા રોકાયેલા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે.  ગોચરની અવધિ તમારે માટે ખુશનુમા રહેશે.  આ કારણે તમારુ મન પ્રસન્ન રહેશે.  સમાજમાં તમારી પ્રશંસા થશે. ઓફિસનુ વાતાવરણ ખુશનુમા કાયમ રહેશે. નોકરીમાં પદોન્નતિ શક્ય છે. 
 
સિંહ - આ ગોચરની અવધિમાં તમને મહેનત વધુ કરવી પડશે. ઘરેલુ ખર્ચાથી તનાવની સ્થિતિ કાયમ રહી શકે છે.  કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂરો થવામાં સમય લાગી શકે છે.  સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન આપવાની જરૂર છે. 
 
કન્યા - આ ગોચરની અવધિમાં તમને વધુ મહેનત કરવી પડશે. ઘરેલુ ખર્ચાથી તનાવની સ્થિતિ કાયમ રહી શકે છે.  કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂરો થવામાં સમય લાગી શકે છે.  સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન આપવાની જરૂર છે. 
 
તુલા - સૂર્યના ગોચરથી તમારા મનમાં ભ્રમની સ્થિતિ કાયમ રહી શકે છે.  આ ગોચરની અવધિમાં મન વિચલિત રહી શકે છે.  લડાઈ-ઝગડાની આશંકા કાયમ રહી શકે છે.  સરકારી નોકરી કરનારાઓ સાવધ રહેવુ જોઈએ. 
 
ધનુ -  સૂર્યના આ ગોચરથી તમારુ આરોગ્ય સારુ રહેશે. ધન લાભની પૂરી શક્યતા છે.  કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાને કારણે તમારુ મન પ્રસન્ન રહેશે.  શત્રુ પક્ષ કમજોર રહેશે.  નોકરીમાં પદોન્નતિ થવાની પૂરી શક્યતા છે.  
 
મકર - સૂર્યના ગોચરથી તમારા ઉપર અચાનક આર્થિક સંકટ આવી શકે છે. પોતાનાઓથી વિખૂટા પડી શકો છો. આ ગોચરની અવધિમાં જે પણ કાર્ય શરૂ કરશો તે સંપૂર્ણ રીતે નિષ્ફળ જશે. 
 
કુંભ - સૂર્યનુ આ ગોચર તમારે માટે શુભ સાબિત થશે. નોકરીમાં કોઈ મોટુ પદ પ્રાપ્ત થશે. કોઈ મોટી ભેટ મળી શકે છે.  ધન સાથે સંબંધિત લાભ મળશે.  ઘર-પરિવાર તરફથી કોઈ નવા શુભ સમાચાર પ્રાપ્ત થશે. 
 
મીન - સૂર્યના ગોચરથી તમને ધન હાનિ થઈ શકે છે. જીદ્દી સ્વભાવને કારણે હાનિ થઈ શકે છે. પ્રતિષ્ઠા અને સન્માનની કમી આવશે.  ધનની લેવડ-દેવડમાં પૂર્ણ સાવધાની રાખવાની જરૂર છે.