શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : બુધવાર, 31 જાન્યુઆરી 2018 (10:41 IST)

31 જાન્યુઆરીનું રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (31/01/2018)

મેષ(અ.લ.ઈ.) :- અંગત સંબંધોમાં સાવધાની રાખવી રાજકીય રીતે લાભ રહે. તમારામાં રહેલી પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે.

વૃષભ(બ.વ.ઉ.) :- સામાજીક કાર્યોમાં સફળતા મલવાની વડીલો-પાર્જીત મિલ્કતથી લાભ બેન્ક લોનના કાર્યમાં સફળતા.

મિથુન(ક.છ.ઘ.) :- નોકરી કરતા વ્યકિતઓને ચીવટ રાખવી તમારા કામો બીજાને ન સોપવા ખાનપાન ઉપર સંમય રાખવો. ધાર્મિક કાર્ય થાય.

કર્ક(ડ.હ.) :- રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારોની ઇચ્છા ફળે સુખ સગવડતાઓ વધે અધીકારીવર્ગનો સહકાર રહે. સ્વાસ્થ્ય જાળવવું.

સિંહ(મ.ટ.) :- ગૂઢ રહસ્યોમાં રૂચી વધવાની વધુ પડતો સમયનો વ્યય ન થાય તેનું ધ્યાન રાખજો અંધ શ્રધ્ધાને જીવનમાં સ્થાન ન આપવું.

કન્યા(પ.ઠ.ણ.) :- નિખાલસતાએ તમારી સફળતાની સીડી છે પણ કોઇ તેનો લાભ ન લ્યે તેનું ધ્યાન રાખજો નવી ઓળખાણ થાય.

તુલા(ર.ત.) :- લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયત્નો ફળે. મિલ્કતથી લાભ. પરિવારના વડીલોનો સાથ સહકાર સારો રહેવાનો.

વૃશ્ચિક(ન.ય.) :- મહેનતનું ફળ મલવાનું છતા વધુ લાલચથી દૂર રહેજો તક ઝડપી લેજો જુના મિત્રોની મુલાકાત લાભદાયક રહે.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- તમારા પ્રયત્નો ફળવાના તમારે બીજાને સમજવાની કોશીષ કરવી ભાઇ-બહેનોના પ્રશ્નોમાં સફળતા મળે વિદેશથી લાભ.

મકર(ખ.જ.) :- આર્થિક દૃષ્ટિએ ઉત્તમ દિવસ રહેવાનો પ્રવાસનું આયોજન થાય. મિત્રો સાથે ભાગીદારી ધંધાથી લાભ રહે.

કુંભ(ગ.શ.સ.) :- ઇશ્વરની તમારી ઉપર કૃપા રહેવાની મહત્વના કાર્યોમાં સફળતા મલવાની શેર સટ્ટામાં અનુભવનો લાભ રહે.

મીન(દ.ચ.ઝ.) :- આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખજો. પરિવારના સભ્યો સાથે નાણાકીય બાબતોની ચર્ચા કરવી પડે.