શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : શનિવાર, 1 ડિસેમ્બર 2018 (13:47 IST)

માસિક રાશિફળ ડિસેમ્બર 2018 - જાણો 2018નો આ અંતિમ મહિનો તમને શુ ભેટ આપીને જશે

વર્ષનો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ થઈ ચુક્યો છે.  આપણી ત્યા કહેવત છેકે અંત ભલો તો બધુ ભલુ. આવો જોઈએ કે વર્ષ 2018 નો અંતિમ મહિનો તમારે માટે શુ લઈને આવ્યો છે. જતા જતા આ વર્ષ તમને શુ ભેટ આપશે. 
 
 
મેષ - આ રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેશે 
 
મહિનાની શરૂઆતમાં પૈતૃક સંપત્તિથી લાભ થશે.  આકસ્મિક ધન પ્રાપ્તિ માટેનો ઉત્તમ યોગ છે. તમારી પ્રતિભાને પ્રદર્શિત કરવ માટે સમય ઉત્તમ છે. મકાન અને વાહનની ખરીદી માટે અનુકૂળ સમય છે. તમારુ કાર્ય ધીમે પરંતુ નિયમિત ગતિ અને સારી રીતે સફળતાપૂર્વક થશે.  તમારે માટે આરામદાયક સમય રહ્શે.  તમે બહાર ફરવા જવાનો કાર્યક્રમ બનાવશો.  તમારી બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ થશે.  બીજા સાથે વાદ વિવાદ વધે નહી તેનુ ધ્યાન રાખો. આર્થિક બાબતે કોઈના પર વિશ્વાસ કરશો નહી.   મહિનાના બીજા અઠવાડિયે વ્યવસાયમાં કોકી મોટો ઓર્ડર પ્રાપ્ત કરવામાં અવરોધ આવી શકે છે.  નોકરીમાં સહકર્મચારીઓ સાથે વિવાદ થવાની શકયતા. ઘરે મહેમાનનુ આગમન થશે. 
 
વૃષભ - થોડી સાવધાની રાખવી જરૂરી 
 
સાર્વજનિક જીવન ભાગીદાર અને જીવનસાથી આ બધા વિષયો પર આ મહિને વિશેષ ધ્યાન આપવુ પડશે. તેમની સાથે વાત કરતા સમયે વાણી પર સંયમ રાખીને વ્યવ્હાર કરો. તમે ઉતાવળ અથવા આવેશમાં કોકી નિર્ણય ન લો. ગ્રહ જ એવી ચાલ ચાલી રહ્યા ચ હે કે તમે આત્મીયતા સાથે ભાવનાત્મક રૂપથી જોડાયેલ રહેશો. અને તમારુ મન અસ્થિર ન થાય એ માટે ભગવાન શિવજી ઉપર કાચા દૂધ અને શુધ્દ જળ મિક્સ કરીને અભિષેક કરવાથી ખૂબ લાભ થશે. આ મહિને કોઈપણ પ્રકારનુ ઉધાર લેવાથી બચો. ભૂલથી પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધુ ન થઈ જાય તેનુ ધ્યાન રાખો. સાથે જ ગુસ્સો અને કારણ વગર ક્રોધ ન કરો 
 
મિથુન - નવી નોકરીની તક ઉભી થશે 
 
વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ રહેશે. જો તેઓ સમય મુજબ યોજના બનાવીને અભ્યાસ કરે. તમારા  દિલમાં કોઈ વિશેષ  વ્યક્તિ માટે પ્રેમની કૂપળ ફૂટશે. અને નવા સંબંધોની શરૂઆત કરવા માટે તમારા દિલમાં ઉત્સાહ રહેશે.  વ્યવસાયમાં પ્રગતિ થશે.  કોઈ નવી નોકરીની તક પ્રાપ્ત થશે.  તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યોની પ્રશંસા થશે. કોર્ટ કચેરીના કાર્યોમાં નિષ્ફળતા મળી શકે ક હ્હે.  આકસ્મિક ખર્ચ પૂરા કરવા માટે તમને અગ્રિમ યોજના બનાવવી પડશે.  સમય તમારા પક્ષમાં રહેશે.  તેના ફળસ્વરૂપ તમારી મહેનત રંગ લાવશે અને નકારાત્મક પરિસ્થિતિને પણ તમે સકારાત્મક પરિસ્થિતિમાં બદલી નાખશો. માતાની તબિયત બગડવાની આશંકા છે. મહિનાના ઉત્તરાર્ધમાં જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. 
 
 
કર્ક - આનંદનુ વાતાવરણ રહેશે 
આ મહિને તમારા પરિવારમાં આનંદનુ  વાતાવરણ રહેશે.  ઘરમાં ફર્નીચર વગેરેની સજાવટમાં પરિવર્તન કરીને તેને નવુ સ્વરૂપ પ્રદાન કરશો. દરેક વાત પર તમે વ્યવ્હારિક રૂપે વિચાર કરશો.  પૂર્વાર્ધ સમયમાં પ્રેમ સંબંધો અથવા સંતાન સાથે સંબંધોમાં અહં ના કારણે મન દુખી થઈ શકે ક હ્હે.  જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી સમાધાનકારી પ્રવૃત્તિ અપનાવો. ભવિષ્ય માટે આર્થિક મામલે ઉત્તમ પ્લાનિંગ કરી શકશો. નકારાત્મક વિચારોથી દૂર રહેવની સલાહ છે. મનમાં થાક, બેચેની અને બોરિયત થઈ શકે છે.  કોઈ ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોંધાવી શકશો. 
 
સિંહ - નવી નોકરી જોઈન કરી શકો છો . તમે દરેક કાર્ય સમજી વિચારીને કરશો. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં મહેનત કરવી જરૂરી છે. ગ્રહોની સ્થિતિ કંઈક એવી છે કે તમે મહેનતના મુકાબલે ઓછુ ફળ મેળવશો. તમે નવી નોકરી પણ જોઈન કરી શકો છો. શત્રુ તમારા વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી શકે છે.  પણ તે કશુ બગાડી શકે નહી.  ભાગીદાર અને પાર્ટનર સાથે તમારા સંબંધ મધુર થશે.  પતિ પત્નીમાં પારસ્પરિક તાલમેલ વધશે.  સમાજમાં આગળ વધવાની તક પ્રાપ્ત થશે. નાનો પ્રવાસ પણ તમારા વ્યવસાય માટે લાભદાયી રહેશે. 
 
કન્યા - જૂની સ્થિતિ બદલાય જશે 
 
પ્રેમ સંબંધોમાં તમે લાંબા સમયથી ઉગ્ર વ્યવ્હાર કરી રહ્યા છો. જેને કારણે તનાવની સ્થિતિ બનેલી છે. આ સ્થિતિ આ મહિનાથી બદલાય જશે. તમારી વચ્ચે આત્મીયતા વધશે. જો કે જૂના પ્રેમ અને મૈત્રી સંબંધોને તોડીને તમારા નવા સંબંધોની શરૂઆત કરવાની શક્યતા પણ છે.   નોકરિયાત લોકો પૂરા જોશ અને ઉત્સાહ સાથે ઝડપી ગતિથી કાર્ય પૂર્ણ કરીને પોતાની  કુશળતાનો પરિચય આપશે. પણ સાથે જ એક વાતનુ ધ્યાન રાખો. જ્યા ટીમ વર્કમાં કામ કરવાનો હોય ત્યા તમારો ગુસ્સો નહી ચાલે. આવા સમયે તમારી ધીરજ રાખવી જરૂરી છે. 
 
તુલા - વરિષ્ઠ અધિકારી તમારાથી ખુશ થશે 
 
પ્રારંભિક ચરણમાં તમારા રોમાંસની ભાવના ક્રમશ વધશે.  શરૂઆત કદાચ કમજોર હોય પણ તેમા તરત સુધાર આવશે.  દાંમ્પત્ય જીવનના ઉત્તમ સુખનો આનંદ ઉઠાવવાનો સમય શરૂ થયો છે. એવુ કહી શકય છે. પ્રિય  વ્યક્તિ અથવા મિત્રો તરફથી કોઈ ભેટ ઉપહાર પ્રાપ્ત થઈ શકે છે. વરિષ્ઠ અધિકારી તમારાથી ખુશ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે.  વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો. જેનુ પરિણામ લાંબી અવધિમાં ખૂબ લાભદાયક રહેશે.  તમે ઈમાનદારીથી તમારુ કાર્ય પૂર્ણ કરશો. તમારી લોકપ્રિયતામાં વધારો થશે.  
 
 
વૃશ્ચિક - યાત્રાઓથી મોટો લાભ થશે. 
 
મહિનાની શરૂઆતથી જ ગ્રહોની સ્થિતિ સારી હોવાની સાથે તમે મોટાભાગના કાર્યોમાં કુશળતા પ્રાપ્ત કરશો.  પરોપકાર અને ધાર્મિક કાર્ય કરશો. વિચારોથી નકારાત્મકતા દૂર થશે.  સંતાન તરફથી ઉત્તમ સમાચાર મળશે.  તમારા કાર્યોની પ્રશંસા થશે. સંપત્તિ સંબંધી લેવડદેવડ થઈ શકે છે. મકાનમાં રિનોવેશનનુ કાર્ય થશે. પરિવા ર અને જીવનસાથી સાથે બહાર જવાનો કાર્યકર્મ બનાવશો. આ સમયની આ યાત્રા લાભદાયી રહેશે.  પરિણિતને સાસરિયા તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે.  ભૂતકાળમાં અધૂરી રહી ગયેલી ઈચ્છા પૂરી થશે. 
 
ધનુ - વિદ્યાર્થીઓને મળશે ઉત્તમ પરિણામ 
 
ગ્રહોની સ્થિતિ કહે છે કે આ મહિને સ્વસ્થ્યની સમસ્યા વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ ઘરમા& વડીલો સાથેના સંબંધોમાં તનાવ સરકરી અથવા કાયદાકીય કાર્યોની અડચણો, સ્વાસ્થ્યની તકલીફ આ તમામ વિષયોમાં તમારે સાચવીને જ રહેવુ પડશે. વિશેષકરીને તમારી આંખોની તકલીફથી સતર્કતા રાખવાની છે. કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ ટકરાવ કે પછી ઝગડો થઈ શકે છે.  તમારા ક્રોધને નિયંત્રણમાં રાખવો જરૂરી છે. નહી તો પરિસ્થિતિ ઉલઝન ભરી રહી શકે છે.  પહેલા અઠવાડિયે વિદ્યાર્થી જાતક સામાન્ય અભ્યાસ કરી રહ્યા હશે તો પણ તેમને અતિ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. 
 
મકર - પ્રમોશનના બની રહ્યા છે યોગ 
 
મહિનાની શરૂઆતમા પખવાડિયે તમને મહત્વપૂર્ણ કાર્ય સરળતથી પૂર્ણ થવાથી કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે.  અને આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે. નોકરિયાત લોકોને નવી જવાબદારી સાથે પદોન્નતિની શક્યતાને નકારી શકાતી નથી.  પરદેશ સાથે સંબંધિત કાર્યથે લાભ થશે.  તમારા કાર્યોમાં સૃજનાત્મકતા વધશે. ડેકોરેશન, પરફ્યૂમ સૌદર્ય પ્રસાધન સૌદર્ય સાથે સંબંધિત ઉત્પાદોની એજંસી અથવા વિક્રય સિનેમાથી સંબંધિત કાર્યો કલા જગત સજાવતની વસ્તુઓ વગેરે કામકાજમાં ઉત્તમ પ્રગતિની તક તમને પ્રાપ્ત થશે. 
 
કુંભ - આવકમાં વૃદ્ધિનો મહિનો 
 
તમને ક્યાક ને ક્યાક કોઈ નવુ કાર્ય મળતુ રહેશે.  જેનાથી આવકમાં વૃદ્ધિ થશે.  તમારી સાર્વજનિક પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થવાની શક્યતાને નકારી શકતી નથી. જો કે સાથે જ સાથે તમારા સ્વભાવમાં ઉગ્રતાનુ પ્રમાણ વધુ રહેશે.  તેથી કોઈપણ વ્યક્તિ સાથે વ્યવ્હારમાં સંયમ અને વાહન ચલાવતી વખતે કે કોઈપણ કામ કરતી વખતે ધીરજ રાખો. તમારુ વિશેષ બળ સાથે આ સલાહ આપવામાં આવી રહી છે. સાર્વજનિક જીવનમાં તમારી સક્રિયતા વધશે.  સમાજ અથવા ગરીબોની ખુશી માટે તમે વિવિધ ગતિવિધિઓમાં ભાગ લેશો. 
 
મીન - શાનદાર ભવિષ્યનો પાયો નાખશો 
 
ડિસેમ્બર તમારે માટ ટૂંકમા મિશ્રફળદાયી કહી શકાય છે.  તમારી મહત્વકાંક્ષાને ગતિ પ્રાપ્ત થશે.  હાલ તમે જે કામ કરતા હશો તેનાથી વધુ ઉત્તમ કામ કરવા માટે તમે ઉત્સાહી રહેશો. આ મહિને તમારી આશાવાદી અને અવસરવાદી બંને સ્વભાવ બધાની સામે આવશે.  થોડી ઉતાવળ અને ભાગ્ય પર છોડી દેવાની વૃત્તિ પર કંટ્રોલ કરવો પડશે.  તમે વેપારમાં નવી નવી ટેકનીકનો ઉપયોગ કરશો અને તેમા એંડવાંસ થવા માટે નવી તરકીબ પણ કાઢશો. આ અભિવૃત્તિ જ તમને ભવિષ્યમાં ઊંચા શિખરો તરફ બુલંદીઓ પર પહોંચાડશે.  જેમ જેમ મહિનો આગળ વધશે તેમ તેમ તમારુ બુદ્ધિબળ અને વિવેકનો ઉપયોગ કરીને સરળતાથી કાર્ય કરતા જશો.