શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: ગુરુવાર, 17 મે 2018 (11:00 IST)

ધન પ્રાપ્ત કરવા માંગો છો તો રાશિ મુજબ કરો આ મંત્રનો જાપ

જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક જાતકની ચદ્ર રાશિ હોય છે અને દરેક ચન્દ્ર રાશિનો સ્વામી ગ્રહ હોય છે. આ રીતે દરેક ગ્રહનો એક ઈષ્ટ દેવતા પણ હોય છે. જો કોઈ સ્વામી ગ્રહના ઈષ્ટ દેવતાને પ્રસન્ન કરી લે તો કોઈ પણ જાતકના જીવનમાં આવતી મુશ્કેલીઓથી છુટકારો મળે છે.
 
મેષ -  રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે આ રાશિના જાતકોના જીવનમાં આવી રહેલી બધી સમસ્યાઓ માટે જો ભગવાન હનુમાનજીની આરાધના કરવામાં આવે તો આ ખૂબ મદદગાર સિદ્ધ થઈ શકે છે. 
 
મંત્ર- ૐ હનુમતે નમ: નો જાપ દરરોજ કરવાથી, આર્થિક અને નાણાકીય ક્ષેત્રમાં લાભ મળે છે. 
 
વૃષભ -  રાશિનો સ્વામી ગ્રહ શુક્ર ગણાય છે.  આ રાશિના જાતકોએ ધન સંબંધિત બધી સમસ્યાઓના અંત માટે માતા દુર્ગાની પૂજા કરવી લાભદાયક સિદ્ધ હોઈ શકે છે. 
 
મંત્ર- ૐ દુર્ગાદેવયૈ નમ:ના જાપથી નાણાકીય સમસ્યાઓના અંત હોય છે. 
 
મિથુન -  નો સ્વામી ગ્રહ બુધ ગણાય છે. આ રાશિના જાતકોને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી પ્રસિદ્ધી મળી શકે છે. 
 
મંત્ર - ૐ ગં ગણપતે નમ:ના જાપથી નોકરી અને ધંધામાં આવી રહેલ પરેશાનીઓનો અંત થાય છે. 
કર્ક -  રાશિ જાતકોમાં ચંદ્રમા ગ્રહ રાશિનો સ્વામી હોય છે. જ્યોતિષ મુજબ ચંદ્રમા પર ભગવાન શિવનું  રાજ છે. આ રાશિના જાતકોને ધન સંબંધિત લાભ પ્રાપ્ત કરવા હોય તો ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. 
 
મંત્ર-  ૐ નમ:શિવાય મંત્રના હમેશા જાપ ફળદાયક સિદ્ધ હોય છે. 
 
સિંહ -  રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે સિંહ રાશિના જાતકોને ભગવાન સૂર્યની પૂજા કરવાથી અને નિત્ય તેમને અર્ધ્ય આપવાથી ઉર્જા મળે છે. 
 
મંત્ર - ૐ સૂર્યાય નમ:નો જાપ કરવાથી લાભ મળે છે. 
 
કન્યા -  રાશિનો સ્વામી બુધ ગ્રહ ગણાય છે. આ રાશિના જાતકોને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી તરત જ ધન સંબંધિત સમસ્યાઓમાં લાભ થાય છે. 
 
મંત્ર ૐ ગં ગણપતે નમ:મંત્રનો જાપ દરરોજ સવારે-સાંજે કરવાથી લાભ મળે છે. 
 
તુલા -  રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. તુલારાશિવાળાને દેવી લક્ષ્મીજીની પૂજા લાભદાયક ગણાય છે. તુલા રાશિના જાતક દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરી લે તો ધન સંબંધિત સમસ્યાઓનો અંત થઈ જાય છે. 
 
મંત્ર-  ૐ  મહાલક્ષ્મયૈ નમ: મંત્રનો જાપ કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. 
વૃશ્ચિક -  રાશિનો ગ્રહ મંગળ છે. વૃશ્ચિક રાશિવાળા માટે હનુમાનજીની પૂજા શુભ જણાવી છે. 
 
મંત્ર-  ૐ હં હનુમતે નમ: મંત્રના જાપથી શારીરિક દુખાવો અને ધન સંબંધિત દુખાવાનો અંત થાય છે. 
 
ધનુ રાશિ -  બૃહસ્પતિ ગ્રહ સાથે સંબંધ રાખે છે. ધનુ રાશિ વાળા માટે ભગવાન વિષ્ણુની પૂજા શુભ હોય છે. 
 
મંત્ર ૐ શ્રી વિષ્ણવે નમ: મંત્રના હમેશા જાપથી ધંધામાં લાભ થાય છે.
 
મકર - રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. તેથી શનિ કે હનુમાનજીની પૂજા, આ રાશિના જાતકો માટે શુભ હોય છે. 
 
મંત્ર - ૐ શમ શનિશ્વરાયે નમ: મંત્રનો જાપ કરવથી મુશ્કેલીઓ દૂર હોય છે. અને સુખ શાંતિ મળે છે. 
 
કુંભ - નો સ્વામી શનિ છે. શનિના ગુરૂ ભગવાન શંકર ગણાય છે. તેથી આ રાશિવાળાને શનિની સાથે-સાથે ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. 
 
મંત્ર- ૐ મહામૃત્યુંજય નમ: મંત્રનો જાપ દરરોજ સવારે સાંજે 108 વાર કરવાથી બધા પ્રકારના  દુખ દૂર હોય છે. 
 
મીન -  રાશિનો સ્વામી બૃહસ્પતિ કહેવાય છે. આ રાશિના જાતકોએ  ભગવાન નારાયણનું  ધ્યાન અને મંત્ર જાપ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓમાં લાભ મળે છે. 
 
મંત્ર - ૐ નારાયણા નમ: અને  ૐ ગુરૂવે મંત્રનો જાપ શુભ ફળ આપે છે.