IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ
IND vs SA 3rd ODI Live:ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે શ્રેણીની પહેલી મેચ 17 રનથી જીતી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં શાનદાર વાપસી કરીને 4 વિકેટથી જીત મેળવી અને શ્રેણી 1-1થી બરાબર કરી દીધી. શ્રેણીની ત્રીજી મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ બની ગઈ છે.
ભારતે વન-ડે સિરીઝની ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકાએ જીતવા માટે 271 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 39/0 છે. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ક્રિઝ પર છે.
વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે.
સાઉથ આફ્રિકાનો સ્કોર 224/5 છે. ટીમ તરફથી ડેવાલ્ડ બ્રેવિસ અને માર્કો યાન્સેન ક્રિઝ પર છે.
પ્રસિદ્ધ ક્રિષ્નાએ ક્વિન્ટન ડી કો (106 રન), મેથ્યુ બ્રીટ્ઝકી (24 રન) અને એડન માર્કરમ (1 રન)ને આઉટ કર્યા. ક્વિન્ટન ડી કોકે કરિયરની 23મી સદી ફટકારી છે. તેણે ભારત સામે સાતમી સેન્ચુરી ફટકારી.
રવીન્દ્ર જાડેજાએ કેપ્ટન ટેમ્બા બાવુમા (48 રન)ને વિરાટ કોહલીના હાથે કેચ કરાવ્યો. અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં રેયાન રિકલ્ટન (0)ને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ કરાવ્યો.