ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (17:57 IST)

માસિક રાશિફળ સપ્ટેમ્બર 2018 - જાણો કેવો રહેશે સપ્ટેમ્બર મહિનો તમારે માટે

મેષ -  તમારે માટે મહિનાનો પ્રથમ ભાગ જ્યા પરેશાનીઓ ભરેલો રહી શકે છે. બીજી બાજુ 18 સપ્ટેમ્બર પછીનો સમય તમારે માટે લાભપ્રદ અને ઉન્નતિદાયક રહેશે.  મહિનાનો પ્રથમ ભાગમાં જ્યા તમને નોકરી વ્યવસાયમાં સંઘર્ષનો સામનો કરવો પડશે બીજા ભાગમાં આ મામલામાં તમને ભાગ્યનો સહયોગ મળશે. તેથી નોકરી વ્યવસાય સાથે જોડાયેલા નિર્ણય મહિનાના બીજા ભાગમાં લેવા તમારે માટે લાભકારી રહેશે.  મહિનાનો પ્રથમ ભાગમાં તમારો વ્યય પણ વધેલો રહેશે. બજેટનુ ધ્યાન રાખો.
 
વૃષભ - આ મહિનાની રાશિનો સ્વામીનો શુક્ર 18 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં ગુરૂ સાથે રહેશે આવામાં સંતાન સંબંધી વિષયોને લઈને તમે ચિંતિત અને પરેશાન રહી શકો છો. પરિવારિક જીવનમાં ઉથલ-પુથલ બનેલો રહી શકે છે. કોઈ વ્યક્તિને કારણે તમને ધનનુ નુકશાન થઈ શકે છે. દગો પણ મળી શકે છે. સજાગ રહો. મહિનાનો ત્રીજુ અઠવાડિયા પછી તમે તમારી આવકને વધારમાં સફળ રહેશો પણ પરિશ્રમ ખૂબ કરવો પડશે.  
 
મિથુન - તમારી રાશિ પર મંગળની દ્રષ્ટિના કારણે તમારામાં ક્રોધ અને ઉત્તજના વધુ રહેશે આવામાં તમને કોઈ બનતુ કામ બગડી શકે છે.  બીજી અને તમારી રાશિનો સ્વામી બુધ રાશિથી ત્રીજા ઘરમાં વક્રી હોવાને કારણે તમે તમારી મહેનતથી આવકના સાધનમાં વૃદ્ધિ કરવામાં સફળ રહેશો. પણ ઘરેલુ જીવનમાં ઉકેલ અને પરેશાનીને કારણે મન અશાંત રહેશે. 
 
કર્ક - તમારા ભાગ્ય સ્થાનનો સ્વામીની ગુરૂની દ્રષ્ટિ ભાગ્ય સ્થાન પર થવાને કારણે ભાગ્ય તમારો પુર્ણ સાથ આપશે તમે તમારી યોજનાઓને પુર્ણ કરવામાં સફળ થશે. ધાર્મિક ભાવના અને આસ્થા વધશે જેનાથી પૂજા-પાઠ અને ધાર્મિક કાર્યોમાં તમે સક્રિય રહી શકે છે. પણ મહિનાનો બીજો ભાગ મતલબ 18 સપ્ટેમ્બર પછીથી મંગળની દ્રષ્ટિ નીચ હોવાને કારણે તમારામાં ક્રોધની ભાવના વધશે જેનાથી પરિવારમાં પરસ્પર તાલમેલ બગડી શકે છે.  વાગવાથી પણ આશંકા, સતર્કતાથી કામ કરો. 
 
સિંહ - તમારી રાશિનો સ્વામી સૂર્ય છે. . આવામાં તમને બિનજરૂરી ભાગદોડ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યમાં પણ ઉતાર ચઢાવ કાયમ રહેશે. બનતા કામમાં અવરોધ આવશે. મનમાં કોઈ વાતને લઈને ભય બન્યો રહી શકે છે અને ધન પણ કારણ વગર ખર્ચ થશે. વર્તમાન દિવસોમાં માતા-પિતા અને મિત્રોને પણ તમારો તાલમેલ બગડી શકે છે આવામાં સંયમથી કામ લો અને ગૂંચવણથી બચો. 
 
કન્યા  -  આ મહિનાનો બીજો ભાગ તમારે માટે વધુ અનુકૂળ રહેશે. આ દરમિયાન તમે નવી યોજનાઓ પર કામ કરી શકો છો. જેમા તમને સફળતા પણ મળશે. પણ મહિનાના પૂર્વાર્ધ મુશ્કેલીઓથી ભરેલો રહી શકે છે.  તમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડશે. આંખોમાં તકલીફ થઈ શકે છે.  ઘાયલ થઈ શકો છો અને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા કાર્યોમાં અવરોધ આવશે.  કાર્યક્ષેત્રમાં અધિકારીઓ સાથે તાલમેલમાં કમી આવશે. 
 
તુલા - આ મહિને તમારી રાશિથી બારમા ઘરમાં રાશિ સ્વામી શુક્રનો ગુરૂ સાથે મેળ તમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની આપશે. બિનજરૂરી ભાગદોડ અને ખર્ચમાં વધારો થશે. નોકરી કરનારાઓના મનમાં નોકરી બદલવાનો વિચાર આવી શકે છે. માતા-પિતા સાથે મતભેદ શક્ય છે. સમજદારીથી કામ લો.  પોતીકાઓનો વ્યવ્હાર પરાયા જેવો થઈ શકે છે. તેથી કોઈની પાસે વધુ અપેક્ષા ન રાખો. 
 
વૃશ્ચિક - આ મહિનામાં તમને સરકારી ક્ષેત્ર તરફથી લાભ થવાની શક્યતા છે. માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં અધિકારીઓ સાથે સહયોગ મળશે.  મિત્રો અને સગા સંબંધીઓ તરફથી સહયોગ મળશે.  તેની મદદથી તમને અનેક રોકાયેલા કામ બનશે  મહિનાના બીજા ભાગમાં જ્યા આવકમાં વધારો થવાના સંયોગ બની રહ્યા છે તો બીજી બાજુ શુભ કાર્યોમાં ખર્ચ પણ થશે. આમ તો શનિની સાઢે સાતીનો પ્રભાવ કાયમ રહેશે. તેથી ઘાયલ થવાની આશંકા છે. માનસિક પરેશાની અને ગુપ્ત ચિંતા પણ બની રહેશે. 
 
ધન - તમે સાઢેસાતીમાંથી પસાર થઈ રહ્યા છો તેના પર આ મહિનાની રાશિના સ્વામીનો રાશિના દસમાં ઘરમાં અસ્ત થઈ રહ્યો છે. આવામાં નોકરી વ્યવસાયમાં લાભની વધુ અપેક્ષા ન કરો. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે. બનતા કાર્યોમા અવરોધનો સામનો કરવો પડી શકે છે. તમારી માટે સલાહ છે કે ક્રોધ પર કાબૂ રાખો નહી તો તમારા બનતા કામ બગડી શકે છે. 
 
મકર - આ મહિને ગ્રહોની એવી સ્થિતિ બની છે કે મહિનાના પ્રથમ ભાગમાં તમને બનતા કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી મામલામાં પરેશાની થઈ શકે છે. ધન બાબતે સ્થિતિ સામાન્ય રહેશે. આમ તો આ મહિને કેટલીક સાતી વાત પણ છે. તમને માન-સન્માન મળી શકે છે.  નોકરી વ્યવસાયમાં ઉન્નતિ મામલામાં ભાગ્ય તમને સહયોગ કરશે. ધર્મ-કર્મમાં તમારો રસ વધશે. 
 
કુંભ - આ મહિને તમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. બનતા કાર્યોમાં અવરોધનો સામનો કરવો પડશે. બિનજરૂરી ભાગદોડ અને માનસિક તણાવ પણ બની શકે છે. તમારા ખર્ચ વધશે અને તમને લાંબા અંતરની યાત્રા કરવી પડી શકે છે. 18 સપ્ટેમ્બરથી શુક્રના ભાગ્ય સ્થાનમાં આવવાથી તમને થોડી રાહત મળશે. ભૌતિક સાધન અને ભૂમિ વાહન ખરીદવાના પ્રયાસમાં સફળતા મળી શકે છે. 
 
 
મીન - આ મહિનાથી સંઘર્ષ તો કરવો પડશે પણ ઉન્નતિ અને લાભ પણ મળશે. કાર્યક્ષેત્રમાં તમને વધુ પરિશ્રમ કરવો પડશે. ધર્મ કર્મ પ્રત્યે તમારી રૂચિ વધશે. તમને સલાહ છે કે ક્રોધ પર કાભૂ રાખો અને સંયમથી કામ લો નહી તો જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે.