બુધવાર, 7 ડિસેમ્બર 2022
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

માસિક રાશિફળ નવેમ્બર 2018 - અનેક રાશિઓ માટે સફળતાના દ્વાર ખોલશે આ મહિનો

મેષ - આ મહિનાની શરૂઆત તમારે માટે રાહત આપનારી રહેશે. તમારો દિવસ સામાન્ય રીતે વિતશે. પણ મનમાં શાંતિ અને કાર્ય કરવાનો સંતોષ રહેશે.  તમારા સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે.  તમે મિત્રો સાથે સમય આનંદથી પસાર કરશો. તમે ઉત્સાહ ઉમંગ અને આનંદથી તહેવાર ઉજવશો.  તમને નવી આશાઓ જોવા મળશે.  કુંવારા માટે ઉત્તમ સમય છે.  ધ લાભ થશે. વ્યવસાયના સંદર્ભમાં સફળ મીટિંગનુ આયોજન થશે.  કામ હોવા છતા તમે પરિવાર સાથે આનંદથી સમય પસાર કરી શકશો.   મહિનાના અંતિમ ચરણમાં ભાઈ બહેનોના સંબંધોમાં વિવાદ ઉભો થઈ શકે છે.  નોકરીમાં તકલીફ થઈ શકે છે.   સામાજીક કાર્યક્રમમાં સ્નેહીજનો સાથે મુલાકાત થશે. તમે તનાવથી મુક્ત રહેશો. તમારા વિચારોમાં સકારાત્મકતા અવશે. નવા વસ્ત્રોની ખરીદી કરશો. કોઈ મિત્ર સંબંધી તરફથી ભેટ અને ઉપહાર પ્રાપ્ત થશે. ઘરમાં શુભ પ્રસંગોનો યોગ બની રહ્યો છે.  ભાગીદારીના ધંધામાં પ્રગતિ થશે. 
 
 
વૃષભ - મહિનાના સપ્તાહમાં ઘણા બધા ગ્રહ ખુદની રાશિથી શુભ ગોચર નથી કરી રહ્યા તેથી તમે વૈચારિક અસ્થિરતા અને તનાવની સ્થિતિથી ખુદને બહાર આવવુ પડશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરો. ગ્રહ તમારા અનુકૂળ નથી. જેને કારણે તમારી ઈચ્છા વિરુદ્ધ આવા કામ કરવા પડશે. જેને કારણે તમારી અંદર અરુચિ જાગૃત થશે.  આવા સમયે જીવનનો એક પડકાર સમજીને સ્વીકાર કરો અને આગળ વધો.  પણ જીવનસાથીનો પ્રેમ ભર્યો સ્પર્થ અથવા સંવાદ તમારા જીવનને નવી દિશા આપવાની પ્રેરના  આપી શકે છે..  તેનો સાથ તમારી અંદર નવી ઉર્જાનો સંચાર કરશે. તમે નવા પ્રોજેક્ટ્સ હાથમાં લેશો અને તેમા તમને સફળતા પ્રાપ્ત થશે. વડીલોનો સાથ સહકાર મળશે. તમારા વ્યવ્હારમાં પરિવર્તન આવશે.  પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.  સાથે જ અહંકાર વધશે. તેનુ પણ ધ્યાન રાખજો. 
 
મિથુન - પ્રેમ સંબંધોમાં તનાવ અને સંતાન સાથે વિવાદ ન વધે તેનુ ધ્યાન રાખો. ભાગીદારીના વ્યવસાયમાં કોઈ મોટો ઓર્ડૅર પ્રાપ્ત કરવામાં રોક આવી શકે છે.  નવા કરાર કરવામા પણ વિલંભ થઈ શકે.  નોકરીમાં પ્રગતિ થશે.  આવકમાં વધારો થશે.  મહિનાની શરૂઆતમાં વ્યવસાયના સંદર્ભમાં સફળ મીટિંગનુ આયોજન થશે.  જેના ફળ સ્વરૂપ સમય વ્યતીત કરી શકશો.  મહિનના મધ્ય ભાગમાં તમને કફ વાયરલ ઈંફેક્શન થવાની શક્યતાઅ છે.  તમને મોટી જવાબદારી મળી શકે છે.  તમારી પાસે કલા નેતૃત્વ કલા અને પ્રબંધન કલાનો ઉત્તમ પ્રદર્શન કરવાની તક છે. આ તકનો લાભ લઈને તમે પ્રમોશન મેળવી શકો છો.  વેપારમાં પ્રગતિ થશે.  ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.  જો કે તાજેતરમાં કરવામાં આવેલ પ્રયાસ ભવિષ્ય માટે તમને મોટી સફળતાના આધાર સિદ્ધ થશે. પૈતૃક સંપત્તિમાં વાદ વિવાદ્નો કોઈ મધ્યસ્થ વ્યક્તિ દ્વારા સમાધાન થઈ શકે છે.


કર્ક - તમારી ભાવુકતામાં વૃદ્ધિ થશે.  પરિણામ સ્વરૂપ કોઈની વાણી અથવા વ્યવશારમાં તમારુ મન દુખી થઈ શકે છે. મહિનાન પૂર્વાર્ધમાં ભૌતિક સુખોમાં કમી આવશે. યાત્રા પ્રવાસમાં મુશ્કેલી આવી શકે છે.  વૈવાહિક સુખમાં અવરોધ આવી શકે છે. માનહાનિ થવાની આશંકા છે. તમારી જેમ બધા ઈમાનદાર રહે એવી ઈચ્છા થશે પણ વાસ્તવમાં આ પ્રકારનો પ્રતિભાવ ન મળવાથી તમારુ મન વ્યાકુળ રહેશે.  ઉત્તરાર્ધ સમયે પ્રેમ સંબંધોમાં તનાવ આવી શકે છે.  તમે જરૂરિયાત કરતા વધુ વર્ચસ્વની ભાવના રાખશો જેના કારણે સંબંધોમાં આર્થિક મુશ્કેલી ઉભી થઈ શકે છે.  જો કે વિદ્યાર્થી આ સમયે ક્યાક જઈ શકશે. તમે વિદ્વાનોના માર્ગદર્શનથી આગળ વધશો. તેથી હાલ સિદ્ધિદાયક સમય કહી શકાય છે.  સ્વાસ્થ્યનો વિચાર કરીએ તો માનસિક અશાંતિ સાથે શારીરિક અસ્વસ્થતાથી તમે બેચેન રહેશો.  આયાત નિકાસના કાર્ય સાથે જોડાયેલા વેપારીઓને લાભ થશે. તામરી ગુમાવેલી વસ્તુ તમને પરત મળે એવી શક્યતા છે.   ગૃહ સજ્જા માટે તમે નવુ ફર્નીચર ખરીદી શકો છો.  વ્યવસાયના ક્ષેત્રમાં સજાવટની વસ્તુઓ, ડેકોરેશન ગારમેંટ્સ પ્રિંટિંગ રસાયણ વગેરે કાર્યોમાં અનુકૂળતા રહેશે. શેર બજાર નએ સટ્ટેબાજી ગતિવિધિઓમાં સમજીવિચારીને કરેલ સોદા લાભ આપશે. 
 
સિંહ - નોકરિયાત લોક્ને આ સ્માયે સહકર્મચારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કોઈ વિષયે વૈચારિક મતભેદ થઈ શકે છે.  તમને ક્રોધ પર કાબુ રાખવો પડશે.   અને વાહન ચલાવતી વખતે સાવધ રહો. પ્રથમ અઠવાડિયે તમે તમારા પરિવાર માટે ખરીદીનો આનંદ લેશો.  જો કે આર્થિક મોરચે અનેક વિષયોમાં તમારી સૂઝ બૂઝ અને સમજદારીથી કામ લેવુ પડ્સહે. નહિ તો કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મુસીબતમાં પડી શકો છો.  પરિવારમાં મહેમાનોનુ આગમન થશે. તમારુ મનોબળ વધશે.  ઘરના સભ્યોની બીમારીથી સાવધ રહો.   તમે વ્યવસાયમાં લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો.   તમારા કામને સર્વાધિક પ્રાથમિકતા આપશો અને ત્યારબાદ પરિવારનો વખત આવશે.   તમે જે કામ મનમા નક્કી કરશો તે ગમે તેમ કરીને પૂરુ કરશો.  આર્થિક રોકાણ સમજી વિચારીને કરશો. નહી તો તમારે માટે ભવિષ્યમાં નુકશાનનુ કારણ બની શકે છે. 
 
કન્યા - તમને ર્કોધ પર કાબુ રાખવો પડશે અને વાહન ચલાવતી વખતે અને યાત્રા દરમિયાન સાવધાની રખવી પડશે. ખાસ કરીને વાનીનો પ્રભાવ હોય એવા ક્ષેત્રમાં જોડાયેલા જાતક વિનમ્રતાના ગુણ કાયમ રાખે નહી તો તમારા કેરિયર અપ્ર ગંભીર અસર પડી શકે છે.  તમારા અને તમારા પરિવાર માટે ખરીદીનો આનંદ લેશો.  ક્યાકથી લોન અથવા ઉધાર વસૂલી માટે કરવામાં આવેલ પ્રયાસોમાં સફળતા મળવાથી હાથમાં રોકડ વધશે. શેયર બજારથી દૂર રહો નહી તો લાખના હજાર જેવી સ્થિતિ થશે. તમારે અનેક બાબતોમાં તમારી સૂઝ બૂઝ અને સમજદારીથી કામ લેવુ પડશે.  તમારા રોકાયેલા કાર્ય કોઈ મિત્રની મદદથી આગળ વધશે.  તમારી માનસિક ચિંતા અને તનાવમાં કમી આવશે.  મિત્ર અથવા ભાઈ બહેનો સાથે ક્યાક અલ્પકાલિક યાત્રાનો કાર્યક્રમ બનવાની શક્યતા પણ જોવા મળી રહી છે.  વિવાહના ઈચ્છુક જાતકોની હાલ ક્યાક વાત ચાલી રહી હશે તો લગ્ન કરવામાં બેદરકારી ન રાખશો નહી તો દગાબાજીનો શિકાર બની શકો છો. 

તુલા - નોકરિયાત લોકોને કોઈ મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી મળી શકે છે.  તમે કુશળતાથી કાર્ય પૂરા કરશો. યશ કીર્તિ અને માન સન્માનમાં વૃદ્ધિ થશે.  ક્યાકથી રોકાયેલુ ધન પ્રાપ્ત થશે.  તમારા વિચારમાં સકારાત્મકતા આવશે.  તમે ઘરને સાજ સજ્જા અને સફાઈમાં વ્યસ્ત રહેશો.  વિદ્યાર્થીઓનુ ધ્યાન તેમના લક્ષ્ય પર રહેશે.  વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધ આવી શકે છે. મહિનાની શરૂઆતમાં વ્યવસાયિક ગતિવિધિઓમાં લાભ મળશે.   તમામ વ્યસ્તતા વચ્ચે તમે પરિવાર સાથે સમય વિતાવી શકશો.  પેટના દુખાવામાં સાવધ રહો. આંખોમાં તકલીફથી સાવધ રહો.  પ્રેમ સંબંધોમાં આગળ વધી શકો છો. પણ વિશેષ કરીને આર્થિક લેવડદેવડમાં અજાણ વ્યક્તિ  પર વિશ્વાસ ન કરો રચનાત્મક કાર્યોથી જોડાયેલ જાતક આ સ્માયે કેટલાક નવીન પ્રોડક્ટ અથવા કાર્ય દ્વારા પોતાની જુદી ઓળખ બનાવી શકશે.   સરકારની તરફથી લાભ થઈ શકે છે. સંતાનની તરફથી કોકી ઉત્તમ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. 
 
વૃશ્ચિક - આ રાશિના જાતકોને વૈવાહિક સંબંધ બનવાના યોગ છે. સંતાનના ઈચ્છુક વ્યક્તિને સંતાન પ્રાપ્તિના યોગ છે. મહિનાના અંતિમ ચરણમાં પ્રણય પ્રસંગમાં સફળતા પ્રાપ્ત થશે.  તમે કલાત્મક અંદાજમાં પ્રેમની અભિવ્યક્તિ કરી શકશો. વિદેશ જવાના પણ યોગ છે. વડીલ વ્યક્તિની મદદથી મોટાભાગના કાર્ય પૂરા થશે.  તમારી આવકનો પ્રવાહ ધીમો રહેશે.  અને ખર્ચની માત્રા વધુ રહેશે. તેથી હાથને કાબુમાં રાખવાની સલહ છે. નવા વસ્ત્રો ઘરેણા પરિવારની જરૂરિયાતની વસ્તુઓ કોસ્મેટિક્સ મનોરંજનની વસ્તુઓની ખરીદી અથવા રેસ્ટોરેંટમં જમવા અથવા પિકનિક પર ખર્ચ થશે.   પેટ અને આંખો સંબ6ધી તકલીફ થઈ શકે છે.  વાદ વિવાદ અને કલેહ થઈ શકે છે.   રાજકીય પરેશાની થઈ શકે છે. જો કે પાછળથી તમારી સ્થિતિ સુધરશે.    સ્વાસ્થ્યને લઈને તમે વધુ જાગૃત થશો અને નિયમિત રૂપે ધ્યાન અને આપો. નવા ઉદ્ય શરૂ કરવાઅમાં કોઈ પર અંધવિશ્વાસ ન રાખવાની સલાહ છે. 
 
ધનુ - આ મહિને તમારા દૂર દૂરના કે વિદેશ જોડાયેલા મામલામાં ફાયદો મળશે.  જો કે તેના વિરુદ્ધ ખર્ચની માત્રા પણ વધશે. તેથી તમારા આવક-જાવકમાં સંતુલન રાખવા માટે ખાસ પ્રયાસ કરવા પડશે. તમારા જોશ અને ઉર્જાની માત્રા વધુ રહેશે.  જેના સકારાત્મક ઉપયોગ કરીને તમે વ્યવસાયિક પ્રગતિ કરી શક્કો છો પણ તેની નકારાત્મક ઉપયોગ કરશો તો ગુસ્સો વધુ આવશે જે તમારી ગિરાવટનુ કારણ બની શકે છે.  અને સંબંધોમાં દરાર આવી સ્જકે છે.  કોઈ સરકારી કાર્ય અપ્ણ લાબા સમય્થી પડ્યુ અહ્શે તો શરૂઆતના અઠવાડિયે તેનુ સમાપાન લાવી શકશો.  કોઈ વ્યક્તિ માટે તમારા મનમાં પ્રેમની કૂંપળ ફૂટશે.  તમે કલ્પનાઓની દુનિયામાં વધુ રહેશો. આ સમયે કોઈપણ પ્રકારનો ભાવુક નિર્ણય લેતા સમયે લાગણીના પ્રવાહમાં વહી ન જશો એવી ચેતાવણી છે. 
 
મકર - બધુ મળીને આ સમય નુકશાન અને શારીરિક વ્યાધિયોનો છે. તેથી ખોટા ખર્ચાથી દૂર રહો અને આર્થિક મામલામાં સાવધાન રહો. આ અવધિ કાર્યાલયમાં અપ્રિય ઘટનાઓની પણ છે. અને ઘરમાં પતિ-પત્ની સાથે વિવાદ-ઝગડાનું રૂપ લઈ શકે છે. તમે ખોટી ચિંતા અને બેચેનીથી આક્રમક થઈ શકો છો. કોઈ સંબંધીઓની સમસ્યાઓ અચાનક સામે આવી શકે છે અને ચિંતાનુ કારણ બની શકે છે.  ઉદર સંબંધિત રોગ થઈ શકે છે. તમારી વાણીનું ધ્યાન રાખો નહી તો મુશ્કેલી થશે. વાહન ન ખરીદશો કે વેચશો નહી.  શનિ યંત્રની સ્થાપના કરી "ૐ શં શનૈશ્ચરાય નમ:" આ મંત્રનો 8 કે 108 વાર જાપ કરો. 
 
કુંભ - આ મહિનો થોડો સાચવીને રહેવાનો છે. કારણ કે આ સમય કષ્ટ્રપ્રદ યાત્રા, સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ અને વેપારમાં મંદીનો સૂચક છે. સંતાન અને પત્ની સાથે સંબંધોમાં વૈમનસ્ય રહેશે. કાર્યાલયમાં તમારાથી વરિષ્ઠ વ્યક્તિઓ અને ઉચ્ચધિકારીઓથી કોઈ પ્રકારના ઝગડાથી બચો. તમારા જીવન-સાથીના શારીરિક કષ્ટ, વિષદ અને માનસિક વ્યથા તમારી ચિંતાનુ કારણ બની શકે છે. બાળકોના સ્વાસ્થ્ય પણ ચિંતાનુ કારણ બની શકે છે. આ અવધિ તમારે માટે થાક ભરેલી રહી શકે છે. વાહન સાવધાનીથી ચલાવો અને નાની ગરીબ કન્યાઓ જ્યા પણ જુઓ તેમને ગળી વસ્તુ ખવડાવો. રવિવારના દિવસે લાલ ગાયને ગોળ અને રોટલી ખવડાવો. 
 
 
મીન -  આ સમય તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાઓનો છે. તમે ધન પ્રાપ્તિ દ્વારા બેંક ખાતામાં વધારો સમાજમાં ઉચ્ચ સ્થાન અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તનની આશા કરી શકો છો. તમારી પદોન્નતિ થઈ શકે છે. અને સૌથી ઉચ્ચા પદાધિકારી  દ્વારા તમારુ સન્માન કરી શકાય છે. તમારા પ્રયાસોની પ્રશંસા અને શત્રુઓનો પરાજય પણ શક્ય છે.  જ્યા સુધી સ્વાસ્થ્યનો સવાલ છે તો તમે રોગ, અવશાદ, અકર્મણ્યતા અને ચિંતાઓથી મુક્ત રહેશો. સાથે જ તમારા પરિવારનુ સ્વાસ્થ્ય પણ આ કાળમાં ઉત્તમ રહેશે.  દુર્ગા ચાલીસાનો પાઠ કરો.