બુધવાર, 3 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 23 ઑક્ટોબર 2025 (17:55 IST)

કોણ છે વ્રજરાજ સોલંકી ? જેના વીડિયોને 10 દિવસમાં મળ્યા 5 કરોડ વ્યુઝ, ગુજરાતમા ચારેબાજુ આપના આ નેતાની ચર્ચા

Brijraj Solanki
Brijraj Solanki
 
 દિલ્લીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંપૂર્ણ રીતે એક્ટિવ મોડમાં છે. ગુજરાતમાં ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટલિયા, ચૈતર વસાવા જેવા મોટા ચેહરા પ଒છી હવે વ્રજરાજ સોલંકી આપના નવા પોસ્ટર બોય બનીને ઉભરી આવ્યા છે.  બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ખેડૂતોને પૂરા ભાવ ન મળવાના વિરોધમાં બ્રિજરાજ સોલંકી એક નવી સનસનાટીભર્યા નેતા તરીકે ઉભરી આવ્યા છે. ભાવનગરમાં સામાજિક રીતે જાણીતું સ્થાન ધરાવતા રાજુ સોલંકીના પુત્ર બ્રિજરાજ આપના યુવા પાંખના વડા છે. રીલ લાઇફ પછી, વાસ્તવિક જીવનમાં પોલીસ સાથેના તેમના મુકાબલાથી ચાહકો ખાસ પ્રભાવિત થયા છે. આ વીડિયોને 10 દિવસમાં 5 કરોડ લોકોએ જોયો છે.

 
બ્રિજરાજ સોલંકી પોલીસ સાથે થઈ હતી તકરાર 
ભાવનગર  જિલ્લાના બ્રિજરાજ સોલંકી તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અગ્રણી કોળી નેતા કુંવરજી બાવળિયા સાથેના તેમના વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા. એનબીટી રિપોર્ટ મુજબ એવું માનવામાં આવે છે કે બ્રિજરાજ સોલંકી જસદણ બેઠક પર બાવળિયા સામે ચૂંટણી લડી શકે છે. તાજેતરના મંત્રીમંડળના ફેરબદલ દરમિયાન, ભાજપે કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી તરીકે જાળવી રાખ્યા હતા.બ્રિજરાજ સોલંકી કોળી સમુદાયના છે. બ્રિજરાજ સોલંકી તાજેતરમાં બોટાદના હદર ગામમાં આપના ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે તેમનો રસ્તો રોકી દીધો હતો. આ ઘર્ષણનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે.

 
આ વીડિયો ગીત કરતાં વધુ લોકપ્રિય બન્યો છે.
 
બ્રિજરાજ સોલંકી યુવા નેતા હોવા ઉપરાંત અભિનયમાં પણ સક્રિય છે. તેમણે ગુજરાતી ગીતોમાં અભિનય કર્યો છે. તેઓ વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાતના બેનર હેઠળ સામાજિક કાર્યમાં પણ સક્રિય રીતે સામેલ છે. તેમણે એમબીએ કર્યું છે અને અભિનયનો કોર્ષ પણ પૂર્ણ કર્યો છે. અભિનેતા તરીકે મજબૂત ફેંસ ફોલોઇંગ ધરાવતા બ્રિજરાજ સોલંકી હવે યુવા નેતા તરીકે સમાચારમાં છે, કારણ કે તેમની એન્ગ્રી યંગ મેન છબી ઇન્સ્ટાગ્રામ પર વ્યૂઝ અને લાઇક્સના રેકોર્ડ તોડી રહી છે. બ્રિજરાજ સોલંકી ગુજરાતમાં પાર્ટીના યુવા પાંખના પ્રમુખ છે.