શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : રવિવાર, 25 નવેમ્બર 2018 (12:28 IST)

સાપ્તાહિક રાશિફળ- 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર 2018

મેષ- ફરવા જવાની યોજના બની રહી છે. ધંધાકીય બાબતોમાં બધું સારું નથી ધંધામાં કોઈ પ્રતિદંદી આગળ નિકળી શકે છે. કોઈ ઘરેલૂ મોર્ચા પર તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ગેરસમજ ઉભી કરવાની કોશિશ કરી શકે છે. અંધવિશ્વાસથી જેવી નકામી વાત માની શકાય છે. પરિવારમાં વડીલની ઉપસ્થિતિથી તમને ક્રોધ આવી શકે છે. તંદુરૂસ્ત શરીર અને મનના યોગ કે બીજા વ્યાયામ અપનાવી શકાય છે. 
 
શુભ અંક - 3 
શુભ રંગ -સફેદ 
 
વૃષભ- પહેલાની જેમ આત્મવિશ્વાસ આવવાની શકયતા નથી. તમારા ચંચળ સ્વભાવ લોકોને પસંદ આવશે. તમારી સારી કલાત્મકતાના કારણે કોઈ મોટા આયોજનઓ દાયિત્વ સોંપી શકે છે. ઘરમાં વડીલની અનુપસ્થિતિમાં પાડોશીની સાથે સમય ગાળી શકો છો. રોમાંટિક બાબતમાં કોઈ તમારા જેવી વિચારધારાનો માણસ મળવાની શકયતા છે. 
 
શુભ અંક - 9  
શુભ રંગ -પીળો 
 
મિથુન- તમે તે લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહી શકો છો જે તમારા માટે મહત્વપૂર્ણ સિદ્ધ થઈ શકે છે. તમે ઘરના લોકોને કોઈ બહુમૂલ્ય સામાન ખરીદવા માટે રાજી કરી શકો છો. કોઈ ગેરસમજના કારણે પ્રેમી સાથે ગાળનારી રોમાંટિક સાંજ ખરાબ થવાની શકયતા છે. કોઈ નજીકીના સ્વાસ્થયમાં સુધારના લક્ષણ નજર આવી શકે છે. ફંસાયેલી સંપત્તિનો કેસ ફાયદકારી રીતે ઉકેલ થવાની શકયતા છે. 
 
શુભ અંક - 9  
શુભ રંગ -પીળો 

કર્ક - કોઈ નવા કામની શરૂઆત તેટલી સરળ નથી જેટલી જોઈને લાગી રહ્યું છે. ત્યારબદ પણ તમારી સફળતાની શકયતા છે.છે. વ્યાવસાયિક દ્રષ્ટિએ તમારા પરિપ્રેક્ષ્યને અસરકારક રીતે રાખી શકો છો. ઓફિસમાં વધારે કામના કારણે કુટુંબને અવગણવું પડી શકે છે. કોઈ દંપતી તમને કેટલાક મહત્વપૂર્ણ કેસમાં તમારી સલાહ માંગી શકે છે. પ્રેમી સાથે વિવાદની શક્યતાને નકારી શકાય નહીં, તમે તેને રોકી શકો છો.
શુભ અંક - 5 
શુભ રંગ - ઘટ્ટ લીલો 
 
સિંહ- જો તમારી કારકિર્દી સંબંધી કોઈ ગોપનીય વાત છે, તો તેને છુપાવી રાખી શકો છો. તમને ક્યાંકથી નાણાં મેળવવાની શક્યતા છે જેનો આભાસ તમને થઈ શકે છે. વ્યાવસાયિક મોરચે પર તમારી કુશળતા માટેની માંગ રહેવાની શકયતા છે. આ કારણે તમારું માન-સન્માનમાં વધારો થઈ શકે છે. વ્યવસાયિક અને વ્યકતિગત બન્ને મોર્ચા કુશળતાથી સંભાળવામાં સક્ષમ થઈ શકો છો. પરિવાર માટે કે કીમતી સમય આપી રહ્યા છો તેનાથી સંબંધ મજબૂત થવાની શક્યતા છે.
શુભ અંક -15 
શુભ રંગ - પોપટી 
 
કન્યા- શૈક્ષણિક કિસ્સામાં, તમે સુરક્ષિત કસોટી અનુભવી શકો છો. કોઈ સામાનને બીજા કરતા સારી કીમત પર વેચીને તમે મોટો નફો બનાવી શકો છો. પ્રેમી સાથે સમય ગાળવાનો અવસર મળી શકે છે. તમારા જીવનસાથીના રોમેન્ટિક મૂડમાં રહેવાની સંભાવના છે. જાહેરાતકર્તા અને ઇવેન્ટ મેનેજ કરનારને કોઈ વસ્તુની   વાસ્તવિકતા બતાવવા માટે હકીકત સાથે થોડી મિશ્રણ કરવું પડી શકે છે. નિયમિત વ્યાયામના કારણે તમે તંદુરસ્ત બની રહી શકો છો. 
શુભ અંક -6 
શુભ રંગ - ભૂરા 
તુલા- શૈક્ષણિક મોરચે કોઈના સ્વપ્ન પૂર્ણ થવાના કારણે તમે ખૂબ ખુશ થઈ શકો છો. તમને આપેલ  કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાની શક્યતા છે. જે લોકો પરિવારથી દૂર રહે છે તે ઘર જવાની યોઅજના બનાવી શકે છે. સંભવિત કમાણી સમયથી પહેલાં તમારી પાસે આવી શકે છે. આરોગ્ય સારું બન્યુ રહેવાની શક્યતા છે.
શુભ અંક -22  
શુભ રંગ - ભૂરા 
 
વૃશ્ચિક- વ્યવસાયિક મોરચે પર કંઈક નવું શરૂ કરવા માટે સમય ઉત્તમ સિદ્ધ હોઈ શકે છે. વ્યાવસાયિક મોરચે પોતાને અલગ કરવામાં સક્ષમ થઈ શકશો. ઘરેલૂ  મોરચે શાંતિ અને પ્રેમની શકયતા છે. તમે તમારા સામાજિક વર્તુળમાં પ્રસિદ્ધ હોઈ શકો છો જે લોકો પ્રેમની શોધમાં હતા તેઓને  તેમના સાથીદાર મળવાની શકયતા છે. કોઈ લોન ચુકવવામાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવું પડશે નથી.
 
શુભ અંક -18  
શુભ રંગ - જાંબળી 
 
ધનુ - તમારી લાગણી આધ્યાત્મિકતાની તરફ વધી શકે છે. તે કારણે જીવનશૈલીમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. ઘરેલૂ મોરચે પર વધારે સમય આપવું પડી શકે છે. કોઈ મેહમાન અચાનક ઘર આવી જવાથી તમારી યોજનામાં અવરોધ ઊભો કરવાની સંભાવના છે અને તમને ઇચ્છા વગર બહારપણ જવાની જરૂર પડી શકે છે.આર્થિક ઉન્નતિનો પ્રયાસ સફળ થઈ શકે છે. મિલકત ખરીદવાની યોજના આગળ ટળી શકે છે. 
 
શુભ અંક -11  
શુભ રંગ - ઘટ્ટ લાલ 
 
મકર- તમે કોઈ પ્રિય પાત્રથી મળી શકો છો. વ્યાવસાયિક મોરચે પર પોતાને જાતે મૂલ્યાંકન કરી શકો છો. કોઈ પડકારજનક કાર્યને સરળતાથી પૂર્ણ કરવાથી તમારા માનમાં વૃદ્ધિ શક્ય છે. કુટુંબ તમારીથી વધારે તમારી જરૂરિયાતો માટે જવાબદારી લઈ શકે છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો શક્ય છે. કુટુંબ અથવા
તમે મિત્રો સાથે ફરવા માટે જઈ શકો છો. 
 
શુભ અંક -1
શુભ રંગ - નારંગી 
 
કુંભ- તમે તમારી પ્રેરણાત્મક રીતથી કોઈ મહત્વની વ્યક્તિને પ્રભાવિત કરી શકો છો. વિદ્યાર્થીઓ ભ્રમિત થવાની શક્યતા છે. લોન ચૂકવવું તમારા પર એક મોટો  નાણાકીય ભાર બની શકે છે. તમારે આ માટે નિર્ણય લેવાની જરૂર પડી શકે છે. કોઈએ તમારા પર કોઈ પણ જાતનો આરોપ લગાવ્યું છે તે માણસને ઓળખવામાં સફળ થવાની સંભાવના છે. પરિવારના કોઈ પણ ગેરમાર્ગે ગયેલ માણસને કૂટનીતિથી માર્ગ પર લાવી શકાય છે. પદોન્નતિની સીમરેખા સમાપ્ત થતી જોવાઈ રહી છે. 
 
શુભ અંક -8 
શુભ રંગ - પરપલ 
 
મીન- કોઈ નવું કામ કરવ આની ઉત્સુકતા તમારી અંદર રોમાંચ ઉભો કરી શકે છે.વ્યાવસાયિક મોરચે પર કામ પૂર્ણ કરવું એક પડકારની રીતે જનાવી શકયતા છે. પરિવારની સાથે કોઈ રોમાંચક યાત્રા પર જઈ શકો છો. કોઈ પ્રિય તમારાથી મળવા આવી શકે છે. જેના કારણે તમારો દિવસ સુંદરતાથી જશે. 
 
શુભ અંક -4 
શુભ રંગ - વાદળી