ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : બુધવાર, 11 એપ્રિલ 2018 (13:17 IST)

આ 3 રાશિવાળા Husbands હોય છે Best

જ્યોતિષશાસ્ત્રમાં લોકોના જન્મ દિવસ, તારીખ અને સમય જોઈને તેમના ભવિષ્ય વિશે અનેક વાતો બતાવવામાં આવે છે. એ જ રીતે લોકોની રાશિ જોઈને તેમના સ્વભાવ વિશે પણ અનેક વાતો બતાવવામાં આવે છે. લોકો લગ્ન પહેલા પતિ-પત્નીની કુડળીનુ મિલાન કરે છે.  એ જ રીતે જ્યોતિષશાસ્ત્રમાં આ ત્રણ રાશિવાળાને સારા પતિ કહેવામાં આવે છે. 
 
આવો જાણીએ આ 3 રાશિ કંઈ છે ... 
 
1. જ્યોતિષ શાસ્ત્રનુ માનીએ તો સિંહ રાશિવાળા પુરૂષ અને મહિલા ખૂબ જ આકર્ષક માનવામાં આવે છે. સિંહ રાશિના વ્યક્તિને હંમેશા સુંદર પત્ની મળે છે તેનુ કારણ તેની સારી પસંદગી શક્તિ જ છે.  આ એક યોદ્ધાની જેવા હોય છે. તે પોતાના પાર્ટનરના પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત અને વફાદાર હોય છે. 
 
2. મકર રાશિવાળા વ્યક્તિની પત્નીયો હંમેશાથી જ સંતુષ્ટ રહે છે અને આ ખુશીનુ સૌથી મોટુ કારણ છે તેનો સ્વભાવ.  જે તેને પોતાની પત્ની માટે હંમેશા વફાદારી કરતા રહેવા માટે પ્રેરિત કરે છે.   તેમનો સ્માર્ટ લુક બોલવાનો આકર્ષક અંદાજ અને હંમેશા સકારાત્મક વ્યવ્હાર કરવા તેમને બેસ્ટ હસ્બેંડ બનાવે છે. પત્નીનો ખ્યાલ રાખવો, સરપ્રાઈઝ તૈયાર કરવો તેમને સારા પતિ તરીકે ઓળખાવે છે. 
 
 
3. કન્યા રાશિના પુરૂષ યુવતીઓ માટે ડ્રીમ બોય હોય છે. સ્માર્ટ, હેંડસમ, આકર્ષક વાતોથી જ સામેવાળાનુ દિલ જીતી લેનારા હોય છે આ પુરૂષ.  કન્યા રાશિના જાતક પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેનુ પુરૂ ધ્યાન રાખે છે.  તેઓ ક્યારેય નથી ઈચ્છતા કે તેમના પત્નીને કોઈ તકલીફ થાય.