9 અને 10 જૂનના રોજ આ બે ગ્રહ બદલી રહ્યા છે પોતાની રાશિ, જાણો કોનો થશે ભાગ્યોદય

rashi parivartan
Last Modified ગુરુવાર, 7 જૂન 2018 (11:14 IST)

બે મોટા ગ્રહ પોતાને રાશિ
બદલવા જઈ રહ્યા છે. જેનાથી બધી રાશિયો પર અસર પડવાની છે. આ ગ્રહ બે નવા રાશિમા પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તેનાથી કેટલીક રાશિવાળાને ધન લાભ થશે તો કેટલીક રાશિઓનુ માન-સન્માન વધશે.

9 જૂન 2018 ના રોજ શુક્રનુ મિથુન રાશિથી કર્ક રાશિમાં થઈ રહ્યુ છે. તો બીજી બાજુ 10 જૂનના રોજ બુધનું રાશિ પરિવર્તન વૃષ રાશિથી મિથુનમાં થશે.
વૃષ અને તુલા રાશિનો સ્વામી શુક્ર શુભ ગ્રહ છે.
તેને લાભ અને સુખ-સમૃદ્ધિનો કારક પણ માનવામાં આવે છે.
તો આવો જાણીએ તમારી રાશિ પર તેની શુ અસર પડશે.

1. મેષ રાશિ - મેષ રાશિવાળા લોકો આ પરિવર્તનથી પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળ થશે.
અવિવાહિતોના લગ્નના યોગ બની રહ્યા છે.
પણ યાત્રા કરતી વખતે આ લોકોએ થોડુ ધ્યાન રાખવુ પડશે.

2. વૃષભ રાશિ - વૃષભ રાશિવાળા લોકો શત્રુ અને રોગથી સતર્ક રહે. બુધના રાશિ પરિવર્તનથી તમારા નામને ઓળખ મળશે.

3. મિથુન રાશિ - મિથુન રાશિવાળા પોતાની વાણીથી કોઈનુ પણ દિલ જીતી લેશે. કાર્યમાં નવી ઊંચાઈ મળશે. પ્રેમ સંબંધમાં પરેશાની આવી શકે છે પણ પરિણામ સારુ જ આવશે.
rashi parivartan
4. કર્ક રાશિ - પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે. વધુ ખર્ચ કરવાથી બચશો. સારી તક મળશે.

5. સિંહ રાશિ - સિંહ રાશિવાળાના રોકાયેલા કામ બનવા માંડશે. મહેનતનુ સંપૂર્ણ ફળ મળશે. રોગને કારણે ધન ખર્ચ થવાના યોગ છે. સાચવીને રહેજો.

6. કન્યા રાશિ - કન્યા રાશિવાળાને શુભ સંકેત મળશે. બધી સુખ સુવિદ્યા મળશે. કેરિયરની દ્રષ્ટિએ આ ગોચર તમારે માટે ખૂબ સારો અને ઉન્નતિ દાયક છે.

7. તુલા રાશિ - કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી ઉન્નતિ ન થવાથી જે દબાવ અનુભવી રહ્યા હતા તે દબાવ પણ હટી જશે. દાંમ્પત્ય જીવન માટે નકારાત્મક રહી શકે છે. પતિ-પત્ની વચ્ચે સારો સંબંધ રહેવાથી તમારા કામકાજમાં પણ સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે.

8. વૃશ્ચિક રાશિ - વાણીમાં સંયમ રાખો અને કાર્યમાં પણ ધીરજ બનાવી રાખો. આર્થિક દ્રષ્ટિથી આ મહિનો તમારે માટે ઉન્નતિદાયક થઈ શકે છે.
rashi parivartan


9. ધનુ રાશિ - ધન પ્રાપ્ત થવાની સારી તક પ્રાપ્ત થઈ શકે છે. ભાગ્ય પણ તમારો સાથ આપશે. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસોથી સફળતા સારી પ્રાપ્ત થઈ શકે છે.

10. મકર રાશિ - આ મહિનાના અંત સુધી તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
તમે તમારા પ્રયાસોથી સારો લાભ પ્રાપ્ત કરી શકો છો. કેરિયરના હિસાબથી આ મહિનો તમારે માટે ઉન્નતિ દાયક થઈ શકે છે.

11. કુંભ રાશિ - કામકાજ સંબંધિત લાભ થશે. આર્થિક દ્રષ્ટિએ શુક્રનુ ગોચર તમારે માટે સારુ થઈ શકે છે. કારણ કે બુધ મિથુન રાશિમાં સંચરણ કરી રહ્યુ છે. જે આર્થિક દ્રષ્ટિથી લાભદાયક થઈ શકે છે.
12. મીન રાશિ - મકાન, ગાડી અને પારિવારિક સુખનો યોગ બની રહ્યો છે.
લાંબા સમયથી જો પરિવારથી દૂર છો તો પરિવાર સાથે સમય વિતાવવાની તક પણ મળી શકે છે.
પ્રેમ જીવનમાં પાર્ટનર સાથે સંબંધોમાં સકારાત્મક પ્રભાવ દેખાઈ શકે છે.
આ પણ વાંચો :