શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (10:09 IST)

શનિ રાશિ પરિવર્તન 2020 સુધી - જાણો કંઈ રાશિ પર બેસશે શનિની પનોતી

26 ઓક્ટોબરથી શનિ અઢી વર્ષ માટે ધનુ રાશિમાં આવી ગયો છે. હવે 24 જાન્યુઆરી 2020 સુધી આ રાશિમાં રહેશે.  શનિના રાશિ પરૈવર્તનથી કેટલાક લોકોને પ્રમોશન ધન લાભ અને અચાનક મોટી સફળતા મળી શકે છે. શનિના પ્રભાવથી નોકરિયાત લોકોને અચાનક મોટુ પદ મળી શકે છે. બીજી બાજુ કેટલાક લોકોને માટે આ સમય પરેશાનીઓવાળો રહેશે.  શનિ ન્યાયનો કારક ગ્રહ છે. આ કારણે કેટલાક લોકોને કારણ વગર કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડી શકે છે. શનિને કારણે ધન હાનિ અને સ્થાન પરિવર્તનના પણ યોગ બને છે. 
 
મેષ - કાર્યક્ષેત્ર માટે સમય અનુકૂળ હોઈ શકે છે. નોકરિયાત લોકો સ્વિચ કરવા ઈચ્છી રહ્યા છો તો સમય સારો છે. ફાયદો અને સફળતા બંને મળશે.  બિઝનેસમાં પણ ફાયદો થવાનો સમય છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. મોટા સોદા અને લેવડ દેવડમાં નસીબનો સાથ મળશે.  પ્રોપર્ટી સંબંધી કાર્યોમાં પણ ફાયદો થવાના યોગ બની રહ્યા છે. રોકાયેલો પૈસો પરત મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાથી સારી રહેશે. લોન લેવી પડી શકે છે. પણ સમયસર ચુકાવી પણ દેશો. સરકારી કામકારમાં સાવધ રહો. પેનલ્ટી કે કોઈ પ્રકારની ચાલાન ચુકવણી કરવાના યોગ બની રહ્યા છે. કેટલીક યાત્રામાં નુકશાન થવાની શક્યતા છે. સમજેલા કાર્ય પૂરા ન થવાથી દુખી પણ થઈ શકો છો. સાથે કામ કરનારા લોકોથી સાવધ રહો.. કોઈ પ્રકારનુ ઈંફ્ફેશન કે દવાઓની સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. નકારાત્મકા ઓછી કરવા માટે લોખંડના વાસણ અને કાળા કપડાનુ દાન કરો 
 
વૃષભ - વૃષભ રાશિના જાતકો કાર્યમાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. આર્થિક સ્થિતિને લઈને સંઘર્ષ થઈ શકે છે. ઈનકમ વધારવા માટે કોઈ અન્ય કાર્ય પણ શરૂ કરી શકો છો. શેર કમોડિટી વગેરેમાં પૈસા લગાવવાથી બચો. ગેરકાયદેસર કામોથી દૂર રહો. નહિ તો વિવાદમાં પડી શકો છો. આખ કાન અને ગળા કે પેટ સંબંધી રોગ પણ થવાની શક્યતા છે. ગૃહસ્થ વિવાહેતર સંબંધ બનાવવાથી બચો. કોર્ટ કચેરીના મામલે નિર્ણય આવી શકે છે. નકારાત્મકતા ઓછી કરવા માટે દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવનો દીવો પ્રગટાવો 
 
મિથુન રાશિ - મિથુન રાશિના જાતકો માટે સમય સારો નથી. રાજનીતિ કે સામાજીક રૂપથી સક્રિય જાતક સાવધાન રહે. પ્રતિષ્ઠા પર આંચ આવી શકે છે. સટ્ટાબાજીથી દૂર રહો. પત્નીને કરણે ભાગ્યમાં વૃદ્ધિ થઈ શકે છે.  સમજી વિચારીને બોલો. ખર્ચ વધી શકે છે. પરિજનોનું આરોગ્ય ખરાબ થઈ શકે છે.  તેમના સ્વાસ્થ્યને લઈને તમે પરેશાન રહેશો. કેટલીક અપ્રિય ઘટનાઓના પણ યોગ છે. ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે.  વિવાહ યોગ્ય જાતકો માટે શનિ અવરોધ ઉભો કરશે. મકાન લેવાનો વિચાર કરી રહ્યા છો તો સફળતા મળી શકે છે.  નકારાત્મકતા ઓછી કરવા માટે કૂતરાને રોટલી અને પક્ષીઓને અનાજ ખવડાવો. 

કર્ક રાશિ ના જાતકોને કામકાજમાં પરેશાની આવી શકે છે. કર્ક રાશિથી શનિ ગોચરમાં છઠ્ઠા ભાવમાં હશે. છઠ્ઠા ભાવમાં રોગ દુખ ઋણ શત્રુ વગેરેનો ભાવ છે.  તેથી તમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની વધશે.  અધિકારીઓ સાથે અનબન થવાના યોગ પણ છે. ફાલતૂ ખર્ચાથી બચો. જીવનસાથી સાથે વિવાદ થવાના યોગ છે. કાયદા વિવાદોમાં સફળતા મળી શકે છે.  વિદેશ યાત્રા પર જવાના પણ યોગ છે. કમરથી નીચેના ભાગમાં તકલીફ થવાના યોગ છે. ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. નકારાત્મકતા ઓછી કરવા માટે દર શનિવારે શનિ મંદિરમાં બદામ ચઢાવો. 
 
સિંહ - સિહ રાશિના જાતકોને ધનની ચિંતાથી પરેશાન રહેશો.. શેર માર્કેટ સાથે જોડાયેલ જાતકોને નુકશાન થવાની શક્યતા બની રહી છે. મોટુ જોખમ ન ઉઠાવશો. પ્રેમ વિવાહના યોગ બની રહ્યા છે. આવકમાં પણ વધારો થશે. કાર્ય સ્થળ પર સન્માન અને સમૃદ્ધિ મળી શકે છે.  વ્યર્થ પૈસા ખર્ચ ન કરો. બેંક કે અન્ય સંસ્થા પાસેથી લીધેલી લોન ચુકવશો.  આરોગ્ય મમલે થોડી પરેશાની થઈ શ્કે છે.  પેટ સંબંધી અન્ય રોગ પણ થવાના યોગ છે. ગર્ભવતી મહિલાઓએ પણ સાચવીને રહેવુ પડશે.  નકારાત્મકતા ઓછી કરવા માટે ઢોરોને બાફેલા ચોખા ખવડાવો. 
 
કન્યા રાશિ ના જાતકોએ ગુસ્સા પર નિયંત્રણ રાખવુ પડશે. માનસિક રૂપે શાંત રહેવુ સારુ રહેશે. સંપત્તિ સંબંધી મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય વર્તમાન દિવસોથી લેવા પડી શકે છે. માતાના આરોગ્યને લઈને સાવધ રહો. લોન લેવાથી બચો. ઉતાવળથી ધન કમાવવાની લાલચ ન રાખશો.  અનુભવીની સલાહથી જ રોકાણ કરો. જોખમ લેવાથી બચો. હ્રદયરોગી સાચવીને રહે. માનસિક તનાવ વધી શકે છે. માતા પિતાના આરોગ્યને લઈને ચિંતા વધી શકે છે. મકાન વાહન અને પૈતૃક સંપત્તિ મામલે અવરોધ આવી શકેછે. સંતાન સુખ મળવાના યોગ છે. નકારાત્મકતા ઓછી કરવા માટે શનિવરે હનુમાનજીને ચમેલીનુ તેલ અને સિંદૂર ચઢાવો. 

તુલા રાશિના જાતકોને સાઢે સાતીથી છુટકારો મળશે. પરેશાનીઓથી રાહત મળી શકે છે. સમય શુભ છે. મોટા નિર્ણય લઈ શકો છો. યાત્રા અને ધન લાભની પણ શક્યતા છે. આવકના હિસાબથી ખર્ચ કરો. અનેક મામલે નસીબનો સાથ મળે શકે છે.  રોકાયેલો પૈસો મળવાના યોગ બની રહ્યા છે.  ફાયદો આપનારા કેટલાક નિર્ણય અચાનક થઈ શકે છે. દાંમ્પત્ય જીવનમાં થોડી પરેશાની આવી શકે છે.  જીવનસાથી સાથે સંબંધ ખરાબ થવાની શક્યતા છે.  નકારાત્મકતાથી બચવા માતે કાળા કપડામાં અડદ અને ચમેલીનુ તેલ મુકીને દાન કરો. 
 
વૃશ્ચિક રાશિના જાતકોને શનિના પરિવર્તનને કારણે પારિવારિક જીવનમાં ઉથલ પાથલ થઈ શકે છે. ઝગડો અને વિવાદની સ્થિતિ પણ બની શકે છે.  આર્થિક પક્ષ સારો રહેહ્સે. વ્યર્થ ખર્ચા પણ વધવાની શક્યતા છે. પૈસા મામલે કોઈપણ પ્રકારની ઉતાવળ ન કરો. દામ્પત્ય જીવનમા પરેશાની આવી શકે છે.  કોઈપણ પ્રકારના રોકાણ કરતા પહેલા અનુભવી લોકોની સલાહ જરૂર લો. ભૌતિક સુખ સુવિદ્યાઓ વધી શકે છે. આરોગ્યમાં સુધાર થઈ શકે છે પણ થોડાક ઘાયલ થવાની શક્યતા છે. સાચવીને રહેવુ પડશે.  નકારાત્મકતા ઓછી કરવા માટે કૂતરાને અને કાગડાને રોટલી ખવડાવો. 
 
ધનુ રાશિ ના જાતકોએ સાવધ રહેવુ જોઈએ. પરાક્રમના બળ પર સફળતા મળશે. બેરોજગાર જાતકોને નોકરી મળી શકે છે પદોન્નતિના પણ યોગ બની રહ્યા છે. માનસિક તનાવ અને પરેશાની વધી શકે છે. આરોગ્ય મામલે બેદરકારી ન કરો. શનિના પરિવર્તનથી તમારી મહેનતનુ ફળ કોઈ બીજુ લઈ જશે. ધર્મ અને અધ્યાત્મમાં વિશ્વાસ વધી શકે છે. દામ્પત્ય સુખમાં થોડી કમી આવી શકે છે.  જીવનસાથીના આરોગ્ય સંબંધી સમસ્યા પણ પરેશાની કરી શકે છે. નાક કાન ગળા આંખ વગેરે સંબંધી તકલીફ થઈ શકે છે. નકારાત્મકતા ઓછી કરવા માટે હનુમાનજીના પગનું સિંદૂર માથા પર લગાવો 

 
મકર રાશિના જાતકોને શનિની સાઢેસાતી શરૂ થઈ ગઈ છે. હાનિની શકયતા બની રહી છે. ખર્ચા વધી શકે છે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. ગેરજવાબદારી કામથી દૂર રહેવું. નહી તો કોર્ટ-કચેરીમાં ફંસાએ  શકો છો. ધાર્મિક કામમાં રૂચિ વધી શકે છે. બચત ખત્મ થી શકે છે. ધનહાનિના યોગ બની રહ્યા છે. સોચી-વિચારીને નિવેશ કરો. આરોગ્ય સંબંધી પરેસ હાનીઓ વધી શકે છે. જૂના રોગ પણ પરેશાન કરી શકે છે. ઑપરેશન થવાની પણ શકયતા બની રહી છે. નકારાત્મકતા ઓછું કરવા માટે સુંદરકાંડનો પાઠ કરો. 
 
કુંભ રાશિના જાતકો માટે સમય સારું છે. કામમાં ફેરફાર થઈ શકે છે. કેટલાક ફેસલાને લઈને માનસિક તનાવ પણ થઈ શકે છે. મેહનત અને કાર્ય કુશળતાથી આવક સતત વધશે. કાર્ય સ્થળ પર આગળ વધવાના સારા અવસર મળી શકે છે. મ્યુચુઅલ ફંડ, ઈંટરનેટ, શેયર, સ્ટાક માર્કેટ, કમોડિટી વગેરેથી ધનલાભના યોગ બની રહ્યા છે.. સ્વાસ્થયની દ્ર્સ્ટિથી શનિની સ્થિતિ ખરાબ નથી. જૂના રોગથી છુટકારો મળી શકે છે. શરદી, ખાંસી અને સાંધાના દુખાવાથી થોડી પરેશાની થઈ શકે છે. સંતાનના બાબતમાં પરેશાની થઈ શકે છે. ગર્ભવતી મહિલાને સંભળીને રહેવું જોઈએ. માન-સન્માન મળશે. નકારત્મક્તાથી બચવા માટે પીપળના ઝાડના નીચે તેલનો દીવો પ્રગટાવો. 
 
મીન રાશિના જાતકો માટે શનિ પરિવર્તનથી કામની ગતિ ધીમી થઈ શકે છે. નોકરી અને વ્યાપારમાં જોખમ ભરેલું કોઈ ફેસલો ન લેવું. નવું કામ શરૂ કરતા પહેલા કોઈ અનુભવીથી જરૂર વાત કરો. અધિકારીઓથી નોકરીયાત લોકોથી વિવાદ થઈ શકે છે. જૂના નિવેશ ફાયદો આપશે. પેટ અને આંખથી સંબંધિત સમસ્યા થઈ શકે છે. સાંધાના દુખાવા અને જૂના રોગ પરેશાન કરી શકે છે. માતા-પિતાને લઈને ચિંતિત રહેસ્જો. મકાન, વાહન કે કોઈ રીત ની સંપત્તિ પર તમારા ખર્ચા થઈ શકે છે. જીવનસાથી પર વગર કારણ ગુસ્સા ન કરવું બેરોજગાર લોકો માટે સમય સારું છે. નકારાત્મકતાને ઓછું કરવા માટે શનિવારે વેહ્તા જળમાં ચોખા પ્રવાહિત કરો.