મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (10:47 IST)

સાપ્તાહિક રાશિફળ- 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી

મેષ - આ અઠવાડિયા  નોકરી કે સરકારી ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થવાના સંકેત છે. પાછલા લાંબા સમયથી જે બુરા ઈચ્છતા તમારું નુકશાન કરી રહ્યા હતા કે જેના કારણે ખાસ કરી નોકરીયાત લોકોને હાનિ કે અપયશનો સામનો કરવું પડતું હતું , અત્યારે એના શત્રુઓને સરળતાથી પસ્ત કરી શકાશે. તમારી કર્તવ્ય નિષ્ઠા અને દક્ષતા જોઈ વરિષ્ટ અધિકારી પણ પ્રભાવિત થશે અને મહ્ત્વપૂર્ણ પ્રોજેક્ટસના વિશે તમારા સાથે વિચાર વિમર્શ કરશે. મુશેક્લીઓ સાથે પણ તમે હિમ્મતથી કામ પૂરા કરી શકશો. ત્યારબાદ પણ બધા પ્રકારથી લાભદાયી રહેશે. અઠવાડિયાનો આખરે દિવસ ખર્ચ વધારે રહેશે. 
 
વૃષભ- આ અઠવાડિયે તમારા માટે શુભ રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં થોડા વિઘ્ન તકલીફ પછી તમારા કામ પૂર્ણ થશે. અઠ્વાડિયામાં શનિ અને મંગળ બન્ને ગ્રહ માર્ગી થવાથી દરેક કાર્યમાં જીવનસાથીની મદદ અને સહયોગ મળતું રહેશે. જીવનસાથીના સાથે મતભેદ ચાલી રહ્યું હોય તો નિરાકરણ થશે. ભાગીદારીના કામ માટે શુભ સમય છે. અઠવાડિયાના પહેલા દિવસે નવું કામ શરૂ ન કરો અથવા નવા નિર્ણય ન લેવા. ઉતરાર્ધ તમારા  માટે શુભ રહેશે. તમને આર્થિક લાભ મિત્ર અને વડીલ વગેરેની મદદ મળતી રહેશે. 
 
મિથુન - આ અઠવાડિયે તમને હૃદયમાં થોડી શાંતિ આપશે. આ અઠવાડિયાના પૂર્વાર્ધ આવક, ઉધાર , વસૂલી અને આર્થિક રૂપથી શુભ છે. પરિવાર કે જીવનાઅથી સાથે પ્રેમ ભરા પળ વિતાવશો. શેયર માર્કેટમાં સોચી વિચારીને નિવેશ કરવાથી લાભ થશે . પણ ધ્યાન રાખો કે આ સમયે વધાર એ લોભ ન કરવું. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. 26 અને 27 તારીખ તમારા માટે શુભ ફળદાયી જોવાઈ નહી રહી છે. સ્વાસ્થય સંબંધી શિકાયત રહી શકે છે. 
 

કર્ક - આ અઠવાડિયા થોડી માનસિક ચિંતા ઉભી કરવાતું વાળું છે. સાથે જ કામમાં પણ સાવધાની રાખો નહી તો ધન હાનિની શકયતા છે. આ સમયે કોઈ પણ નિવેશથી દૂર જ રહેવું. નોકરીથી સંકળાયેલા છે તો પિતાની દક્ષતા પ્રદર્શિત કરવા પ્રગતિ કરવાના ઉત્તમ અવસર મેળવી શકો છો. તમને નોકરી અને વ્યાપારથી સંબંધિત કામ સારી રીતે પૂરા થશે. મુશ્કેલી અને અવરોધ વગર તમે શાંતિ અને ઉમંગથી પ્રગતિ પથ પર આગળ વધશે. 
સિંહ  - કોઈ તકલીફ ઉભી થઈ શકે છે. કામમાં ભાગ્યનો પણ સાથ નહી મળશે. નોકરીમાં પણ તકલીફ હોવાની શકયતા છે. વરિષ્ટ અધિકારીઓથી વાદ વિવાદ થઈ શકે છે. શારીરિક અને માનસિક રૂપથી રાહતનો અનુભવ કરશો. નાની યાત્રાના યોગ બની રહ્યા છે.  આ સમયે તમને વાણીથી લાભ મળશે. પણ ક્યારે વાણીમાં ઉગ્રતના કારણે જાણા-અજાણે કોઈના દિલને ઘા પહોંચાડી શકે છે. 
 
કન્યા- આર્થિક વૃદ્ધિના કાર્યમાં આ સમયે રંગ આવશે. નોકરીયાત લોકોની કામમાં પ્રશંસા થશે. જે જાતકને બવાસીર એસિડીટી આંખોમાં બળતરા જેવા રોગો છે તેમાં સાવધાન રહેવાની જરૂરત છે .  સર્જરીના પણ યોગ બની રહ્યા છે. કાનૂની વિવાદ તમને પરેશાન કરશે. લગ્ન ઈચ્છુક જાતકો માટે આશાઓ ભરેલોં સમય છે. 

તુલા- આ અઠવાડિયામાં તમને લાભ મળવામાં અવરોધ અને મોડું થશે. પણ વિદેશ સંબંધી કાર્ય માટે શુભ સમય છે. જેમાં વિદેશામં ભણતા ઈચ્છુક વિદ્યાર્થી વીજા કે પ્રવેશ માટે પ્રયાસ કરી શકે છે. ધંધાકીય કાર્ય માટે વિદેશથી શુભ  સમાચાર આવશે. આ અઠ્વાડિયાના પૂર્વાર્ધમાં તમારા જમીન મકાન વાહન સંબંધી કામ થશે. અઠવાડિયાના આખરદિવસ આવક અને આર્થિક લાભ માટે શુભ સિદ્ધ થશે. 
 
વૃશ્ચિક - શરૂઆતી સમયમાં અપ્રત્યાશિત મુશ્કેલીમાં ખર્ચ,મુશ્કેલી આવી શકે છે પણ એની સાથે હિમ્મત નહી હારશો. કોર્ટની કાર્યવાહી ચાલી રહી હોય  તો એમાં મુશ્કેલી આવી શકે છે. જીવનસાથી સાથે વિવાદની શકયતા હોવાથી વ્યવ્હારમાં સંયમ રાખો.  આ સમયે જાતકને ભાગ્યનો ભરપૂર સહયોગ મળશે. માન-સન્માનની પ્રાપ્તિ આ સમયે તમને મળી શકે છે. શત્રુ પણ તમારા વધશે પણ કોઈ નુકશાન નહી પહોંચાડી શકે. જોખમ ભરેલા કાર્યને કરવાથી લાભ મળશે. 
 
ધનુ - તમારી રાશિથી દસમા ભાવમાં સૂર્ય તમને યશ-સમ્માન અને પ્રતિષ્ઠા વધારશે. તમારા રોકાયેલા સરકારી કામ પૂરા થઈ શકે અને જે લોકો સરકારી નૌકરી કરે છે એના માટે ખાસ લાભદાયી છે. આ અઠવાડિયાનો પૂર્વાર્ધ  તમારા માટે સુખ અને શાંતિમત વીતશે. વર્તમાન સમયમાં ખાવા-પીવાની નિયમિતાનો ખાસ ધ્યાન રાખો. આખરે બે દિવસ જમીન મકાન-વાહનના કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પૂરા થશે અને લાભ થશે. વ્યાપારમાં વધારે લોભ ના કારણે તકલીફ ન હોય આ વાતનો ધ્યાન રાખવું.  
 

 
 
મકર - આ અઠવાડિયાના સમયે જે જાતકને વિદેશ સંબંધી કામ પૂરા થશે. આવકની તુલનામાં ખર્ચ વધતા નજર આવશે. તમારા વિચારમાં અસ્થિરતા રહેશે. માનસિક ઉથલપુથલ વધારે રહેવાથી વગર કારણે વ્યાકુળ રહેશો. કામમાં એકાગ્રતા ઓછી રહેવાથી પર ફાર્મેંસ પર અસર પડશે. પારિવારિક સમસ્યાઓ ઉભી થશે. વાણી અને વિચરો પર નિયંત્રણ રાખવા જરૂરી છે. ઠંડી વસ્તુઓ ઠંડા પેયની સાથે ઠંડા સ્થાનોથી પણ દૂર રહો. સ્વાસ્થય પર અસર પડશે. 
કુંભ - આ અઠવાડિયાના સમયે ભાઈ-બેન સાથે સંબંધોમાં થોડા મતભેદ ઉભા થશે. શકય હોય તો ત્યાં કોઈ એવી વાત ન કરો જેના કારણે પરેશાની ઉભી થાય. તમારી વાણી અને વ્યવહારમાં વિનમ્રતા અને પારદર્શિતાની સૌને અપેક્ષા છે. વિતીય લેવણ-દેવડમાં કોઈ પર વિશ્વાસ ન કરવું. મિત્રો સાથે થોડી પરેશાની ઉભી થશે. અઠવાડિયામાં આખરેમાં મંગળ ધનુ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે તમારા કામમાં આંશિક તેજી જોવાશે. 
 
 
મીન- આ અઠવાડિયું તમને સાર્વજનિક જીવનમાં લાભ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સંકેત આપી રહ્યા છે.આમ તો વૈવાહિક જીવનમાં અહંના ટકરાવ હોવાના કારણે ક્લેશની શકયતા રહેશે. પણ વર્તમાન સમયમાં સૂર્ય બુધનો પરિવર્તન તમારી પરેશાની ઓછી કરશે અને શુભતામાં વૃદ્ધિ થશે. ઈશ્વર પર વિશ્વાસ અને શ્રદ્ધા વધશે.