સોમવાર, 5 ડિસેમ્બર 2022
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

સાપ્તાહિક ભવિષ્ય - જાણો નવરાત્રિના નવ દિવસ તમારે માટે કેવા રહેશે(19 માર્ચ 25 માર્ચ સુધી)

મેષઃ તમે ઘર પરિવારને પ્રાથમિકતા આપતા હતા તેના બદલે હવે આર્થિક બાબતો કેન્દ્ર સ્થાને રહેશે. તમારી પ્રાથમિકતાના આ બદલાવની તમારી અપેક્ષા કે ઈચ્છા નહોતી પણ સંજોગોને આધિન આ ફેરફાર સર્જાયો છે. જે કંઈ કારણો હોય, અત્યારે પૈસાને લગતી બાબતો તમારી પ્રાથમિક સૂચિમાં હશે. તમારી બાકીની પ્રવૃત્તિઓ આ સંબંધિત રહેશે. નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા બંને રીતે ખર્ચ ઉપર કાપ મૂકશો.
 
વૃષભઃ આપનો આનંદનો સમય પૂરો થઈ રહ્યો છે. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માગી લેશે. જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે અને આપે બધા જ સ્ત્રોતો કામે લગાડવા પડશે. આપનું સ્વાસ્થ્ય બગાડશો નહીં. જેના માટે આ બધું કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. જેમના માટે આ બધું કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. આપનું ભવિષ્ય ઉજ્જવળ છે તેની ઉપરથી નજર હટાવશો નહીં.
 
મિથુનઃ આ સપ્તાહ ખુશનુમા અને આનંદદાયક રહેશે. આપ પરના વિશિષ્ટ ગુણોમાંનો એક ગુણ છે આપના સ્વભાવની કોમળતા, ઋજુતા જે આ સપ્તાહે વધારે પ્રદર્શિત થશે. સંબંધોમાં ખાસ કરીને પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં આપનો આ પ્રશંસાપાત્ર ગુણ ખાસ અનુભવવા મળશે. કેટલાક નોંધપાત્ર લાભ આ સપ્તાહે મળવાના છે તો તેની રાહ જુઓ. આપની વ્યવહારદક્ષતા અને બુદ્ધિપ્રતિભા પણ ઝળકશે.
 
કર્કઃ ઘર બહાર સુખ શોધવાને બદલે પોતાના પરિવાર ઉપર જ ધ્યાન આપવાનું આપના માટે યોગ્ય રહેશે અન્યથા 'ન ખુદા હિ મિલા ન વિસાલે સનમ, ન ઈધર કે રહે ન ઉધર કે સનમ' જેવી આપની સ્થિતિ થાય. આ સલાહને ગાંઠે બાંધી લેશો તો આપના માટે અત્યારનો અને ભવિષ્યનો સમય અનેકગણો સારો બની રહેશે. પોતાની કે કુટુંબના સભ્યની બીમારીને લઈને મન પરેશાન રહેશે. સપ્તાહના અંતે સમસ્યાઓનું સમાધાન મળે.
 
સિંહઃ આપે વિચારેલી અને અમલમાં મૂકવા જઈ રહ્યા છે તે બધી યોજનાઓ પાર પાડવા માટે અપેક્ષા કરતાં વધારે પ્રયત્નોની જરૂર જણાય અને તમને તમારી ક્ષમતા વધારવાની આવશ્યકતા સમજાય. વાહન અકસ્માતનો યોગ હોવાથી પ્રવાસમાં વિશેષ તકેદારી રાખવી. પરિવારજનો કે નજીકના સંબંધીઓ સાથે વાદ વિવાદ થવાનો સંભવ છે. વ્યાવસાયિક ક્ષેત્રે વધુ જોશ અને ઉત્સાહનો પરિચય આપના માટે લાભદાયક રહેશે.
 
કન્યાઃ આ સપ્તાહમાં આપે કેટલાક નવા પડકારોનો સામનો કરવો પડશે. આપને કેટલીક સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવાની જરૂરી ઊભી થાય. આ પડકારોને ઝીલવા માટે આપને મક્કમ નિર્ણય શક્તિની જરૂર પડશે. આપની ધીરજની કસોટી થશે અને માનસિક શાંતિ ડહોળાશે. મહેનત વગર કે ઓછી મહેનતે વધારે નાણાં મેળવવાનો સમય નથી. મહેનત વગરનું મેળવવાની વૃત્તિ પર કાબૂ રાખજો.
 
તુલાઃસપ્તાહ દરમિયાન આપ અલગ અલગ પ્રકારના મૂડનો અનુભવ કરશો. આપ વધારે શાંત અને સ્વસ્થ દેખાશો. જોકે સામાજિક સંપર્કો અને સંબંધો જાળવવામાં આપની રુચિ યથાવત્ રહેશે. પરિવાર અને પ્રિયજનો તરફથી પ્રેમ અને લાગણી મેળવતા રહેશો. આપના આત્મગૌરવમાં પણ વધારો થશે. સપ્તાહ દરમિયાન પ્રવાસનું આયોજન શક્ય બને. આપ જ્યાં કામ કરો છો તે માહોલમાં આપને કંઈક ફેરફાર જોવા મળશે.
 
વૃશ્ચિકઃ આ સપ્તાહે આપ આપની કુશળતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો અને બીજા પાસેથી પણ આવી અપેક્ષા રાખશો. ઘર અને ઓફિસ બંને જગ્યાએ આ વાત લાગુ પડે છે. આ સપ્તાહે આપની પાસેથી વધુ અપેક્ષાઓ રાખવામાં આવશે. પરિવારજનો અને સંબંધીઓની કાળજી રાખવા સાથે ઓફિસમાં સિનિયર તથા જુનિયર સાથે કામ પાર પાડવું પડશે. આર્થિક બાબતમાં આપ નિશ્ચિંત રહેશો. નાણાંનો પ્રવાહ સરળતાથી આવતો રહેશે.
 
ધનઃ તમારી પ્રવૃત્તિઓમાં ઘણી ઘટનાઓ આકાર લેશે. મિત્રતા અને શત્રુતાની વિરોધી લાગણીઓ અનુભવશો, એટલે તમારા લાભમાં હોય તેમાંથી સેરવી લેવાની વૃત્તિ રાખશો. નાણાકીય બાબતો તમારી જરૂરિયાતોમાં પ્રથમ રહેશે. પ્રવાસ, મેળાવડાઓ, ખરીદી, વેચાણ, વિદેશી સંપર્કો, ખાનગી સોદાઓ તમારા આ સપ્તાહની મુખ્ય પ્રવૃત્તિઓ રહેશે. વેપાર ધંધા ક્ષેત્રે નવી તકો ઝડપીને કારકિર્દી આગળ વધારી શકશો.
 
મકરઃ આપનાં સપનાંઓ અને ઇચ્છાઓ ખીલી ઊઠશે અને િવકાસની પરાકાષ્ઠાએ પહોંચશે. શાંતિ અને સંતોષની વધુ જરૂર વર્તાશે. આ સમય આપની પાસે જે કંઈ છે તેને પાછું વળીને જોવાનો અને તેની કદર કરવાનો છે. ઉષ્માભર્યા સંબંધો અને ઊંડી ગણી આ મહિનાની મુખ્ય બાબત છે. યોગ્ય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરો. શાંતિથી બેસીને આપ પર વરસેલા ગણેશજીના આશીર્વાદ માટે કૃતજ્ઞતાની લાગણી અનુભવવી રહી.
 
 કુંભઃ આ સપ્તાહે આપ પ્રવૃત્તિમય રહેશો અને કેમ નહીં ? આ આપનો જન્મનો મહિનો છે. ઇચ્છાઓ પૂરી થશે, પણ તકરાર અને બોલાચાલી પણ ઘણી થશે. નાણાકીય બાબતો હાથ ધરતાં પહેલાં ચેતજો, કારણ કે કોઈ આપની સાથે છેતરપિંડી કરી શકે છે. અર્થસભર, વિચારીને લીધેલાં પગલાં ફાયદાકાર ક પુરવાર થશે. આપ મોટી સફળતા મેળવી ચૂક્યા છો એટલે દુશ્મનો હાનિ હોંચાડી શકે છે. આશપાસ શું બની રહ્યું છે તેનું ધ્યાન રાખજો.
 
મીનઃ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે આપનું આકર્ષણ વધશે. આપે વધારે પડતી અપેક્ષા ન રાખવી જોઈએ. આ સપ્તાહે મહેનત અને ખર્ચમાં વધારો થઈ શકે છે અને તેનું પરિણામ ઘણું સારું હશે. આપ લાંબી યાત્રા વિશે વિચારી શકો છો, પણ તે આપના ખિસ્સાને ભારે પડે તેવી શક્યતા છે. અલબત્ત, અભ્યાસ અર્થે દૂરનો પ્રવાસ થાય તેવા યોગો છે. આપને ગ્લેમર અને સત્તા પણ મળી શકે છે. આપના મૌલિક વિચારો સાથે આપ મળતી તકોનો લાભ ઉઠાવી શકશો.