જાણો સાપ્તાહિક રાશિફળ 25 જૂન થી 1 જુલાઈ સુધી

મેષઃ તમારો પોતાની જાત ઉપરનો ભરોસો મજબૂત અને તમારી સત્યનિષ્ઠામાં વધારો થાય તેમજ ગયા અઠવાડિયાનાં કાર્યોમાં તમે ક્યાં ખોટા હતા તે વાતની સાચી ખબર પડી જાય. એના કારણે તમારા વ્યક્તિત્વનું નવું પ્રભાવક પાસું ઊભરી આવે. ઉમદાં પરિણામો પણ પ્રાપ્ત થાય. તમે તમારી જાત પ્રત્યે ગર્વની લાગણી અનુભવો અને લોકપ્રિયતાના ગ્રાફમાં તમારી જાતને સર્વોચ્ચ સ્થાને જોશો.સમારંભોમાં તમારી હાજરીથી રોનક વર્તાય.
વૃષભઃ વાર્તાલાપની કળામાં તમે ખૂબ જ પારંગતતા હાંસલ કરશો અને તે તમારા માટે જરૂરી પણ બનશે. એ સાથે જ વિદેશ સંપર્કો, જોડાણો, ભાગીદારી જેવી બાબતોમાં તમને ઘણો લાભ થાય. આ કળા હવે તમારી સફળતાનું સાધન બની છે અને ભવિષ્યમાં પણ બની રહેશે. પ્રવાસને કારણે તમને ભવિષ્યના ફાયદાઓ થાય. તમારા દરેક કાર્યોમાં ઘણો વેગ આવે. લોકોની સહાનુભૂતિ જીતવામાં તમને સફળતા મળે.

મિથુનઃ બહારના સ્પર્ધાત્મક વિશ્વથી થોડા સમય પૂરતો તમે છેડો ફાડીને સ્વેચ્છિક રીતે અને આનંદપૂર્વક તમારા પરિવાર, સમાજ અને તમારી અંગત બાબતો ઉપર ધ્યાન કેન્દ્રીત કરશો. તમારો પરિવાર તમારી એક તબક્કે તમારી તાકાત અને નબળાઈ બની જાય છે અને તમે તેનાથી દૂર ક્યારેય જઈ શકશો નહીં. પરિવારજનો, વડીલો સાથે વધુ નિકટતાનો અનુભવ થાય. તમે આ સમયગાળામાં સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં વ્યસ્ત રહેશો.
કર્કઃ તમે પાછલા કેટલાક અઠવાડિયામાં જે મહેનત કરી છે અને તેના મીઠાં ફળ મેળવવાને લાયક હોવા છતાં અત્યાર સુધી તે ફળથી વંચિત રહ્યા છો તે હવે મેળવશો. આ સફળતા તમને ભાવનાત્મક અને વ્યાપારિક પ્રયત્નોમાં નવુ બળ પ્રદાન કરે. ચન્દ્ર તમને ઉપલબ્ધિઓ અને વિકાસ અને બીજું ઘણું બધું અપાવે. જો કે બધું જ સાવ સરળતાથી મળી જાય એવું નહીં બને. તમારે ઘણી મહેનતની જરૂર પડશે.

સિંહઃ વિકાસ અને સફળતાને વરવા માટે તમે તમારી જાતને વધુ આકરો સંઘર્ષ કરવા ઝુકાવશો. તમારી માથેથી જવાબદારીઓ ઓછી થતાં માનસિક દબાણમાં રાહત અનુભવશો અને તમારી જાતને વધુ મહેનત માટે તૈયાર કરશો. ઊર્જા અને સહનશક્તિ પાછી મેળવશો. નિરાંત મળતાં તમે આનંદની લાગણી અનુભવશો અને થોડો સમય ઉજાણી અને ખાણીપીણીમાં વિતાવશો. મોજમજામાં સમય તણાવરહિત પસાર થશે.
કન્યાઃ તમારી પોતાની અંગત છબી અને જાહેર છબી ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. તમે તમારું બધું જ, તમારું ઘર, તમારાં કપડાં, તમારું શરીર, તમારું સ્વાસ્થ્ય બધું જ વ્યવસ્થિત કરવાનું આયોજન હાથ ધરશો. ઉત્તમ અને સ્વાસ્થ્યપ્રદ ખાણીપીણી, કસરત વગેરેને તમે ઇચ્છિત પરિણામો હાંસલ ન થાય ત્યાં સુધી ગંભીરતા અને નિષ્ઠાપૂર્વક વળગી રહેશો. તમે તમારા કામની પદ્ધતિને પણ આમાં આવરી લઈને નવેસરથી અમલમાં મૂકશો.


આ પણ વાંચો :