મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: શનિવાર, 1 જૂન 2019 (18:19 IST)

જો તમારા હાથમાં અહી હશે ક્રોસનુ નિશાન તો નહી થાય કશુ પણ નુકશાન

દરેક વ્યક્તિની હથેળીઓમાં બુધ પર્વતની નીચે ચન્દ્રમાંનો પર્વત સ્થિત રહે છે. આ હથેળીના જડને સ્પર્શ કરે છે. ચંદ્ર પર્વતથી વ્યક્તિના મન અને આર્થિક સ્થિતિને જાણી શકીએ છીએ. આ પર્વતથી આકસ્મિક દુર્ઘટનાઓ વિશે પણ જાણ કરી શકાય છે. આ પર્વત વ્યક્તિના સ્વભાવ અને તેના વિચર વિશે પણ ઘણુ બધુ બતાવે છે. હસ્તરેખા વિશેષજ્ઞ મુજબ ચંદ્રમા વ્યક્તિના જીવન પર ખૂબ અસર પડે છે. 
 
જો ચન્દ્રમાંનો પર્વત હથેળીમાં ઉભાર લાવે છે તો ઉત્તમ છે. આવા લોકોનુ મન મજબૂત  હોય છે અને તેમા વિચારેલ કાર્ય કરવાની તાકત હોય છે.  જો ચન્દ્રમાંનો પર્વત વધુ ઉભાર માટે છે તો વ્યક્તિ કલ્પનાશીલ હોય છે. તેનાથી તેની મોટાભાગની યોજનાઓ ઘરી રહી જાય છે અને ક્યારેય પણ સપૂર્ણ રીતે અમલીકરણ નથી થઈ શકતુ. 
 
ચંદ્ર પર્વતનો દબો હોવો મનને કમજોર કરે છે. તેનાથી વ્યક્તિ મલીન અને ઉદાસ રહે છે. એવી વ્યક્તિ મોટાભાગના સમયે નકારાત્મક વિચારોથી ઘેરાયલ રહે છે. તે જ્યારે પણ વાત કરશે તો તે નેગેટિવ જ રહેશે.  ચંદ્ર પર્વત પર ઘણી બધી રેખાઓ વ્યક્તિને ચિતિત રાખે છે. જો કે તેનાથી વ્યક્તિની રચનાક્તમ ક્ષમતા પણ જાણ થાય છે. ચદ્ર પર્વત પર ક્રોસ હોય તો વ્યક્તિને જળથી ભય લાગે છે. આવા લોકોએ નદી અને તળાવથી દૂર રહેવુ જોઈએ.  ચંદ્ર પર્વત પર તલ હોય તો વ્યક્તિ માનસિક રૂપથી કમજોર થાય છે.  આ પર્વત પર વધુ ક્રોસ હોય કે કાળુ ધન હોય તો માનસિક બીમારી થઈ જાય છે. આ પર્વત પર વર્ગ હોવાથી વ્યક્તિ દરેક પ્રકારના અનિષ્ટથી બચી શકાય છે.