માસિક રાશિફળ, જૂન 2019 - જાણો કેવો રહેશે તમારે માટે આ મહિનો

june astro
Last Modified શુક્રવાર, 31 મે 2019 (17:53 IST)
જૂન મહિનાની શરૂઆત શનિ જયંતી, સોમવતી અમાવસ્યા સાથે ઘણી ધાર્મિક રીતે થઈ રહી છે. આ બધા વચ્ચે જોવા મળનારી વાત છે કે તમારા ગ્રહ નક્ષત્ર તમારી રાશિ પર કેવો પ્રભાવ નાખે છે.

મેષ રાશિ - મહિનાની શરૂઆતમાં ધન ધાન્ય અને અચલ સંપત્તિને લઈને સ્થિતિ સારી રહેશે.
જો તમે નોકરી કરો છો તો તમને અચાનક કોઈ પદની ઓફર આવી શકે છે.
જો તમે વ્યવસાય કરો છો તો વ્યવસાયિક દ્રષ્ટિથી પન ઉન્નતિની તક પ્રાપ્ત થશે.
મકાન વાહન વગેરેની સુખ સુવિદ્યા મળશે. મહિનાના શરૂઆતમાં સુખ અને લાભ વધુ પ્રમાણમાં મળશે.
તેથી આપનુ મન પ્રસન્ન રહેશે. બધા કાર્યો વ્યવસ્થિત પાર પડશે.

વૃષભ - છેલ્લા કેટલાક દિવસોથી ચાલી આવતી સમસ્યાઓ અને ખર્ચથી છુટકારો તો મળશે પણ પૂર્ણ રૂપથી નહી. સમય અને ભાગ્યનો સાથ મેળવવા હાલુ થોડા દિવસ વધુ રાહ જોવી પડશે. મહિનાના અંતમાં જ્યા સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે તો બીજી બાજુ મહિનાની શરૂઆતમાં
અજાણ્યો ભય રહેશે જેને કારણે મનમાં ઉથલ પાથલ થઈ શકે છે.

મિથુન - મિથુન રાશિના જાતકોને મહિનાની શરૂઆતમાં અત્યાધિક અને બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડશે. અસમંજસની સ્થિતિ અને બિનજરૂરી વિચાર તમારા કાર્યમાં અવરોઘ ઉભો કરે શકે છે.
તેથી આ મહિનામાં તમે બિનજરૂરી વિચારોમાં ન પડશો.
કોઈ કાર્ય તો કરી રહ્યા છો તો એ કાર્યને પૂરુ કરવાની દરેક શક્ય કોશિશ કરો. મહિનાના અંતમાં સંઘર્ષ વધુ રહેશે તેથી સાવધ રહો.

કર્ક -કર્ક રાશિને મહિનાના શરૂઆતમાં આત્મવિશ્વાસ વધશે જેના ફળસ્વરૂપ કરવામાં આવેલ કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થશે.
સામાજીક માન-સન્માન, પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.
બધા આયામોમા સારા પરિણામ પ્રાપ્ત થશે જેનાથી મનના વિચારોમાં પણ સકારાત્મકતા આવશે. સારા સમયના લાભને સો ટકા પ્રાપ્ત કરવા માટે દરેક નિર્ણય સમજી વિચારીને લો. કારણ કે મહિનાના અંતમાં નુકશાન થવાની શક્યતા દેખાય રહી છે.


સિંહ - સિંહ રાશિવાળાનો આખો મહિનો ભાગ્યોદયકારી રહેશે. મહિનાના શરૂઆતમાં જ્યા એક બાજુ સર્વકાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થશે

તો બીજી બાજુ મહિનાના અંતમાં ગ્રહ નક્ષત્રના પ્રભાવથી લાભ પ્રાપ્ત થહે.
આ મહિને કરવામાં આવેલ રોકાણ પણ લાભપ્રદ

રહેશે.
બધા નિર્ણયના સકારાત્મક ફળ જરૂર મળશે.
આ મહિને ધર્મ કર્મમાં રૂચિ વધશે.
કોઈ એવા સમાચાર પણ તમને મળી

શકે છે જે તમારા જીવનને સારા માર્ગ તરફ આગળ વધારશે.


કન્યા -
આ મહિને કન્યા રાશિવાળાને ભાગ્યનો સાથ મેળવવા માટે થોડો ઘણો સંઘર્ષ કરવો પડશે.
પુણ્યના નાશથી બચવા માટે ધાર્મિક કાર્ય જરૂર કરો અન કોઈ ગરીબની સહાયતા આ મહિને કરો.
મહિનાના અંતમાં અપમાનનો ડર કાયમ રહેશે. શારીરિક કષ્ટ અને ઘાયલ થવુ વગેરેની શંકા પરેશાન કરશે.
મહિનાના અંતમાં મિત્રો દ્વારા લાભ, માન-યશની પ્રાપ્તિ થશે. દરેક કાર્યમાં સફળતા મળશે.

તુલા - આ મહિનો તુલા રાશિના લોકો માટે પરેશાની લઈને આવી રહ્યો છે.
શત્રુઓ સાથે ઝગડો થઈ શકે છે.
અપમાનનો ભય કાયમ રહેશે.
કાર્યોમાં અવરોધ આવી શકે છે અને કાર્ય વિલંબ સાથે પૂર્ણ થશે. જેનાથી મનમાં અશાંતિ થઈ શકે છે.
આવકમાં પણ કમી આવી શકે છે અને ધન હાનિ થવાની શક્યતા છે.
તેથી આખો મહિનો સતર્કતાપૂર્વક અને સંયમ સાથે નિર્ણય લો અને કાર્યોનુ અમલીકરણ કરો.

વૃશ્ચિક - આ મહિને વૃશ્ચિક રાશિવાળાના સુખમાં કમી આવશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
તેથી વાદ વિવાદમાં ન પડો.
સાથે જ વાણી પર કાબુ રાખો.
કાર્યોમાં સફળ થવા માટે વિશેષ સંઘર્ષ કરવો પડશે. કોઈ પણ સ્થાનની યાત્રા જરૂરી ન હોય તો તેને આગળ માટે સ્થગિત કરો.
કોઈ ખરાબ સમાચાર પણ આ સમય દરમિયાન મળી શકે છે. તમારા પોતાના પણ પરાયા જેવો વ્યવ્હાર કરી શકે છે.

ધનુ - આ મહિનો આપને માટે મિશ્રિત પરિણામ વાળો રહેશે. મહિનાના શરૂઆતમાં* કાર્ય સિદ્ધિના પ્રબળ યોગ બની રહ્યા છે. માન સન્માન વધશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થશે. મહિનાના અંતમા ધન અને માનહાનિના કારણે માનસિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
દામ્પત્ય જીવનમાં વૈમનસ્યની ઉત્પત્તિ થશે જેને ખુદ પર કાબુ રાખીને દૂર કરી શકો છો.

મકર - મકર રાશિવાળા માટે એક બાજુ જ્યા મહિનાની શરૂઆતમાં ગૂંચવણો રહેશે.
મનમોટાવની સ્થિતિ રહેશે તો બીજી બાજુ મહિનાના અંતમાં મુશ્કેલીઓ. ગુંચવણોથી રાહત અનુભવશો. રોગોનો નાશ થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. મહિનાના મઘ્ય ભાગથી માન સન્માનમાં વૃદ્ધિ થશે.
યાત્રાને ટાળવી જ અ અ સમયે શ્રેષ્ઠ રહેશે.

કુંભ - આ મહિનો વિપરિત પરિસ્થિતિઓને પ્રોત્સાહન આપશે. જમીન જાયદાદની શક્યત પણ વધી શકે છે.
ગ્રહ નક્ષત્રની સ્થિતિ એવી છે કે કુંભ રાશિવાલા આ મહિને બધાને સુખી કરવાનો પ્રયત્ન કરશે. પણ માંગવા છતા તેમને સુખની અનુભૂતિ નહી થાય્
સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવુ પડશે.
ખુદ અને સંતાનને રોગ થવાની શંકા છે.

મીન - મીન રાશિના જાતકોને આ મહિને શુભ સમાચાર પ્રાપ્ત થશે.
કોઈ મહિલા દ્વારા વિશેષ લાભ પ્રાપ્ત થશે.
સુખ શાંતિની પ્રાપ્તિ અને શત્રુઓનો પરાજય થશે. ઈંટરવ્યુ, પરીક્ષા, પ્રતિયોગિતામાં વિદ્યાર્થીઓને સફળતા મળશે. મહિનાના મધ્યથી વિવાદ ચારે બાજુથી તમને ઘેરવાનો પ્રયાસ કરશે.
તેથી વાણી પર કાબુ રાખો અને ઘરેલુ વિવાદથી દૂર રહો.


આ પણ વાંચો :