માસિક રાશિફળ મે 2019 - May મહિનામાં આ 4 રાશિઓના ભાગ્યનો ઉદય થશે
ગ્રહ નક્ષત્રોની સ્થિતિઓ બદલવા થી મે મહિનામાં રાહ્સિઓ પર પણ તેનો જુદો જુદો પ્રભાવ જોવા મળશે. કોઈ રાશિના ભાગ્યનો સિતારો ચમકશે તો કોઈને થોડી મહેનત કરવી પડશે. તો આવો જાણીએ રાશિ મુજબ કેવો રહેશે આપનો મે મહિનો.
મેષ - મેષ રાશિના જાતકોએ માટે મે મહિનો સામાન્ય રહેશે. લાભ-હાનિની સ્થિતિ બરાબર રહેશે. ગ્રહ ગોચર મુજબ મેષ રાશિના લોકો માટે ધનની અવર જવર રહેશે. પણ રોકાણ સમજી વિચારીને કરો. જ્યા આત્મવિશ્વાસમાં વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે તો બીજી બાજુ કાર્યક્ષેત્રમાં સંઘર્ષની સ્થિતિ પણ કાયમ રહેશે. મહિનાના અંતમા અગાઉની સમસ્યોનો અંત આવશે. સાથે જ ન અવી તકોના દ્વાર ખુલશે. જેનાથી ભવિષ્યમાં તમને લાભ મળશે.
વૃષભ - મહિનાની શરૂઆતમાં ખર્ચ વધુ રહેશે. આવામાં જરૂરી છે કે ફાલતૂ ખર્ચથી બચો અને સમજી વિચારીને જ ખર્ચ કરો. આ મહિનાના મધ્ય સુધી તમારા મન મુજબના કાર્ય નહી બને. આવામાં ક્રોધ કરીને કે સમસ્યામાં ગુંચવાઈ જવાને બદલે મનને શાંત રાખો. મહિનાના અંતમાં તમને થોડી રાહત મળશે. કાર્ય બનવા માંડશે.
મિથુન રાશિ - મિથુન રાશિના જાતકોને મહિનાની શરૂઆત અત્યાધિક શુભકારી છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વેપાર નોકરી શિક્ષણમાં પણ તમને શુભ પરિણામ મળશે. મહિનાના મધ્ય સુધી પ્રતિયોગી પરીક્ષાઓમાં બેસનારા મિથુન રાશિના જાતકોને લાભ મળવાના પ્રબળ યોગ છે. મહિનાના અંતમાં લાભ કરતા નુકશાન વધુ થશે. ખર્ચમાં સાવધાની રાખો.
કર્ક - કર્ક રાશિના જાતકો માટે અકહો મહિને વિશેષ શુભ્રતા અને લાભ લઈને આવી રહ્યો છે. આખા વર્ષના મહત્વપૂર્ણ નિર્ણય તમે મે મહિનામાં લઈ શકો છો. તમારા વ્યવસાયમાં ઉન્નતિ મળશે. કામની અધિકતાને કારણે વ્યસ્તતાઓ વધી શકે છે. લક્ષ્યોને હાસિલ કરવામાં સફળતા મળશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળવાના અને જીવનસાથીના ભરપૂર સાથે સાથે જીવનમાં ઉત્સાહ બન્યો રહેશે.
સિંહ રાશિ - તમારે માટે આ મહિનો મિશ્રિત ફળદાયી રહેશે. જ્યા તમને અનેક તક મળશે. બીજી બાજુ લાભ અને કેટલાક નુકશાનની પણ સ્થિતિ રહેશે. આવામાં સમજી વિચારીને અને કોઈ વ્યક્તિ વિશેષની સલાહ લઈને જ નિર્ણય લો. મહિનાની શરૂઆતમાં સંઘર્ષનો યોગ બને છે. પણ મધ્ય સુધી સ્થિતિ તમારા અનુકૂળ થઈ જશે. પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે. સાથે જ કોઈ અન્યથી પણ મદદ મળવાના યોગ છે.
કન્યા રાશિ - મહિનાના શરૂઆતમાં તમને આરોગ્ય પ્રત્યે થોડી વિશેષ સાવધાની રાખવી પડશે. નાની-મોટી બીમારી તમને પરેશાન કરી શકે છે. વાહન ચલાવતી વખતે પણ સાવધ રહો. વ્યક્તિગત જીવન સામાન્ય રહેશે. આ સમયે કોઈની પાસેથી ઉધાર લેવા કે પછી દેવાની સ્થિતિથી બચવાનો પ્રયાસ કરો. પોતાના મન સ્થિતિને મજબૂત બનાવી રાખો તો ભાગ્યોદય જરૂર થશે. જે મહિનાના અંત સુધી તમને જોવા મળશે.
તુલા - મે મહિનામાં તુલા રાશિના જાતકોનુ જીવન ઉત્સાહજનક નહી રહે. શિથિલતા તમને ધેરી રાખશે. આ સમય અવધિમાં તુલા રાશિના જાતકોને આળસનો ત્યાગ કરી કાર્યક્ષેત્રની તરફ ધ્યાન આપવુ પડશે. કોઈપણ પ્રકારની ગેરસમજ ન કેળવો. લેવડ દેવડમાં સાવધાની રાખવી પડશે. મહિનાના અંતમાં દરેક ક્ષેત્રમાં સજાગ રહેવુ પડશે. નહી તો પરેશાની ઉઠાવવી પડી શકે છે.
વૃશ્ચિક રાશિ - આ રાશિના જાતકો માટે મહિનાની શરૂઆત સારી રહેશે. કાયદાકીય મામલામાં ચાલી રહેલી પરેશાની ખતમ થવાના યોગ છે. શત્રુઓ પર તમે ચોક્કસ રૂપથી વિજય પ્રાપ્ત કરી શકશો. રોગોનો નાશ થશે. મહિનાના મધ્યથી લઈને મહિનાના અંત સુધી જીવનસાથીની સાથે વાત કરતી વખતે વાણી પર નિયંત્રણ રાખવુ જરૂરી છે. નહિ તો બિનજરૂરી વાદ વિવાદથી સંબંધોમાં કટુતા આવી શકે છે.
ધનુ રાશિ -ધનુ રાશિના જાતકો માટે મે મહિનાની શરૂઆત સંઘર્ષપૂર્ણ રહેશે. રાજ્યાધિકારીઓ અને સરકાર તરફથી વાદ વિવાદની સ્થિતિ આવી શકે છે. પણ મહિનાના મધ્યમાં સંઘર્ષ સાથે સફળતા અને ધન લાભની સ્થિતિ બની રહી છે. પૂર્ણ બુદ્ધિ વિવેકનો ઉપયોગ કરી લાભના ટકામાં વધારો કરી શકાય છે. મહિનાનો અંત સુખદ રહેશે અને માનસિક શાંતિ પ્રદાન કરશે. તેનાથી તમારા બધા કાર્ય ફળીભૂત થશે.
મકર રાશિ - મહિનાની શરૂઆતથી લઈને મહિનાના મધ્ય સુધી ગ્રહ ગોચર વિપરિત પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી રહ્યુ છે. તેથી બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહો. અજાણતા જ પણ કોઈના વિશે ખરાબ ન બોલો. જેનાથી તમરા પર કોઈ પ્રકારની વિપત્તિ ન આવે. મહિનાના મઘ્યથી જ્યારે સ્થિતિ અનુકૂળ લાગવા માડે તો સમજી લો કે આ નવા કાર્યને શરૂ કરવાનો યોગ્ય સમય છે.
કુંભ રાશિ - ગત દિવસોમાં કરવામાં આવેલ મહેનતનુ ફળ તમને આ મહિને મળશે. મહિનાના પૂર્વાર્ધમાં સંપત્તિ વેપાર નોઅક્રી આરોગ્ય બધા ક્ષેત્રોમાં સફળતાના પ્રબળ યોગ બની રહ્યા છે. પણ મહિનાના મઘ્યથી અંત સુધી નિર્ણય લેવામાં સમજવુ વિચારવુ અતિ આવશ્યક છે. સાથે જ વાદ વિવાદથી પણ બચો. વિવાદોને કારણે માનસિક તનાવ થઈ શકે છે.
મીન - મહિનાના શરૂઆતમાં કાર્યોમાં પરેશાની ઉઠાવવી પડી શકે છે. મિત્રો અને પુત્રો સાથે મતભેદ થઈ શકે છે. એવુ લાગે કે ભાગ્ય સાથ નથી આપી રહ્યુ પણ મહિનાના મઘ્યમથી ગ્રહ સ્થિતિ તમારા અનુકૂળ રહેશે. મહિનાના પૂર્વાર્ધ જ્યા નકારાત્મક પ્રભાવ લઈને આવી રહ્યો છે તો બીજી બાજુ મહિનાનો ઉત્તરાર્ધ સફળતા તમારી સાથે રહેશે. શત્રુઓ પર વિજય અને ધન માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. પદ લાભ સાથે સાથે આર્થિક લાભ પણ પ્રાપ્ત થશે.