1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :ગાંધીનગર/અમદાવાદ/વડોદરા: , સોમવાર, 16 ફેબ્રુઆરી 2026 (14:45 IST)

ગુજરાત હાઈએલર્ટ: અમદાવાદ-વડોદરાની 32 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હર્ષ સંઘવી અને રિવાબા જાડેજાએ આપ્યા કડક તપાસના આદેશ

harsh sanghvi
ગુજરાતના બે મોટા શહેરો, અમદાવાદ અને વડોદરાની જાણીતી શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોમવારે સવારે મળેલી આ ધમકી બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને હજારો વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
 

બપોરે 1 વાગ્યે બ્લાસ્ટની મળી હતી ધમકી

 
મળતી માહિતી મુજબ, અજાણ્યા શખ્સો દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બપોરે 1 વાગ્યે શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટ થશે. એટલું જ નહીં, કારમાં પણ બોમ્બ મૂક્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ ધમકી મળતા જ અમદાવાદની 15 અને વડોદરાની 17 શાળાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
 

સરકાર એક્શન મોડમાં: મંત્રીઓએ આપી પ્રતિક્રિયા 

 
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ  જણાવ્યું કે, "રાજ્યમાં બોમ્બની ધમકીઓ અંગે DGPને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. અમદાવાદ અને વડોદરાના પોલીસ કમિશનરો પોતે આ મામલે તપાસ કરી રહ્યા છે. કોઈ પણ દોષિતને છોડવામાં આવશે નહીં."

Harsh Sanghavi
શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ  શિક્ષણ મંત્રીએ વાલીઓને શાંતિ જાળવવા અપીલ કરતા કહ્યું કે, "બોમ્બ થ્રેટ બાબતે સરકાર અત્યંત ગંભીર છે. બાળકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને આ સમગ્ર મામલે તપાસ તેજ કરી દેવામાં આવી છે." 
 

અમદાવાદની આ શાળાઓને મળી ધમકી 

  
DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા
એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર
એ વન સ્કૂલ, સેટેલાઇટ
અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર
સંત કબીર, નવરંગપુરા
સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર
તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ
SGVP ગુરુકુળ સ્કૂલ
એ.જી. હાઈસ્કુલ નવરંગપુરા
જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ
દિવાન બલ્લુભાઈ
સી.એન વિધાલય
વિજયનગર સ્કૂલ
ખાલસા લિટલ સ્કૂલ બાપુનગર
જીવીબા સ્કૂલ, ઘોડાસર
 
 
વડોદરાની આ શાળાઓને મળી ધમકી  
 
ડી. આર. અમીન, વાસણા રોડ
ઉર્મી, સમાસાવલી
નાલંદા, વાઘોડિયા રોડ
બરોડા હાઈસ્કુલ, બગીખાના
નવયુગ, સમા
જીવન સાધના, નાઘરવાડા
AWS, ડભોઇ
શાનેન, ખોડિયારનગર
GPS સ્કૂલ, વાઘોડિયા
બ્રાઈટ ડે સ્કૂલ, વાસણા
આત્મીય વિધાલય
ડોન બોસ્કો, મકરપુરા રોડ
બીલાબોંગ, વડસર
ઓકઝીલિયમ, સુસેન સર્કલ
જેનીથ સ્કૂલ, પ્રતાપનગર
અમેરિકન સ્કૂલ, કપુરાઇ
ગ્રીન વેલી સ્કૂલ, ભીમપુરા
સાયબર ક્રાઈમની તપાસ તેજ
 
વડોદરાની ઉર્મિ સ્કૂલમાં હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સાયબર ક્રાઈમની ટીમ ઈ-મેઈલનું લોકેશન ટ્રેસ કરી રહી છે કે આ ધમકી પાછળ કોનું ભેજું છે. પોલીસ અધિકારીઓએ વાલીઓને અફવાઓથી દૂર રહેવા અને ગભરાવાને બદલે સતર્ક રહેવા વિનંતી કરી છે.