ગુરુવાર, 12 માર્ચ 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 14 ફેબ્રુઆરી 2026 (12:43 IST)

અમદાવાદની ‘લાલ બસ’ હવે હાઈટેક: 28 નવી ઇલેક્ટ્રિક AC બસોનું લોકાર્પણ, સાયબર સુરક્ષા ફીચર ધરાવતી દેશની પ્રથમ બસ

AMTS launches electric buses
AMTS launches electric buses
 શહેરની જીવાદોરી સમાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ના કાફલામાં શુક્રવારે 28  નવી અત્યાધુનિક ઇલેક્ટ્રિક એસી બસોનો ઉમેરો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ અમદાવાદ ગ્રીન મોબિલિટી અને મુસાફરોની સુરક્ષામાં દેશનું અગ્રેસર શહેર બન્યું છે.

સુરક્ષાના ક્ષેત્રમાં ભારતનો પ્રથમ પ્રયોગ
 

આ બસો માત્ર આરામદાયક જ નથી, પણ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અભૂતપૂર્વ છે. દેશમાં પ્રથમ વખત જાહેર પરિવહનની બસોમાં નીચે મુજબની ટેકનોલોજીનો ઉપયોગ થયો છે:
 
સાયબર સિક્યુરિટી અને સેફ્ટી ઓડિટ: ડિજિટલ યુગમાં બસની સિસ્ટમ હેક ન થાય અને મુસાફરોનો ડેટા સુરક્ષિત રહે તે માટે વિશેષ સાયબર સુરક્ષા કવચ અને ઓડિટ પ્રક્રિયા અમલી બનાવવામાં આવી છે.
 
Fire Detection and Suppression System (FDSS): જો બેટરી કે એન્જિનના ભાગમાં આગની સામાન્ય ગંધ કે ધુમાડો પણ દેખાય, તો આ સિસ્ટમ આપમેળે સક્રિય થઈને આગને બુઝાવવા સક્ષમ છે.
AMTS launches electric buses
AMTS launches electric buses

નવી બસોની મુખ્ય વિશેષતાઓ

 
પર્યાવરણલક્ષી: 225  બસોના કાફલાથી વાર્ષિક અંદાજે 75,૦૦૦ કિલોગ્રામ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.
 
શાંત મુસાફરી: ઇલેક્ટ્રિક હોવાથી અવાજ અને ધ્રુજારી વિનાની મુસાફરીનો અનુભવ મળશે.
 
સ્માર્ટ ફીચર્સ: બસોમાં 3 CCTV કેમેરા, SOS (પેનિક બટન), રીઅલ-ટાઇમ જીપીએસ ટ્રેકિંગ અને ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સુવિધા છે.
 
પેડેસ્ટ્રિયન એલાર્મ: બસ 20 કિમીથી ઓછી ઝડપે હોય ત્યારે રાહદારીઓની જાણ માટે વિશેષ એલાર્મ સિસ્ટમ કામ કરશે.
 

મિશન 2027 : 100% ઇલેક્ટ્રિક અમદાવાદ

 
AMTS દ્વારા આગામી વર્ષ સુધીમાં તમામ બસોને ઇલેક્ટ્રિક અને CNG માં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય છે. માર્ચ 2026 સુધીમાં કુલ 225 નવી ઇ-બસો રસ્તા પર દોડતી થઈ જશે, જેનાથી ડીઝલ બસોનો યુગ સંપૂર્ણપણે સમાપ્ત થશે.
 
ઝડપી અમલીકરણ: આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે ટેન્ડરિંગથી લઈને બસની ડિલિવરી સુધીની તમામ પ્રક્રિયા રેકોર્ડબ્રેક છ મહિનામાં પૂર્ણ કરવામાં આવી છે.