રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (13:22 IST)

Solar eclipse 2019 સૂર્ય ગ્રહણ પછી રાશિ મુજબ કરો આ વસ્તુઓનુ દાન

મિત્રો આજે વર્ષનુ અંતિમ સૂર્ય ગ્રહણ સમાપ્ત થઈ ચુક્યુ છે. ગ્રહણનો અશુભ પ્રભાવ દરેક રાશિઓ પર જુદો જુદો હોય છે. ગ્રહણના અશુભ પ્રભાવને ઘટાડવા માટે શાસ્ત્રોમાં દાન વિશે બતાવાયુ છે.  ગ્રહણ ખતમ થતા જ ઘરની સાફ સફાઈ કરીને અશુદ્ધિ દૂર કર્યા પછી દાન કરવામાં આવે છે. અમે તમને બતાવી રહય છીએ રાશિ મુજબ તમને કઈ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ જેથી તમારી પર ગ્રહણનો પ્રભાવ ઓછો રહે. 
 
મેષ રાશિ - મેષ રાશિના જાતકોએ હનુમાનજીનો મનમાં ને મનમા જાપ કરવો જોઈએ. ગ્રહણ સમાપ્ત થયા પછી ઘઉં અને ગોળનુ દાન કરે આ રાશિના લોકોએ લાલ વસ્ત્ર મસૂરની દાળ અને લાલ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. 
 
વૃષભ - આ રાશિના લોકોએ શ્રી સુક્તનો પાઠ કરવો જોઈએ.  આ ઉપરાંત તમે ચોખા અને ખાંડનુ દાન કરી શકો છો. તમારી રાશિના લોકો માટે સફેદ રંગ શુભ છે.  તેથી તમે કપૂર સફેદ કપડા  કે પછી દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓનુ પણ દાન કરી શકો છો. 
 
મિથુન - મિથુન રાશિના લોકોએ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ.  તમારી રાશિનો લકી રંગ લીલો છે.  તેથી તમે મગની દાળ લીલા શાકભાજી લીલા વસ્ત્રનુ દાન કરી શકો છો. આવુ કરવાથી ગ્રહણ સાથે જોડાયેલ અશુભ પ્રભાવ દૂર થશે. 
 
 
કર્ક રાશિ - કર્ક રાશિના જાતકોએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. કર્ક રાશિ વાળા દહી સફેદ કપડા દૂધ ચાંદી અને ખાંડનુ દાન કરી શકે છે. આ વસ્તુઓનુ દાન કરવથી તમારા પર આવનારા આકસ્મિક સંકટો દૂર થઈ જશે 
 
સિંહ રાશિ - સિંહ રાશિના જાતકોએ શ્રી આદિત્યહ્રદયસ્ત્રોતનો પાઠ કરવો શુભ રહેશે.  આ રાશિના લોકોએ તાંબાના સિક્કા તાંબાના વાસણો, ઘઉંનો લોટ, સોનાની કોઈ વસ્તુ, સફરજન અને કોઈપણ ગળ્યા રસીલા ફળનુ દાન કરી શકો છો. આવુ કરવાથી ગ્રહણનો અશુભ પ્રભાવ દૂર થશે. 
 
કન્યા -  તમારી રાશિના લોકોએ શ્રી રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરે. આ રાશિના લોકો શાકભાજી ગાયને લીલો ચારો ગરીબ લોકોને ભોજન જળ ઈલાયચી અને શરબદનુ દાન કરે. તેનાથી પરિવારના લોકો પર વિપત્તી નહી આવે અને તેમના જીવનની રક્ષા થાય છે. 
 
તુલા - તુલા રાશિના જાતકોએ ગ્રહણ પછી શ્રીસૂક્તનો પાઠ કરવો જોઈએ.  આ રાશિના લોકોએ મંદિરમાં પૂજન સામગ્રી ઝાડુ અગરબત્તી દીવો ઘી અને અત્તરનુ દાન કરી શકો છો.  આવુ કરવાથી તમારો ભાગ્યોદય થશે. 
 
વૃશ્ચિક - તમારી રાશિના લોકોએ શ્રીબજરંગબાળનો પાઠ કરવો જોઈએ.  આ ઉપરાંત આ રાશિના લોકોએ પીળી વસ્તુઓ પીળી મીઠાઈ હળદર શેરડી શેરડીનો રસ ગોળ ખાંડ અને ચંદનનુ દાન કરવુ જોઈએ.   તેનાથી વેપાર અને નોકરી સાથે જોડાયેલ બધા પ્રકારના અવરોધો દૂર થશે. 
 
ધનુ રાશિ - આ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. અને અન્નનુ દાન કરવુ જોઈએ.  આ ઉપરાંત આ રાશિના જાતકોએ ચણા, બેસન કેસર સુવર્ણ મીઠાઈ ચાંદી અને ઘી નુ દાન કરીને તમારા અને તમારા પરિવારના લોકો માટે શુભ ફળની પ્રાપ્તિ કરી શકો છો. 
 
મકર રાશિ - મકર રાશિના જાતકોએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અન તલનુ દાન કરવુ જોઈએ.  આ સાથે જ તમે ચણા અડદની પાપડ માટલુ તલ સરસવ કાંસકો અને કાજળનુ દાન પણ કરે શકો છો. આવુ કરવાથી સમસ્ત કષ્ટોનુ નિવારણ થાય છે. 
 
કુભ રાશિ - કુંભ રાશિના જાતકોએ ગ્રહણ પછી હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. કુંભ રાશિનો સ્વામી શનિ હોય છે. તમારી રાશિના જાતકો ઈંધણ, લોટ મસાલા હનુમાન ચાલીસા દૂધ નુ દાન કરી શકો છો. તમે ગ્રહણ પછી કોઈ ગરીબને ભોજન કરાવીને પણ પુણ્ય ફળની પ્રાપ્તિ કરી શકો છો. આવુ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન અને ધનનુ સંકટ નહી આવે. 
 
મીન રાશિ - શ્રીરામચરિતમાનસના અરણ્યનો પાઠ કરો. તમારે માટે કેળા અને ચણાની દાળનુ દાન કરવુ શુભ રહેશે.  તમારી રાશિના જાતકોએ ગ્રહણ પછી પક્ષીઓને દાણા નાખવા જોઈએ.  કીડીઓના દર પર ગોળ અને લોટનુ મિશ્રણ  નાખવુ જોઈએ. આ સાથે જ ગરીબ લોકોએન વસ્ત્રનુ દાન પણ કરવુ જોઈએ. તેનાથી અભ્યાસ કરનારાઓને લાભ થશે