ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: સોમવાર, 17 જૂન 2019 (00:34 IST)

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (17.06.2019)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 17 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
તારીખ 17ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 8 રહેશે. આ ગ્રહ સુર્યપુત્ર શનિથી સંચાલિત હોય છે. આ દિવસે જન્મેલ વ્યક્તિ ઘીર ગંભીર, પરોપકારી અને કર્મઠ હોય છે. તમારી વાણી કઠોર અને સ્વર ઉગ્ર છે. તમે ભૌતિકવાદી છો. તમે અદ્દભૂત શક્તિઓના માલિક છો. તમે તમારા જીવનમાં જે કંઈ પણ કરો છો તેનો એક મતલબ હોય છે. તમારા મનને ઓળખવુ મુશ્કેલ છે. તમને સફળતા અત્યંત સંઘર્ષ પછી મળે છે. અનેકવાર તમારા કાર્યોનો શ્રેય બીજાને મળે છે. 
 
શુભ તારીખ  : 8,  17,  26 
 
શુભ અંક   :  8,  17,  26,  35,  44 
 
શુભ વર્ષ   : 2015,  2024,  2042
 
ઈષ્ટ દેવ  :  હનુમાનજી અને શનિ દેવતા 
 
શુભ રંગ   : કાળો- ઘટ્ટ ભૂરો- જાંબલી  
 
કેવુ રહેશે વર્ષ - મૂલાંક 8નો સ્વામી શનિ છે. અને વર્ષનો મૂલાંકનો સ્વામી બુધ છે. તેમની વચ્ચે મિત્રતા હોવાથી બધા કાર્યોમાં સફળતા મળશે. જે અત્યાર સુધી અવરોધિત રહ્યા છે તેઓ પણ સફળ થશે. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. નોકરિયાત વ્યક્તિ પ્રગતિ મેળવશે. બેરોજગાર પ્રયત્ન કરશે તો રોજગાર મેળવવામાં સફળતા મળશે. શત્રુ વર્ગ પ્રભાવહિન રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય અનુકુળ રહેશે. રાજનૈતિક વ્યક્તિ પણ સમયનો સદ્દપયોગ કરી લાભાન્વિત રહેશે.    
 
મૂલાંક 8ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
- ગુરૂ નાનક 
- જોર્જ બર્નોર્ડ શૉ 
-રાકેશ બેદી 
-ડિમ્પલ કાપડિયા 
- જાવેદ અખ્તર 
- શબાના આઝમી 
- રવિના ટંડન 
- સુભાષ ઘઈ