સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Modified: રવિવાર, 16 ઑગસ્ટ 2020 (17:14 IST)

Marriage ના બંધનથી દૂર ભાગે છે આ 3 રાશિવાળા

લગ્નનું બંધન એક પવિત્ર બંધન છે. એવી કહેવત છે કે જોડીયો ઉપરથી બનીને આવે છે. એવુ કહેવાય છે કે કોના લગ્ન કોની સાથે થશે તે લખાયેલુ છે. પણ જ્યોતિષશાસ્ત્રમાં એવી ત્રણ રાશિવાળા વિશે બતાવ્યુ છે જે હંમેશા લગ્નના બંધનથી દૂર ભાગે છે. જો તેમના લગ્ન થઈ પણ જાય તો તેમને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવો જાણીએ કંઈ છે એ ત્રણ રાશિ...
1. મિથુન રાશિ વાળા મૂડી હોય છે. આ લોકો કોઈપણ વસ્તુ પર લાંબા સમય સુધી ટકી રહેવુ પસંદ કરતા નથી. મિથુન રાશિના લોકોનો મૂડ ક્ષણ ક્ષણ બદલતુ રહે છે. આ જ કારણ છે જેના કારણે આ રાશિના લોકો લગ્ન જેવા સંબંધોમાં બંધાતા ગભરાય છે.
 
2. ધનુ રાશિવાળા લોકોને પોતાની આઝાદી સાથે વધુ પ્રેમ હોય છે. લગ્ન જેવા પવિત્ર બંધનમાં આ એ માટે બંધાવવા નથી માંગતા કારણ કે તેઓ પોતાના જીવનમાં સમજૂતી નથી કરવા માંગતા. આ રાશિના લોકો કેરિયરને વધુ મહત્વ આપે છે.
 
3. કર્ક રાશિના કેટલાક લોકો એકલા જ રહેવુ પસંદ કરે છે અને તેઓ કોઈ બીજાને પોતાના મનની વાત શેયર નથી કરતા. આવામાં આ રાશિના લોકો લગ્ન કરવા નથી માંગતા કારણ કે તેમને લાગે છે કે લગ્ન કરીએ તો પાર્ટનર પોતાની વાતો શેર કરવી પડશે.