શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Updated : બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (09:30 IST)

જાણો જન્મના મહિના પ્રમાણે સ્ત્રીઓનો સ્વભાવ કેવો હોય છે

1. જાન્યુઆરી- વર્ષના પ્રથમ મહિનો એટલે કે જાન્યુઆરીમાં જન્મી  છોકરીઓ સ્વભાવમાં ગંભીર અને થોડી ઘણી રૂઢિવાદી હોય છે પણ તમે ધ્યાન આપશો તો તમને તે ખૂબ મહત્વકાંક્ષી પણ લાગશે. આ  મહિનામાં જન્મેલી મહિલાઓ સમીક્ષકની ભૂમિકામાં રહેવું પસંદ કરે છે અને તેમની ભાવનાઓ વિશે કોઈની સાથે વાત કરવી તેમને ગમતી નથી.  તે માત્ર એ લોકો સાથે જ વાત કરવી પસંદ કરે છે. જે બુદ્ધિના સ્તર પર તેમના બરાબરની હોય ... કે જેમની સાથે તેમના વિચારો મળતા હોય.  
 
2. ફેબ્રુઆરી- ફેબ્રુઆરીમાં જન્મેલી છોકરીઓ સાથે રહેવા માટે તમારે ધૈર્ય સાથે રજુ થવાની જરૂર છે અને તેઓ  ખૂબ રોમાંટિક સાબિત  થશે. ફેબ્રુઆરીમાં જન્મેલી છોકરીઓનો મૂડ  ઝડપથી બદલાય છે.  દરેક કોઈ તેમને સમજી શકે એવુ શકય નથી. તેમના વિચારવાની રીત સૂક્ષ્મ નિરીક્ષણવાળી હોય છે, અને એક શબ્દ પરથી આખી સ્ટોરીનો અંદાજો લગાવી શકે છે. તમને આ જરૂર ખબર હોવી જોઈએ જો તમે તેની સાથે દગો કરો છો તો તમે તેમને ક્યારેય ફરીથી નહી મેળવી શકો. 
 
માર્ચ- માર્ચમાં જન્મી મહિલઓ ખૂબ ખૂબસૂરત અને આકર્ષક હોય છે. આ મહિલાઓ તેમના કામ અને  સંબંધો પ્રત્યે સમર્પિત અને વિશ્વાસપાત્ર હોય છે. તેમના માટે કોઈના પ્રેમમાં પડવું મુશ્કેલ હોય છે. 
 
એપ્રેલ- અપ્રેલમાં જન્મેલી મહિલાઓ દરેક સાથે સરળતાથી મિક્સ થઈ જાય છે. સમય-સમય પર પોતાના પ્રત્યે દયાનો ભાવ પણ તેમની અંદર હોય છે.  જો એ ગુસ્સામાં હોય તો તેનાથી દૂર રહેવું જ સારું રહેશે. જો તમે વિશ્વાસ જીતી શકો તો આ મહિલાઓ તમને ખૂબ ખુશ રાખવામાંં મદદગાર થઈ શકે છે. આ પૂરી આત્મામીયતાથી તમારી પ્રત્યે સમર્પિત રહેશે. 
 
મે- જે મહિલાઓનો જન્મ મે  મહિનામાં થયો છે એ ખૂબ વિશ્વસનીય હોય છે અને તેમના સિદ્ધાંત પ્રત્યે દૃઢ હોય છે. તેમના પ્રેમમાં ડૂબતા આ ખતરનાક પણ સિદ્ધ થઈ શકે છે. 
 
જૂન- જૂનમાં જન્મેલી મહિલાઓ જિજ્ઞાસુ, કલાત્મક અને મિલનસાર હોય છે. તે વિચાર્યા વગર બોલવામાં વિશ્વાસ રાખે છે.  તેઓ વિચારે પછી, બોલે છે પહેલા. તેમની ખાસિયત છે કે એ પીઠ પાછળ વાત કરવામાં વિશ્વાસ નથી કરતી અને જેને બોલવુ હોય તેને મોઢા પર જ બોલે છે. 
 
જુલાઈ- જુલાઈમાં જન્મ લેતી મહિલાઓ ઈમાનદાર ખૂબસૂરત, રહસ્યમયી અને સંવેદનશીલ હોય છે. એ મૃદુભાષી હોય છે અને બધાની સાથે વિનમ્ર રહે છે. કોઈની સાથે મતભેદ કે વિવાદ કરવો તેમને પસંદ નથી. . જો તમે તેમની સાથે દગો કરો  છો તો એ જીવનભર નહી ભૂલે અને તમે તેમને સરળતાથી કાયમ માટે ગુમાવી શકો છો. 
 
ઓગસ્ટ -  ઓગસ્ટમાં જન્મેલી મહિલાઓ ખૂબસૂરત મનવાળી અને આત્મકેન્દ્રિય હોય છે. તેમની સાથે બાથે  ભિડવાને બદલે સંભાળીને રહેવું જ યોગ્ય રહેશે. કારણકે વહેલા મોડા એજ જીતશે.  તેમનો સેંસ ઑફ હ્યૂમર ગજબનો છે.   કોઈના ઉપહાસના પાત્ર બનવુ તેમને  બિલ્કુલ પસંદ નથી.  હમેશા ખુદને મહત્વ મળે એ તેમને સારુ લાગે છે. 
 
સપ્ટેમ્બર - સપ્ટેમ્બરમાં જન્મેલી મહિલાઓ દયાળુ અનુશાસિત અને ખૂબસૂરત હોય છે . તેમની સાથે વિશ્વાસઘાત કરનારને તે ક્યારેય ભૂલતી નથી. જો તમે તેમનું  દિલ દુખાવો  છો તો એ તમારી સાથે બદલો લેવાની કોશિશ જરૂર કરશે. આ મહિનામાં જન્મેલી મહિલાઓ સ્થાયી સંબંધોમાં વિશ્વાસ રાખે છે. તેમના સાથી પ્રત્યે તેમની અપેક્ષાઓ વધારે હોય છે . જો તમે ખુદને સાબિત કરી દીધા તો સ્રમજો કે તેમને જીતી લીધા. 
 
ઓક્ટોબર - ઓક્ટોબરમાં જન્મેલી મહિલાઓ ખૂબ મજબૂત ચરિત્રની હોય છે. તે ખૂબ ભાવુક હોય છે પણ કોઈની સામે તેમના આંસૂ વહેડાવવા પસંદ નથી કરતી. એ  તેમના મનના ભાવને બીજાના સામે જાહેર નહી કરે કારણ કે તેને લાગે છે કે કેટલાક લોકો તેને સમજી નથી શકતા અને તે તેમનો દુરૂપયોગ કરી શકે છે. હમેશા બીજી મહિલાઓ તેમની પ્રત્યે ઈર્ષ્યાના કારણ નફરત કરે છે. 
 
નવેમ્બર - નવેમ્બરમાં જન્મેલી મહિલાઓ તમારા અસત્યને સરળતાથી ઓળખી શકે છે અને એ હમેશા બીજા કરતા એક પગલુ આગળ હોય છે. તેમની સાથે રમત કરવી યોગ્ય નહી રહે. અને તેમને સલાહ પણ ત્યારે આપો જયારે તમને લાગે છે કે તમે સાચું સાંભળવાની હિમ્મત રાખો છો. 
 
ડિસેમ્બર - જે મહિલાઓનો જન્મ ડિસેમ્બર માસમાં થયો છે એ ખૂબ ઉત્સુક કે એમ કહીએ કે ઉતાવળ સ્વભાવની પણ ભાગ્યશાળી હોય છે. તે દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે. તેને મૂડ ઠીક રાખવો  સારી રીતે આવડે છે અને એ ખુલ્લા દિલની હોય છે. એ ખુદને સરળતાથી દુખી કરી લે છે પણ ઈશ્વરની સાથે હોવાથી તે આ વસ્તુ મળી જ જાય છે જેની એ હક્દાર છે.