ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (13:41 IST)

30 જાન્યુઆરીએ અમદાવાદમાં આ કોલેજમાં જોબફેર યોજાશે, જાણો કઈ પોસ્ટ પર જોબ મળશે

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કે. કા. શાસ્ત્રી કોલેજમાં 30 જાન્યુઆરીએ મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે. આ જોબ ફેરમાં બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, આઈટી સહિતની વિવિધ 8 સેક્ટરની કંપનીઓ ઉમેદવારોને ઇન્ટરવ્યૂના આધારે કુલ 3210 નોકરી ઓફર કરશે. પસંદ થયેલા ઉમેદવારોને વાર્ષિક રૂ. 1.20 લાખથી 4.18 લાખ સુધીનો પગાર ઓફર કરશે. ખોખરાની કે. કા. શાસ્ત્રી કેમ્પસમાં આવેલી ગવર્નમેન્ટ આર્ટ્સ કોલેજમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે. આ રોજગાર ભરતી મેળામાં આઈટીઆઈ ટ્રેડના ફિટર, ઇલેક્ટ્રોનિક્સની લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. સાણંદની લુમેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં 18થી 25 વર્ષના વર્ષ 2017 પછીના પાસ આઉટ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ ઉપરાંત આઈટીઆઈના ઉપરોક્ત ટ્રેડ ઉપરાંતના ધો. 10, 12 પાસ યુવાનોને વિપુલ સંખ્યામાં રોજગાર અપાશે. ઉપરાંત બીકોમ, બીએ, બીએસસી, બીઈ, બીટેક, મિકેનિકલ સહિતની કંપનીઓ દ્વારા જોબ ઓફર કરવામાં આવશે.  ટર્નર, વેલ્ડર, ફિટર, હેલ્પર, ટેક્નિશિયન, સુપરવાઇઝર, ફ્રન્ટ ઓફિસ માટે એક્ઝિક્યુટિવ, બેક ઓફિસ પર એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ, માર્કેટિંગ મેનેજર, ઇન્સ્યોરન્સ એડવાઇઝર, સોફ્ટવેર ડેવલપર, રિસેપ્શન કાઉન્ટર પર લેડી રિસેપ્શનિસ્ટ, મેનેજર, ટીમ લીડર, રિજિયન મેનેજર, ઈવેન્ટ મેનેજર સહિતની પોસ્ટ પર ભરતી માટેના ઈન્ટરવ્યૂ લઈ નોકરી આપવામાં આવશે.