ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Updated : સોમવાર, 14 ડિસેમ્બર 2020 (08:37 IST)

Surya grahan 2020: આજે પૂર્ણ સૂર્ય ગ્રહણૢ સોમવતી અમાસને કારણે બનશે વિશેષ સંયોગ, જાણો રાશિઓ પર શુ પડશે અસર ?

solar eclipse
14 ડિસેમ્બરે સૂર્યગ્રહણ લાગી રહ્યુ છે.  આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા નહી મળેૢ તેથી આ ગ્રહણનો સૂતક કાલ માન્ય નહી રહે.  માર્ગશીર્ષ મહિનાની સોમવતી અમાસ હોવાને કારણે આ ગ્રહણનુ મહત્વ વધી જાય છે. 
 
વર્ષનુ અંતિમ સૂર્ય ગ્રહણ અને સોમવતી અમાવસ્યા પર બની રહ્યો છે વિશેષ સંયોગ 
 
આ વખતે વર્ષનુ અંતિમ સૂર્ય ગ્રહણ પર માર્ગશીર્ષ મહિનાની સોમવતી અમાવસ્યા અને પાંચ ગ્રહોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. આ સંયોગને કારણે સ્નાન અને દાનનુ અનેકગણુ ફળ મળશે. 
 
- માર્ગશીર્ષ મહિનાની સોમવતી અમાસ સાથે આ પૂર્ણ સૂર્ય ગ્રહણમાં પાંચ ગ્રહ સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર અને કેતુ ગ્રહ વૃશ્ચિક રાશિમાં રહેશે. જો કે પૂર્ણ સૂર્ય ગ્રહણનુ સૂતક નહી લાગે. 
 
- માર્ગશીર્ષ મહિનાની સોમવતી અમાસ પર પિતૃદોષ શાંતિ માટે પણ ઉપાય કરવામાં આવે છે. આ દિવસે વડ, પીપળો, તુલસી, અને કેરીના છોડ ઘરમાં લગાવવાનુ વિધાન છે. 
 
-ભારતીય સમય મુજબ સાંજે 7.03 વાગ્યે પૂર્ણ સૂર્ય ગ્રહણ શરૂ થશે. 9.43 વાગે અને રાત્રે 12.23 વાગ્યે ગ્રહણ ખતમ થઈ જશે. દક્ષિણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા, અટલાંટિક, હિન્દ અને પ્રશાંત મહાસાગરના થોડા ભાગમા પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા મળશે. 
 
આ પહેલા ભારતમાં 21 જૂનના રોજ સૂર્યગ્રહણ જોવા મળ્યુ હતુ. આવતા વર્ષે 10 જૂનૢ 25 ઓક્ટોબર અને 4 ડિસેમ્બરે સૂર્ય ગ્રહણ રહેશે. 
 
આ પૂર્ણ સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિ અને જયેષ્ઠા નક્ષત્રમાં લાગશે. તેથી જ્યોતિષીઓ મુજબ આ વિવિધ રાશિઓને પણ પ્રભાવિત કરશે.  આવો જાણીએ આ ગ્રહણથી કંઈ રાશિઓ પર શુ પ્રભાવ પડશે. 
 
મેષ રાશિના જાતકોન એ સૂર્ય ગ્રહણના પ્રભાવને કારણે વધુ મહેનત કરવી પડશે. આર્થિક લેવડ દેવડ ધ્યાનથી કરો 
વૃષ  રાશિવાળાને ઘરમાં સારુ વાતાવરણ બનાવીને રાખવુ પડશે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. 
મિથુન રાશિવાળા જીવનસાથીને સન્માન આપો અને સમજદારીથી કામ લો. આવકને લઈને સમય પ્રતિકૂળ છે. 
કર્ક રાશિવાળાને દરેક કાર્ય વિચારીને અને સમજીને કરવાનુ છે. આવકના સાધન ઓછા થઈ શકે છે. 
સિંહ રાશિવાળા માટે ગ્રહણ સારો પ્રભાવ લાવી નથી રહ્યુ. આર્થિક સ્થિતિને લઈને સચેત રહેવુ પડશે. 
કન્યા રાશિના લોકોને લગનથી કામ કરવુ પડશે. પરિવારમાં સારુ વાતાવરણ કાયમ રાખો. 
તુલા રાશિના જાતકોને આર્થિક અને સામાજીક જીવનમાં પરેશાની થઈ શકે છે. 
વૃશ્ચિક રાશિવાળા સ્વાસ્થ્યનુ ધ્યાન રાખે. બીજા સાથે સારી રીતે વ્યવ્હાર કરે. 
ધનુ રાશિવાળા આર્થિક રૂપથી પરેશાન રહી શકે છે. તમારે પૈસાને લેવડ દેવડમાં ધ્યાન રાખવુ પડશે. 
મકર - માનસિક અને શારીરિક આરોગ્યને લઈને ધ્યાન રાખવુ પડશે. 
કુંભ - આર્થિક સ્થિતિને તમારે સાચવવી પડશે. 
મીન - આ રાશિના લોકોને નોકરીમાં ખાસ ધ્યાન આપવુ પડશે.