મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : શુક્રવાર, 29 એપ્રિલ 2022 (09:56 IST)

આ રાશિના લોકો એક બીજા માટે યોગ્ય જીવનસાથી સાબિત થાય છે, જાણી લો તમારી માટે કોણ છે પરફેક્ટ

marriage
સામાન્ય રીતે વ્યક્તિએ પોતાના જીવનમાં ત્રણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. પહેલી કારકિર્દી, બીજી આર્થિક અને ત્રીજી વિવાહ. જો આ ત્રણ બાબતે તમે ચોક્કસ રહો તો જીવન સરળ રહે છે. જ્યોતિષ વિદ્યા 12 રાશિઓ અને 9 ગ્રહો પર આધારિત છે. તમારા જન્મની તારીખ, સમય અને સ્થાનના આધાર પર તમારી કુંડળી બને છે, જે તમારા આખા જીવનનો અરિસો બની જાય છે.  
 
વિશ્વના દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે પરંતુ, પરફેક્ટ જોડી ત્યારે જ રચાય છે જ્યારે એકબીજાના વિચારો મળે.તમે જોયું હશે કે, કેટલાક લોકો સાથે તમારી મિત્રતા પળભરમાં બંધાઈ જાય છે તો કેટલાક લોકો ફક્ત એક મુલાકાત પૂરતા જ મર્યાદિત રહે છે. હાલ એક તજજ્ઞ જ્યોતિષશાસ્ત્રીએ પોતાનું જ્ઞાન વહેંચતા જણાવ્યું કે, કઈ બે રાશિના લોકો એકબીજા માટે પરફેક્ટ જીવનસાથી બને છે? તો ચાલો જાણીએ.
 
લગ્નની વાત કરીએ તો, આ સંબંધમાં બંધાનારા બે લોકો વચ્ચે સામંજસ્ય જ તેનો પાયો હોય છે. આમ તો આજકાલ કુંડળી મેળવવાનું ચલણ સામાન્ય થઈ ગયું છે, પરંતુ છતાંય કેટલાક અજ્ઞાની પંડિતોને કારણે લોકો ગુમરાહ થાય છે અને ખોટો નિર્ણય લઈ બેસે છે, આજે આપણે જોઈશું કે, કઈ રાશિના લોકો એક બીજા માટે પરફેક્ટ હોય છે. આવો જાણીએ 

કન્યા-મકર  : આ રાશિના લોકો વૃષભ અને મકર રાશિ સાથે વધુ પડતા સુસંગત રહેશે. આ રાશિના લોકો માત્ર એકબીજાના પૂરક જ નથી પરંતુ, તે એકબીજા પ્રત્યેની જવાબદારીઓને ખુબ જ સારી રીતે સમજે છે. આ રાશિના લોકોને જીવનની વાસ્તવિકતા સ્વીકારવી ગમે છે અને તેના કારણે જ તેમના સંબંધ લાંબા સમય સુધી ટકે છે.
life partner
મેષ-મિથુન : આ રાશિના લોકો સર્જનાત્મક ઉર્જાથી ભરેલા હોય છે. તમે તેમનો વિરોધ કરી શકતા નથી ફક્ત નફરત અથવા પ્રેમ કરી શકો છો. આ રાશિના લોકો ચુંબકીય વ્યક્તિત્વ ધરાવે છે. આ રાશિના લોકો મિથુન રાશિ સાથે વધુ પડતા અનુકૂળ રહે છે કારણકે, બંને રાશિના લોકો એકબીજાના નિર્ણયોનુ સન્માન કરે છે પછી તે વ્યક્તિગત હોય કે વ્યાવસાયિક. બંને એકસાથે મળીને પોતાના સંબંધોને વધુ પડતા મજબૂત બનાવી શકે છે.
 
કર્ક-વૃશ્ચિક : આ રાશિના લોકો સંવેદનશીલ અને લાગણીઓથી ભરેલા હોય છે. સંબંધોમાં લાગણીઓની સુરક્ષા તેમના માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આ રાશિના લોકો વૃશ્ચિક રાશિ સાથે વધુ પડતા સુસંગત હોય છે. આ બંને રાશિઓ વચ્ચે ભાવનાત્મક બંધન હોય છે, જેના કારણે તે એકબીજાને ખૂબ જ સારી રીતે સમજે છે. આ બંનેની પ્રકૃતિ તેમને એકબીજા પ્રત્યે સંતુલિત બનાવે છે.
 
સિંહ-ધનુ : આ રાશિના લોકો પ્રાકૃતિક નેતૃત્વનો ગુણ ધરાવે છે, તે તેને આશાવાદી અને શિસ્તબદ્ધ બનાવે છે. આ રાશિના લોકો ધનુ રાશિ સાથે વધુ પડતા સુસંગત રહે છે. જીવન પ્રત્યેના સમાન અભિગમને કારણે બધું જાદુઈ રીતે થાય છે. આ બંને નિરંતર વ્યસ્ત રહે છે અને એકબીજાની સ્વતંત્રતાને માન આપે છે. આ બંને રાશિના લોકો એક્બીજાને નિરંતર પ્રેરણા પૂરી પાડતા રહે છે અને પોતાના સંબંધોને મજબૂત બનાવે છે.

વૃષભ-મકર :આ રાશિના લોકો દ્રઢ નિશ્ચયથી ભરેલા હોય છે અને કાર્યક્ષમ રીતે કામ કરવા માટે જાણીતા હોય છે. આ રાશિના લોકોની જોડી મકર રાશિના લોકો સાથે સારી રીતે જોડાય છે. આ બંને રાશિના લોકો જીવન પ્રત્યે વ્યવહારુ અભિગમ ધરાવે છે. આ બંને રાશિના લોકો એકબીજાની કંપનીનો ખુબ જ સારી રીતે આનંદ માણે છે. તેમના સંબંધો વિશે તે ખુબ જ વિચારશીલ રહે છે.
marriage
તુલા-કુંભ : આ રાશિના લોકો મોજીલા અને પ્રેમાળ સ્વભાવના હોય છે, તે ધારે તે રાશિ પર જીત મેળવી શકે છે જ્યારે કુંભ રાશિ પાસે વાત કરવા માટે ક્યારેય રસપ્રદ વિષયો હોતા નથી. આ બંને રાશિના લોકો નવા મિત્રો બનાવવાનું પસંદ કરે છે. એટલું જ નહી આ બંને રાશિના લોકોને પરસ્પર સંબંધમાં એકબીજાને વિચારો વહેંચવા અને એકબીજા સાથે સારી રીતે વાતચીત કરવી ખુબ જ ગમે છે. આ બંને તેમના વિશેષ ગુણો છે.
 
મીન-કર્ક : આ રાશિના લોકો માટે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો સાથેનો સંબંધ શ્રેષ્ઠ સાબિત થાય છે. તેમનો સંબંધ સુમેળભર્યો અને લાંબા ગાળાનો રહે છે. આ રાશિના લોકો પ્રેમી તરીકે ખૂબ જ સ્વપ્નશીલ અને જુસ્સાદાર હોય છે. આ જાતકો ખૂબ જ સર્જનાત્મક પણ હોય છે. આ બંને રાશિના લોકો ખુબ જ લાગણીશીલ પણ હોય છે અને આ કારણોસર જ બંને એકબીજાની લાગણીઓને સારી રીતે સમજી શકે છે અને તેમના સંબંધ લાંબા ટકે છે.
 
મકર-વૃશ્ચિક : આ બંને રાશિના લોકોના સ્વભાવ પ્રાકૃતિક રીતે ખૂબ જ સારા હોય છે. તે બંનેને એકબીજા પર વિશ્વાસ કરવામાં ઘણો સમય લાગે છે, તેથી આ મેચ એકદમ યોગ્ય છે. આ બંને વચ્ચે એક ખાસ પ્રકારનું બંધન છે, જેને સરળતાથી તોડી શકાતું નથી. આ રાશિના લોકો માટે સંબંધ હંમેશા પૈસા અથવા અન્ય કોઈપણ વસ્તુ પહેલા આવે છે. આ રાશિના લોકોને તેમના સંબંધો પરનો કાબૂ ગુમાવવો ગમતો નથી. તે તેમની બાજુથી વફાદારી સુનિશ્ચિત કરે છે અને તેમના જીવનસાથી પાસેથી પણ આ જ અપેક્ષા રાખે છે.