મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : શુક્રવાર, 16 એપ્રિલ 2021 (14:17 IST)

મંગળનું રાશિ પરિવર્તન, વૃષભથી મિથુન રાશિમાં, જાણો કઈ રાશિ પર શું થશે અસર

મંગળ ગ્રહ વૃષભ રાશિની યાત્રા સમાપ્ત કરીમ્ને 14 એપ્રિલને મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. 2 જૂન સુધી મંગળ આ રાશિ પર દેખાશે. આ પછી ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મંગળની રાશિ પરિવર્તનના સીધો અસર પૃથ્વી અને પૃથ્વી પર રહેતા લોકો પર પડે છે. મિથુન રાશિ વાયુતત્વની રાશિ છે, તેથી આ રાશિમાં મંગળ જવાના કારણે, કુદરતી આપત્તિઓ, વાવાઝોડું અને અગ્નિદાહ વધુ ઘટના બનશે. ચાલો આપણે જાણીએ કે તે દરેક રાશિના લોકો પર શું અસર કરશે.
 
મેષ
આ રાશિના લોકો પર ગ્રહ પરિવર્તનની મિશ્ર અસર પડશે. તમે તમારી હિંમત અને શકિતથી સફળ થશો. જો કે, પરિવારના વરિષ્ઠ સભ્યો અને ભાઈઓ સાથે મતભેદ થઈ  શકે છે. તેથી જ જીદ અને ગુસ્સા નિયંત્રણમાં રાખતા કાર્ય કરવું. કોર્ટ-કચેરીમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવવાના છે.
 
વૃષભ
આ ગ્રહ પરિવર્તનની આ રાશિવાળા લોકો પર સુખદ અસર પડશે. વિદેશી મિત્રો અથવા સંબંધીઓ તરફથી લાભ થવાની સંભાવના છે. ઘણા દિવસોના આપેલ પૈસા પણ પરત મળી શકે છે. ભૂમિ મિલકત બાબતોનો 
નિપટારો થશે પરંતુ પારિવારિક અને માનસિક તકરારનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં નિરર્થક ઝગડા ટાળો. વાહન કાળજીપૂર્વક ચલાવો.
 
મિથુન 
મિથુન મંગળનો દુશ્મન બુધની રાશિ છે, તેથી તમને ખરાબ અસર પડશે. ચીડિયાપણું તમારા સ્વભાવમાં આવશે. ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોને બગાડવુ નહીં. સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવી. યાત્રા 
સાવધાનીપૂર્વક કરવી. વાહન વાહન અકસ્માતથી બચવું. જમીન અને સંપત્તિના મામલાઓ સમાધાન થશે.
 
કર્ક
અતિશય ખર્ચના કારણે તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વિદેશી મિત્રો અને સંબંધીઓ તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. વિદેશી કંપનીઓમાં સેવા અથવા નાગરિકત્વ માટે
જો તમારે અરજી કરવી હોય તો આ સારો સમય છે. કોર્ટના કિસ્સામાં ન પડવું.
 
સિંહ 
આવકના સાધનોમ આં વધારો થશે અને આપેલું ધન પણ પરત મળવાની આશા છે. શત્રુની પરાજય થશે અને કોર્ટ કચેરીના કેસમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત છે. પારિવારિક કલેશથી બચવું. 
નવદંપતિ માટે સંતાન પ્રાપ્રિ અને પ્રાદુર્ભાવના પણ યોગ છે. 
 
કન્યા
નોકરીમાં પ્રમોશન અને માન પણ વધશે. પરંતુ તેને જાળવવું તમારા માટે એક પડકાર રહેશે. કેંદ્ર અને રાજ્ય સરકારના વિભાગમાં પ્રતીક્ષિત કાર્યનો નિરાકરણ થશે. વિદેશી કંપનીઓમાં નોકરી અને નાગરિકતા 
માટે આવેદન કરવાની દ્ર્ષ્ટિથી પણ ગ્રહ- ગોચર સારું છે. 
 
તુલા રાશિ
આર્હિક પક્ષ મજબૂત રહેશે. મકાન-વાહનની ખરીદીના પણ યોગ છે. ધર્મ અને અધ્યાત્મના પ્રત્યે રૂચિ વધશે. સામાજિક કાર્યમાં પણ ભાગ લેધો. તમારી ઉર્જાશક્તિ અને સાહસના બળ પર મુશ્કેલી પરિસ્થિતિઓ પર 
પણ સરળતાથી નિયંત્રણ મેળવી લેશો. 
 
વૃશ્ચિક રાશિ
આ રાશિના પરિવર્તનના કારણે તમારો ગુસ્સો વધી શકે છે અને તેનાથી આત્મવિશ્વાસમાં કમી આવશે. કાર્ય-વ્યાપારમાં નિર્ણય લેવામાં મોડું ન કરવું. સ્વાસ્થયના પ્રત્યે સંવેદનશીલ અન ચિંતિત રહેવું. કોર્ટ-કચેરી અને 
વિવાદિત કેસ કોઈ પણ રીતે બહાર જ ઉકેલવાના પ્રયાસ કરવું. તમારી ઉર્જાશક્તિનો સદુપયોગ સારા કાર્યમાં કરવું. 
 
ધનુ
કાર્ય-વ્યાપારની દ્ર્ષ્ટિએથી તો સમય સરું રહેશે પણ દાંપત્ય જીવનામાં કડવાશ આવી શકે છે. લગ્નથી સંબંધિત બાબતોમાં પણ થોડું મોડું થઈ શકે છે. આ સમયના મધ્ય ભાગીદારી વ્ય્પાર કરવાથી બચવું. વિદ્યાર્થીઓ અને પ્રતિયોગિતામાં બેસતા છાત્રો માટે અનૂકૂળ સમય છે. 
 
મકર-
લેવણ-દેવણના કેસમાં વધારે સાવધાની રાખવી. વિવાદિત બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત. વિદેશી સંબંધીઓ અને મિત્રોથી પણ સુખદ સમાચાર મળી શકે છે. સ્વાસ્થય પ્રત્યે બેદરકારી ન કરવી. 
 
કુંભ
શિક્ષા સ્પર્ધામાં સારી સફળતા મળશે. કાર્ય વ્યાપારમાં પણ પ્રગતિ થશે. આવકના સાધન પણ વધશે. પ્રેમ સંબંધી બાબતોમાં ઉદાસીનતા રહેશે તેથી સમય ન બગાડશો. સંતાનના દાયિત્વની પૂર્તિ થશે. નવદંપત્તિ 
માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવના પણ યોગ. 
 
મીન રાશિ 
પારિવારિક કલેશ અને માનસિક અશાંતિનો સામનો કરવું પડી શકે છે. મિત્રો અને સગાઓથી પણ અપ્રિય સમાચાર પ્રાપ્તિના યોગ. માતા-પિતાના સ્વાસ્થયના પ્રત્યે ચિંતિત રહેવું. પરિવારના વિવાદિત બાબતોમાં 
પણ એકબીજા સાથે જ સમાધાન કરી લેવામાં સમજદારી થશે. જમીન સંબંધી બાબતોનો સમાધાન થશે.