1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (07:06 IST)

રાશિફળ 14 સપ્ટેમ્બર - ગ્રહોની સ્થિતિ સારી છે કે ખરાબ, જાણો આજે કંઈ રાશિને થશે ફાયદો-નુકશાન

today horoscope 14 september in gujarati
ગ્રહોની સ્થિતિ-રાહુ વૃષભ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. બુધ અને મંગળ કન્યા રાશિમાં છે.  શુક્ર તુલા રાશિમાં, કેતુ વૃશ્ચિક રાશિમાં, ચંદ્રમાંનો પ્રવેશ ધનુરાશિમાં, મકર રાશિમાં શનિ અને કુંભ રાશિમાં ગુરૂનુ પરિવર્તન ચાલી રહ્યુ છે. 
 
મેષ - જોખમમાંથી બહાર આવ્યા છો, સ્વાસ્થ્ય પહેલા કરતા સારું છે. પ્રેમની સ્થિતિ ખૂબ સારી છે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી પહેલા કરતાં વધુ સારું. ભાગ્ય તમારો સાથ આપશે. સૂર્યદેવને જળ અર્પણ કરો. લીલી વસ્તુઓનું દાન કરો.
 
વૃષભ - આ એક જોખમી સમય છે. ઈજા થઈ શકે છે. મુશ્કેલીમાં આવી શકો છો. બહુ સારો સમય કહી ન શકાય. પ્રેમની સ્થિતિ ઠીક છે. છતા મધ્યમ. વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય યોગ્ય છે. કોઈપણ પ્રકારનું જોખમ ન લો. પીળી વસ્તુનું દાન કરો.
 
મિથુન - તમને તમારા જીવન સાથીનો સહયોગ મળશે. નોકરીમાં પ્રગતિ થશે. અવિવાહિતોના લગ્ન નિશ્ચિત થઈ શકે છે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું છે, પ્રેમ-વ્યવસાય સારી સ્થિતિમાં છે. ભગવાન વિષ્ણુની પૂજા કરતા રહો.
 
કર્ક - પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. સ્વાસ્થ્ય થોડું પરેશાન રહેશે પરંતુ તે મોટી સમસ્યા નથી. પ્રેમની સ્થિતિ સુધારવાના માર્ગ પર છે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી પણ તે યોગ્ય સમય છે. ભગવાન શિવને જળાભિષેક કરો વધુ સારુ થશે.
 
સિંહ - લાગણીઓમાં આવીને કોઈ નિર્ણય ન લો. સ્વાસ્થ્ય સારુ રહેશે. પ્રેમમાં તુ-તુ, મે-મે થઈ શકે છે. બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય લગભગ ઠીક રહેશે. પીળી વસ્તુને પાસે રાખો.
 
કન્યા - જમીન, મકાન, વાહનની ખરીદી શક્ય છે. ભૌતિક સંપત્તિમાં વધારો શક્ય છે, પરંતુ તમે ઘરેલુ વિવાદોનો શિકાર પણ થઈ શકો છો. સ્વાસ્થ્ય સારું છે, પ્રેમ પહેલા કરતા સારો છે, બિઝનેસ પણ સારો ચાલે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરો. પીળી વસ્તુનું દાન કરો.
 
તુલા -  પરાક્રમ રંગ લાવશે,  નોકરી-રોજગારમાં પ્રગતિ થશે. વ્યવસાયની સ્થિતિ સારી છે, આરોગ્યની સ્થિતિ ખૂબ સારી છે.  સ્વાસ્થ્ય પણ સાથ આપી રહ્યુ છે. મા કાલીની પૂજા કરતા રહો.
 
વૃશ્ચિક -  યોગ્ય સ્થિતિ છે.  બસ વાણીને અનિયંત્રિત ન થવા દો. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. પ્રેમની સ્થિતિ મધ્યમ છે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી, સારી રીતે આગળ વધો. ભગવાન ભોલેનાથની પૂજા કરતા રહો.
 
ધનુ - સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. સમય પહેલા કરતા સારો છે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. પ્રેમ અને ધંધામાં પરિસ્થિતિ પણ ઘણી સારી છે. જીવન સાચી દિશામાં ચાલી રહ્યું છે. પીળી વસ્તુને નજીક રાખો. નિયમિત રીતે બજરંગ બાણનો પાઠ કરો.
 
મકર - ચિંતાજનક સુષ્ટિનુ સર્જન થઈ રહ્યુ છે. ખાસ કરીને ખર્ચને લઈને થોડું આર્થિક દબાણ રહેશે. સ્વાસ્થ્ય, પ્રેમ અને વ્યવસાયની સ્થિતિ લગભગ સારી છે. વ્યવસાયને થોડું ધ્યાન આપવાની જરૂર છે. મા કાલીની પૂજા કરતા રહો.
 
કુંભ - નાણાકીય બાબતોનો ઉકેલ આવશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. જીવન આનંદમય રહેશે. આરોગ્ય, પ્રેમ, વ્યવસાય અદભૂત દેખાય છે. પીળી વસ્તુનું દાન કરો.
 
મીન - રાજકીય લાભ, કોર્ટમાં વિજય, સારું સ્વાસ્થ્ય, પ્રેમ અને વ્યાપારની સ્થિતિ ઘણી સારી છે. પીળી વસ્તુને નજીક રાખો. ભગવાન વિષ્ણુની પૂજા કરો.